ચીન અને જાપાનમાં મંદીની શક્યતા, ક્રૂડ 44 ડોલરથી નીચે

10 Sep, 2015

 ચીન અને જાપાનમાં મંદીની શક્યતા અને અમેરિકામાં ક્રૂડનો પુરવઠો વધવાની શક્યતાના કારણે ક્રૂડના ભાવમાં ફરીએકવાર ઘટાડો થયો છે. નાયમેક્સ પર ડબલ્યુટીઆઈ ક્રૂડનો ભાવ 44 ડોલર અને બ્રેન્ટ ક્રૂડ 47 ડોલર પ્રતિ બેરલથી નીચે આવી ગયો છે. ઘરેલું માર્કેટ એમસીએક્સ પર ક્રૂડ 2950 રૂપિયા પ્રતિ બેરલથી નીચે છે.

 
એક્સપર્ટ મુજબ જુલાઈ દરમિયાન જાપાનની મશીનરી ઓર્ડર્સમાં જોરદાર ઘટાડો થયો છે. ઉપરાંત ચીનનો પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સ પણ ઘટ્યો છે, આ કારણે વૈશ્વિક સ્તર પર ક્રૂડની માંગ ઘટવાની શક્યતા વધી ગઈ છે. આ સંજોગોમાં ક્રૂડના ભાવમાં ઘટાડો ચાલુ રહી શકે છે.
 
ક્રૂડના ભાવમાં થયો ઘટાડો
 
નાયમેક્સ પર ડબલ્યુટીઆઈ ક્રૂડ 0.43 ટકાના ઘટાડા સાથે 43.96 ડોલર પ્રતિ બેરલ પર વેપાર કરી રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડનો ભાવ 0.70 ટકા  ઘટીને 47.25 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયો છ. ગ્લોબલ માર્કેટમાં થયેલાં ઘટાડાની અસર ઘરેલું માર્કેટ પર જોવા મળી અને એમસીએક્સ પર 1.60 ટકા ઘટાડા સાથે 2941 રૂપિયા પ્રતિ બેરલ પર છે.
 
ચીન અને જાપાનના અર્થતંત્રે વધારી ચિંતા
 
જુલાઈ દરમિયાન જાપાનના મશીનરી ઓર્ડર્સમાં 3.6 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે ઈકોનોમિસ્ટનો અંદાજ 3.7 ટકા વધારાનો હતો. એશિયાના સૌથી મોટા અર્થતંત્ર ચીનનો પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સ ઓગસ્ટમાં 5.9 ટકા ઘટ્યો છે. સતત 42માં મહિને પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સમાં ઘટાડો થયો છે.
 
ગ્લોબલ ગ્રોથ ઘટવાનો અંદાજ
 
ઓસ્ટ્રેલિયા એન્ડ ન્યુટઝીલેન્ડ બેન્કિંગ ગ્રુપ (એએનઝેડ)એ કહ્યું છે કે વિશ્વના ઘણા અર્થતંત્રો વિપરિત પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. આ કારણે 2016 અને 2017 દરમિયાન ગ્લોબલ ગ્રોથ 3.5 ટકા રહી શકે છે. એએનઝેડે આ પહેલાં 4 ટકાનો અંદાજ લગાવ્યો હતો. એએનઝેડ મુજબ નજીકના ભવિષ્યમાં ગ્લોબલ ગ્રોથ વધુ ઘટી શકે છે.
 
S&P એ બ્રાઝીલનું ક્રેડિટ રેટિંગ ઘટાડ્યું
 
અમરિકાની રેટિંગ એજન્સી સ્ટાન્ડર્ડ એન્ડ પૂઅર્સ (એસએન્ડપી)એ બ્રાઝીલની ક્રેડિટ રેટિંગને ઈન્વેસ્ટમેન્ટ ગ્રેડથી ઘટાડીને જંક કેટેગરીમાં નાંખી દીધું છે. જંક રેટિંગનો અર્થ થાય છે કે ઈન્વેસ્ટર્સ માટે બ્રાઝીલમાં રોકાણ કરવું હવે જોખમ ભર્યું રહેશે. એસએન્ડપીએ એપ્રિલ 2008માં બ્રઝીલનની ઈકોનોમીની વધતી ગતિને જોતાં ઈન્વેસ્ટમેન્ટ ગ્રે રેટિંગ આપ્યું હતું. તેનાથી ત્યાં ફોરેને ઈન્વેસ્ટમેન્ટ ઝડપથી વધ્યું હતું. એસએન્ડપીએ બ્રાઝીલના સોવરેન ક્રેટિડ રેટિંગ  BBB-થી ઘટાડીને BB+ કરી દીધું છે. ઉપરાંત આઉટલુક પણ નેગેટિવ કરી દીધો છે. તેનો અર્થ એ થયો કે હવે બ્રાઝીલમાં રોકાણ કરવું  જોખમભર્યું છે અને આઉટલુક નેગેટિવ થવાથી ભવિષ્યમાં પણ રેટિંગ ઘટી શકે છે. ગત મહિને બ્રાઝીલ સરકારે સત્તાવાર રીતે કહ્યું હતું કે, તેમના અર્થતંત્રમાં મંદી આવી ગઈ છે.