2015ની પાંચ મહત્વપૂર્ણ ઈવેન્ટ્સ: જે ગુજરાતને કરશે દેશ-દુનિયામાં ચમકતું

09 Nov, 2014

સ્પષ્ટ અને સંપૂર્ણ બહુમતી મેળવી નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બનતાં જ ગુજરાત એક રીતે તો સમગ્ર દેશના ફોકસમાં પ્રસ્થાપિત થઈ જ ચૂક્યું છે ત્યારે આવતા વર્ષના આરંભે પ્રથમ ત્રણ મહિના તો રાજ્યનું પાટનગર ગાંધીનગર સમગ્ર દેશ ઉપરાંત વિશ્વના પરિપ્રેક્ષ્યમાં રાજકીય અને બિઝનેસ ક્ષેત્રનું કેન્દ્રબિંદુ બની જવાનું છે. જાન્યુઆરીથી માર્ચ 2015ના ત્રણ મહિનામાં કમ સે કમ પાંચ એવી મોટી ઈવેન્ટ્સ ગાંધીનગર-અમદાવાદમાં યોજાશે જેના કારણે સમગ્ર દેશનું ધ્યાન અને તે રીતે વિશ્વની પણ નજર ગુજરાત પર ચોંટેલી રહેશે.
 આમાં પ્રવાસી ભારતીય દિવસ, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ સમિટ અને પ્લાસ્ટ ઈન્ડિયા ઈન્ટરનેશનલ એક્ઝિબિશન જેવી મેગા ઈવેન્ટ્સ અગ્રેસર રહેશે. આમાં સૌથી રસપ્રદ બાબત તો એ રહેશે કે, ઈવેન્ટ્સથી ભરચક પ્રથમ ક્વાર્ટરના કારણે ઠેઠ ડિસેમ્બર 2014થી માર્ચ 2015ના અંત સુધી માત્ર અમદાવાદ જ નહીં તેની આસપાસ ગાંધીનગર, વડોદરા જેવા શહેરોમાં આવેલી તમામ સાધારણથી માંડી ફાઈવસ્ટાર એમેનિટીઝ ધરાવતી હોટેલ્સ અત્યારથી જ ઉત્તરોત્તર બુક થવા માંડી છે. એટલે સુધી કે ડિસેમ્બરથી શરૂ થતા લગ્નસરામાં ખાસ કરીને એનઆરજી અને એનરઆરઆઈ પરિવારોને લગ્ન માટે હોટલ્સના બુકિંગમાં અત્યારથી જ તકલીફો પડી રહી છે જેના કારણે ઘણાએ તો લગ્નો માર્ચ કે તે પછી પાછા ઠેલવાનો પણ નિર્ણય લીધો છે.
 
- 2015નો અત્યંત ઈવેન્ટફુલ આરંભ

7-8-9 જાન્યુઆરી: પ્રવાસી ભારતીય દિવસ, મહાત્મા મંદિર, ગાંધીનગર
11-12-13 જાન્યુઆરી: વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ સમિટ, મહાત્મા મંદિર, ગાંધીનગર
12-13 જાન્યુઆરી: ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટીવલ, અમદાવાદ
5-6-7-8-9-10 ફેબ્રુઆરી : પ્લાસ્ટ ઈન્ડીયા, ઈન્ટરનેશનલ પ્લાસ્ટીક એક્ઝીબીશન, અમદાવાદ
7 ફેબ્રુઆરી : સંભવિત કાર્યક્રમ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના પુત્ર જયના લગ્ન,  અમદાવાદ


2015ની પાંચ મહત્વપૂર્ણ ઈવેન્ટ્સ: જે ગુજરાતને કરશે દેશ-દુનિયામાં ચમકતું
Bhaskar News, Gandhinagar | Nov 09, 2014, 12:19PM IST
2 of 4
Previous ImagePrev
NextNext Image
2015ની પાંચ મહત્વપૂર્ણ ઈવેન્ટ્સ: જે ગુજરાતને કરશે દેશ-દુનિયામાં ચમકતું
More:
નરેન્દ્ર મોદી
શ્રેણીબદ્ધ મહાનુભાવોનું આગમન
 
પ્રવાસી ભારતીય દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રના પ્રધાનો, નામાંકિત એનઆરઆઈ ગાંધીનગર આવી પહોંચશે. ત્યાર બાદ વાઇબ્રન્ટ સમિટસ, ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ, પ્લાસ્ટ ઈન્ડિયામાં દેશ-વિદેશથી પ્રતિનિધિઓ હાજર રહેવાના છે.
 
ડિસેમ્બર માર્ચ સુધી હોટેલ્સ બુક
 
પ્રવાસી ભારતીય દિવસ નિમિત્તે 6000થી પણ વધુ એનઆરજી ગુજરાતમાં ડિસેમ્બરથી જ આવવા માંડશે અને એકાદ બે મહિનાનું રોકાણ કરશે. વળી, વાઇબ્રન્ટ સમિટ માટે પણ ડિસેમ્બરથી બિઝનેસ ડેલિગેટ્સ આવવાના હોવાથી તમામ હોટેલ્સ બુક થવા માંડી છે.

લગ્નો પણ પાછાં ઠેલાઈ રહ્યાં છે
 
સામાન્યપણે ઉત્તરાયણ પછી લગ્નો લેવાતાં હોય છે. અલબત્ત, ઘણા એનઆરજી પરિવારો પોતાની અનુકૂળતા ખાતર ડિસેમ્બર-જાન્યુઆરીમાં પણલગ્નો ગોઠવે છે. પરંતુ આ વખતે ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી હોટેલ્સ ભરેલી હોવાથી ઘણા પરિવારોએ લગ્નો પાછાં ઠેલ્યાં છે.

ગુજરાતને ટુરીઝમનો પણ ફાયદો
 
આ ત્રણ મહિના મોટી સંખ્યામાં બહારથી લોકો, મહાનુભાવો ગુજરાતમાં આવવાના હોવાથી તેઓ ગુજરાતના પ્રવાસન સ્થળોની પણ મુલાકાત લે તેવી શક્યતા છે. પરિણામે ગુજરાતના ટુરીઝમ ક્ષેત્રને બહોળો લાભ મળશે. વળી, વિદેશીઓ પણ મોટી સંખ્યામાં આવનારા હોવાથી વિદેશી હૂંડિયામણનો પણ લાભ થશે.