ફાઇનાન્સિયલ પ્લાનિંગ કરતાં પહેલા જાણી લો આ 6 જરૂરી વાતો, મળશે શાનદાર રિટર્ન

22 Sep, 2015

 આપણે બધા સપના વાવીએ છીએ અને તેને પૂર્ણ કરવા માટે સખત મહેનત પણ કરીએ છીએ. પરંતુ જીવનમાં ઘણી બધી જરૂરીયાતો હોય છે. અને આપણી આવક સીમિત હોય છે. જેથી આપણે આપણા સપનાને પૂર્ણ નથી કરી શકતા. પરંતુ જો સમયસર આપણે આપણી આવક અનુસાર નાણાંકીય આયોજન કરી લઇએ તો  આપણે આપણા સપનાને ચોક્કસ હકીકતમાં બદલી શકીએ છીએ. આજે અમે આપને ફાઇનાન્સિયલ પ્લાનિંગ કરવાની બેઝિક 6 વાતોથી માહિતગાર કરાવી રહ્યા છીએ. જેને ફોલો કરીને આપ સારી રીતે ફાઇનાન્સિયલ પ્લાનિંગ કરી શકો છો.  

 
આવકનું ગણિત
 
ફાઇનાન્સિલય પ્લાનિંગમાં સૌથી મહત્વની ટિપ્સ એ છે કે આપ આપનું બજેટ બનાવી લો. આપની પાસે શું આવી રહ્યું છે અને શું જઇ રહ્યું છે. તેની લેખિત વિગતો હોવી જોઇએ. ખર્ચ બાદ શું સેવિંગ થઇ રહ્યું છે તેનું આકલન કરો. ત્યાર બાદ રોકાણની યોજના બનાવો. હાં, રોકાણ પહેલા આપ આપના બજેટમાં કોઇ આકસ્મિક ખર્ચ દરમ્યાન થનારા ખર્ચની પૂર્તિ માટે નાણાં કયાંથી લાવો છો તેની યોજના જરૂર તૈયાર કરી લો.
 
ખર્ચનું આકલન
 
આવકની સાથે દરરોજ અને આખા મહિનાના ખર્ચનું આકલન કરો. સામાન્ય રીતે ઇન્કમનો મોટો હિસ્સો ઘરના ભાડા, શોપિંગ, ખાણીપીણી, દવા, શિક્ષણ વગેરે પર ખર્ચ થઇ જાય છે. આ ખર્ચ આપણા બધાના જરૂરી ખર્ચમાં સામેલ હોય છે. આ ખર્ચનું યોગ્ય આકલન કરીને આપણે તેમાં બચત કરી શકીએ છીએ.
 
બચતનું રોકાણ
 
આપના ભવિષ્યના નાણાંકીય લક્ષ્યની પ્રાપ્તિમાં રોકાણની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ હોય છે. લાંબાગાળાના રોકાણથી ઉંચા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદ મળે છે. સાથે જ આપના પછીની પેઢીને પણ નાણાંકીય સુરક્ષા મળે છે. જો કે ઘણાં લોકો લાંબા સમયગાળાના રોકાણનો ઉપયોગ વચ્ચે જ કરી લેતા હોય છે. પરંતુ આપ આવું ન કરો. જયાં સુધી લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કોઇ પણ લોન્ગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટને હાથ ન લગાવો.
 
બુદ્ધિપૂર્વક કરો રોકાણ
 
રોકાણ કરતાં પહેલા પ્રોપર રિસર્ચ કરો. કોઇ દોસ્ત કે જાહેરાત જોઇને રોકાણ કરવાનો નિર્ણય ન કરો. માર્કેટમાં એવા સેકન્ડો માધ્યમો છે. જેમાથી આપના માટે યોગ્ય શુ છે તેની જાણકારી લો અને ત્યાર બાદ જ રોકાણ કરો. રોકાણ કરતાં પહેલા લાંબા અને ટુંકા ગાળાનું આકલન જરૂર કરો. રોકાણ કરતાં પહેલા પોતાનું બજેટ બનાવી લો અને પછી રોકાણ કરો.
 
લોનથી છૂટકારો
 
સામાન્ય રીતે યુવા વર્ગ પોતાની જીવનશૈલી સુધારવા અને તેમાં ફેરફાર કરવાના ચક્કરમાં રહેતો હોય છે. અને રિપેમેન્ટની ક્ષમતા કરતાં ઘણું વધારે ઉધાર લે છે. તેનાથી બચવું જોઇએ. જો આપે લોન લીધી છે તો સૌથી પહેલા તેની ચુકવણી પર ધ્યાન આપવું જોઇએ. કયારેય તમારી રિપેમેન્ટ ક્ષમતાથી વધુ લોન ન લેવી જોઇએ.
 
નાણાકીય યોજનાની કરો સમીક્ષા
 
આપ આપની નાણાંકીય યોજનાના અમલીકરણ બાદ પણ એક વાર તેના પોર્ટફોલિયોના પ્રદર્શન પર નજર રાખો. વાસ્તવમાં મોટાભાગના લોકો પોતાની યોજનાઓ પર ધ્યાન ન આપીને ભૂલો કરે છે. જેનું પરિણામ તેમણે ભોગવવું પડે છે. જો તમે કયાંય રોકાણ કર્યું હોય અને જો તે આપના ટાર્ગેટ મુજબનું પ્રદર્શન નથી કરી રહ્યું તો આપ તેનું મુલ્યાંકન કરો અને કોઇ અન્ય રોકાણ માધ્યમમાં રોકાણ કરો. મુલ્યાંકન કરવાથી આપને આપની નાણાંકીય યોજનાઓને વધારે ચોક્કસ બનાવવામાં મદદ મળશે.