જીવનમાં સુખી રહેવા મહાલક્ષ્મીને પ્રિય આ 7 વાતોનું ધ્યાન રાખવું જોઈએ

15 Jun, 2015

 જીવનમાં સુખ-સુવિધાઓ, સફળતા, શક્તિ પ્રાપ્ત કરવા માટે લક્ષ્મી સહિત બધા દેવી-દેવતાઓને પ્રસન્ન કરવા જરૂરી છે. શાસ્ત્રો કહે છે કે ન્યાય અને નીતિ લક્ષ્મીના રમકડાં છે. તે જે રીતે ઈચ્છે તે રીતે જ નચાવે છે. શાસ્ત્રોમાં એવી સાત વાતો જણાવી છે જે મહાલક્ષ્મીને પ્રિય છે. અહીં જાણો કંઈ કે તે સાત વાતો....

 
1-ઈન્દ્રયોને વશમાં રાખવીઃ-
 
પાંચ ઈન્દ્રિયો(જે ઈન્દ્રિયો આપણને કોઈ વાતનું જ્ઞાન કરાવે છે) અને પાંચ કર્મેન્દ્રિય(જે ઇન્દ્રિયોથી આપણે કામ કરીએ છીએ) બતાવવામાં આવી છે. આ દસ ઈન્દ્રિયોને વશમાં રાખવી જોઈએ. જો તેની ઉપર આપણે યોગ્ય નિયંત્રણ રાખીએ તો અલગ-અલગ સમયે અલગ-અલગ ઈન્દ્રિયો આપને પરેશાનીઓ માટે યોગ્ય સમાધાન બતાવે છે.
 
2-ધૈર્ય રાખવું-
 
કોઈપણ કામમાં સ્થાયી સફળતા ત્યારે જ મળે છે, જ્યારે અંતમ સમય સુધી ધૈર્યને પકડી રાખો. જે પળે ધૈર્ય છોડીને ઉતાવળ કરી, તે પળથી જ નિષ્ફળતા મળવાની શક્યતાઓ વધવા લાગે છે.
 
3-પવિત્રતાઃ-
 
જે લોકો મન અને શરીરની પવિત્રતા બનાવી રાખે છે, તેમને લક્ષ્મીજીની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. મનની પવિત્રતા સારા વિચારો સાથે હોય છે અને શરીરની પવિત્રતા સાફ-સફાઈથી રહેવા સાથે હોય છે.
 
4-ક્રોધ ન કરવોઃ-
 
ક્રોધ, વ્યક્તિની વિચારવા-સમજવાની ક્ષમતા નુકાસન પહોંચાડે છે. ક્રોધી વ્યક્તિને જીવનમાં અને ઘરમાં ક્યાંય શાંતિ મળતી નથી. જ્યાં અશાંતિ હોય છે, ત્યાં દરિદ્રતાનો વાસ થાય છે. લક્ષ્મી કૃપા જોઈએ તો ક્રોધ છોડી દેવો જોઈએ.
 
5-દયાઃ-
ગરીબ અને જરૂરિયાતવાળા લોકો માટે દયાનો ભાવ હોવો પણ જરૂરી છે. સમયે-સમયે એવા લોકોને પોતાના સામાર્થ્ય પ્રમાણે મદદ કરતા રહેવું જોઈએ.
 
6-સરળ અને મીઠા વચનોઃ-
 
ઘર-પરિવાર હોય કે સમાજ, આપણે સદૈવ મીઠા વચનો અર્થાત વાણીનો ઉપયોગ કરવો જોઈએ. જાણતા-અજાણતા ક્યારેય પણ એવા શબ્દોનો ઉપયોગ ન કરવો, જેનાથી કોઈના મનને ઠેસ પહોંચે.
 
7-મિત્રો સાથે દ્વેશ ન રાખવોઃ-
 
મિત્રો અને શુભ ચિંતકો સાથે દ્વેષનો ભાવ ન રાખવો જોઈએ. બીજા સાથે ઘૃણા કરનાર વ્યક્તિ સાથે મહાલક્ષ્મી ક્યારેય પણ પ્રસન્ન રહેતી નથી. બધા સાથે પ્રેમ ભાવ રાખો. જે લોકો આ સાત સાધનોનું ધ્યાન રાખે છે, તેઓ લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરે છે અને સદૈવ સુખી રહે છે.