ખુશખબરી! પેટ્રોલ અને ડીઝલ 2.50 રૂપિયા સુધી થઇ શકે છે સસ્તું

30 Oct, 2014

ગ્રાહકોને 31 ઓક્ટોબરની મધ રાત્રે એક સારા સમાચાર મળી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એક સારા સમાચાર મળી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2.50 રૂપિયા પ્રતિ લીટર સુધી ઘટાડો આવી શકે છે. ઓગષ્ટ બાદ પેટ્રોલના ભાવમાં સતત છઠ્ઠી વાર કાપ આવી શકે છે. તેનાથી આમ આદમીને મોંધવારીથી વધુ રાહત મળવાની આશા છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો છે. એટલા માટે એ અનુમાન લગાવવામાં આવ્યું છે પેટ્રોલ અને ડીઝલના ભાવ 31 ઓક્ટોબરના રોજ મધરાતથી ભાવ ઘટી શકે છે. જો આવું થયું તો ઓગષ્ટથી સતત છઠ્ઠી વાર પેટ્રોલના ભાવમાં ઘટાડો આવશે.
ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવની શુક્રવારે સમીક્ષા કરી શકે છે, જેમાં એ નક્કી થશે કે ભાવમાં કેટલો ઘટાડો કરવામાં આવે. જો કે તેના માટે કંપનેઓ પેટ્રોલિયમ મંત્રાલયની મંજૂરી પણ લેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં મોદી સરકારે દિવાળીનો ધમાકો કરતાં ડીઝલના ભાવમાં 3 રૂપિયા 37 પૈસાનો ઘટાડો કર્યો હતો.

Loading...

Loading...