પોર્ન જોતા પહેલા આ ન્યુઝ ખાસ વાચી લેજો

23 Sep, 2015

 પોર્ન જોનાર લોકો માટે ખરાબ સમાચાર આવી રહ્યાં છે. જી હા, એક એવી એપ છે, જેમાં ઇનસ્ટોલ થવા પર ખુબજ ચુપકીદીથી તે યુઝરની તસવીર લઇ લીધા બાદ યુઝર પાસેથી ખંડણીની માંગ કરે છે. સાઇબર સીક્યોરીટી ફર્મ જેડસ્કેલરે નોંધ્યુ છેકે એક નવા જ પ્રકારની માલવેયર પોર્નોગ્રાફી દ્વારા લોકોને એપ ડાઉનલોડ કરવા અને ઇનસ્ટોલ કરવા માટે આકર્ષિત કરવામાં આવે છે. ત્યારબાદ આ એપ લોકોની ખુફિયા રીતે તસવીર લઇ લે છે. ફોનને હેક કરી લે છે, અને પેપૉલ દ્વારા ખંડણીના રૂપમાં 500 ડૉલર એટલે કે 32 હજાર રૂપિયા જેટલી રકમ ખંડણી તરીકે માંગે છે.

એપ્લીકેશન આ એપ્લીકેશન પોર્ન વિડીયો પ્લેયર છે. જેને એડલ્ટ પ્લેયરના નામે જાણવામાં આવે છે. આ એપ એન્ડ્રોઇડ ઓપરેટીંગ સીસ્ટમ પર ચાલે છે. આ એપ ગુગલ ઇંક તરફથી એન્ડ્રોઇડ એપ સ્ટોરમાં લીસ્ટેડ નથી.

ડાઉનલોડ સોર્સ આ એપને થર્ડ પાર્ટી સોર્સથી ડાઉનલોડ કરી શકાય છે.
 

ખંડણીની માંગ જ્યારે કોઇ યુઝર આ એપનો ઉપયોગ શરૂ કરે છે. ત્યારે ગુપચુપ રીતે આ એપ યુઝરની તસવીર ખેંચી લે છે. ત્યારબાદ તસવીરને રૈનસમવેયર સ્ક્રીન પર રૈનસમ મેસેજ દ્વારા બતાવવામાં આવે છે. અને પછી યુઝર પાસે ખંડણી માંગવામાં આવે છે.
 

અનઇન્સ્ટોલ નથી થતી ફોનને રીબુટ કરવા છતા માલવેયર ફરી એકખત એક્ટીવ થઇ જાય છે. અને એટલે યુઝર ડીવાઇઝ સેટીંગમાં જઇને તેને અનઇન્સ્ટોલ નથી કરી શક્તા.