માઇક્રોમેક્સે લૉન્ચ કર્યો નવો મીડ-રેન્જ 4G સ્માર્ટફોન, 13 MP કેમેરા, 5 ઇંચ ડિસ્પ્લે

28 Aug, 2015

Micromaxનો આ Canvas Nitro સ્માર્ટફોન 4Gની સાથે ડ્યુલ સિમને સપોર્ટ કરે છે અને એન્ડ્રોઇડની લૉલીપોપ ઓપરેટિંગ સિસ્ટમ 5.0 પર કામ કરે છે. આ હેન્ડસેટમાં 5 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે જે 720*1280 પિક્સલનું રિઝોલ્યુશન ક્વૉલિટી આપે છે અને ડિસ્પ્લેમાં ઓલિયોફોબિક કોટિંગ પ્રોટેક્શન પણ આપ્યું છે.  

 
Canvas Nitro 4Gના પાવરની વાત કરીએ તો ફોનમાં સ્નેપડ્રેગન 415 ઓક્ટાકોર પ્રોસેસર છે જે 1.4 GHzની સ્પીડ પર કામ કરે છે. આ ઉપરાંત ફોનમાં કંપનીએ 2 GB રેમ આપી છે. મેમરી ફિચર્સની વાત કરીએ તો હેન્ડસેટમાં 8 GB ઇન્ટરનલ મેમરી આપી છે અને માઇક્રો એસડી સ્લોટની મદદથી તેને 32 GB સુધી વધારી શકાય છે.  
 
Canvas Nitro 4Gમાં ડ્યુલ LED ફ્લેશ સાથે 13 મેગાપિક્સલનો ઓટોફોકસ રિયર કેમેરો આપ્યો છે, તો વળી બીજીબાજુ 5 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો આપ્યો છે. આ હેન્ડસેટમાં 2500 mAh પાવરની બેટરી અને કનેક્ટિવીટી માટે 4G LTE ઉપરાંત બ્લૂટૂથ 4.0, વાઇ-ફાઇ, 3.5 ઓડિયો જેક જેવા દમદાર ઓપ્શન આપ્યા છે.  
 
લૉન્ચિંગ દરમિયાન માઇક્રોમેક્સના ઇન્ટફોર્મેટિક્સના સીઇઓ વિનીત તનેજાએ કહ્યું કે, ભારત 4G ક્રાંતિ તરફ આગળ વધી રહ્યું છે અને આશા છે કે જલ્દીથી લોકો 3Gને છોડીને 4G LTEનો વપરાશ શરૂ કરશે.

Loading...

Loading...