National

Ziman : મહિલાઓની સુરક્ષા કરશે આ ખાસ એપ્લીકેશન

હાલમાં દેશમાં મહિલાઓની સુરક્ષાને લઇને અનેક ઘટનાઓ બની રહી છે ત્યારે  શક્ય છે કે અમુક ખાસ એપ્સની મદદથી તેઓ જાતે જ પોતાની સુરક્ષા રાખવાનો પ્રયાસ કરતી રહે. આ માટે જાયકોમ ઇલેક્ટ્રોનિક સિક્યુરુટી સિસ્ટમ લિમિટેડે મહિલાઓને માટે જિમન નામની આ એપ લોન્ચ કરી છે. આ અવસરે જાયકોમના મેનેજિંગ ડાયરેક્ટર પ્રમોદ રાવલે જણાવ્યું છે કે જાયકોમ ઇલેક્ટ્રોનિક સિસ્ટમ લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલી આ નવી એપ્લીકેળન 24*7 સર્વિસ આપે છે. તે ન તો ફ્કત યુઝરને પોતાના પરિવારની સંપર્કમાં રાખે છે પણ સ્માર્ટફોન પર એક બટન દબાવવા પર 5 મિનિટમાં એપને એક્ટિવેટ કરી આપે છે. જો તમે કોઇ પણ ખતરો અનુભવો છો તો ફોનના ખાસ બટનને 5 વાર દબાવવાથી તેની પર સેવ નંબરોમાં માહિતિ પહોંચી શકે છે.
એપ્લીકેશનને પોતાના ફોનમાં ઇન્સ્ટોલ કર્યા બાદ તેમાં કંટ્રી સિલેક્ટ કરો અને પોતાના ફોન નંબર પર ડાયલ કરીને નીચે આપવામાં આવેલા સેન્ડ વેરિફિકેશન ઓપ્શન પર ક્લિક કરો, આ વેરિફિકેશન ઓપ્શન પર ક્લિક કર્યા બાદ ફોનમાં એક કોડ આવશે જેની પર ક્લિક કરીને એપને વેરિફાઇ કરી શકાય છે.
એપના ઇન્સ્ટોલ થઇ ગયા બાદ ફોનમાં સેવ દરેક કનેક્ટને સિલેક્ટ કરી શકાય છે. જેનાથી ખતરો હોય તે સમયે તેને સરળતાથી વાપરી શકાય છે. ફોનમાં આપવામાં આવેલા એક બટનને ક્લિક કરતાંની સાથે સિલેક્ટ કરેલા નંબર પર લોકેશન અને અન્ય જાણકારી પહોંચી શકે છે.
એપમાં જીપીએસ સપોર્ટ આપવામાં આવ્યો છે એટલે કે પોતાની લોકેશનને કારણે મુસીબતને અનુભવી શકાય છે. તેના કારણે તેને મુસીબતના સમયે મોકલી શકાય છે.

Source By : Divyabhaskar

Releated Events