વડોદરા: 1500 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ, રિવર મેનેજમેન્ટ, મગર માટે અલગ પાર્ક

18 Dec, 2014

ગુજરાત સરકાર દ્વારા વડોદરામાં રીવર ફ્રન્ટ બનાવવાની ગતિવિધિ તેજ બનાવાઇ છે. વડોદરામાં રીવર ફ્રન્ટ અને રીવર મેનેજમેન્ટ પ્રોગ્રામ રૂ. 1500 કરોડના ખર્ચે બનાવાશે. આ પ્રોગ્રામ સંદર્ભે આજે નાણામંત્રી સૌરભ પટેલ, મુખ્યમંત્રીના સલાહકાર નવલાવાળા અને શહેરી વિકાસ મંત્રાલયના અગ્રસચિવ અલોરિયા સમક્ષ વડોદરાના મેયર, કમિશ્નર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પ્રેઝન્ટેશન કર્યુ હતું.

વડોદરા આજવા ડેમ પછી વહેતી વિશ્વામિત્રિ નદી પર રિવરફ્રન્ટ બનાવવાનું આયોજન રાજય સરકારે કર્યુ છે. આ માટેના પ્લાનને મંજૂરી આપતા પહેલા નાણામંત્રી સૌરભ પટેલ સમક્ષ આજે વડોદરાના મ્યુ. કમિશ્નર મનિષ ભારદ્વાજ, મેયર, સ્ટેન્ડિંગ કમિટીના કમિશ્નરે પ્રેઝન્ટેશન રજૂ કર્યુ હતું. આ પ્રેઝન્ટેશનમાં રૂ. 1500 કરોડનો રીવરફ્રન્ટ અને રીવર મેનેજમેન્ટ પ્લાન મંજૂર કરાયો હતો. આ પ્લાનમાં કેવો સુધારો કરવો જરૂરી છે તેનું સુચન પણ રાજય સરકાર વતી સૌરભ પટેલ સહિતના પદાધિકારીઓએ કર્યુ હતું.
 
જમીન એકવાયર અને પાણી કેટલુ રાખી શકાય

રાજય સરકારે પ્લાનનો અભ્યાસ કરીને વડોદરા કોર્પોરેશનને એવુ સૂચન કર્યુ છે કે વડોદરાના 16 કિમી દૂરના પિલોલ ગામ ખાતે જે નાની નદી આવી છે તેમાં પાણીનું ડાયવર્ઝન આપવું તો આપી શકાઇ તેમ છે કે નહીં. રીવર ફ્રન્ટ માટે કેટલી જમીન હસ્તગત કરવી પડે તેમ છે.

મગરો માટે અલગ પાર્કનું આયોજન

વડોદરામાં મગરનો ત્રાસ હોવાથી નીચાણવાળા વિસ્તારમાં અવારનવાર મગરો આવી જાય છે. વડોદરામાં અનેક વખત નાગરિકો પર મગરોએ હુમલા કર્યા હોવાના બનાવો બન્યા છે. આવા સંજોગોમાં રિવર ફ્રન્ટ થાય તો મગરનો ભય કઇરીતે ટાળવો તે માટે ક્રોકોડાઇલ પાર્ક બનવવાનું આયોજન કરાયું છે તેમ સત્તાવાર સુત્રોએ જણાવ્યું હતુ.
 
નદીના વળાંકને સીધા કરવાનું આયોજન છે

રિવર મેનેજમેન્ટ અંતર્ગત જયાં નદીમાં વળાંક આવે છે તે વળાંકને પણ સીધા કરવા અને તેમાંથી નદી પસાર થાય તેવું આયોજન કરાયુ છે.

નદી પહોળી અને સ્ટ્રેટ કરાશે

 મગર માટે ક્રોકોડાઇલ પાર્કનું આયોજન કરાયુ છે, જયારે વાંકીચુકી નદીને પહોળી અને સ્ટ્રેટ કરવાનું પણ આયોજન પ્લાનમાં છે. -બાબુભાઇ નવલાવલાા, મુખ્યમંત્રીના સલાહકાર