National

હવે આ જગ્યાએ લઇ શકાશે ટોય ટ્રેનનો આનંદ

આશરે ચાર વર્ષ બંધ રહ્યા પછી સિલીગુડીથી દાર્જિલિંગ વચ્ચેની વિશ્વ પ્રસિદ્ધ ટોય ટ્રેન ક્રિસમસથી ફરીથી શરૂ થવા જઇ રહી છે. 25 ડિસેમ્બરથી સિલીગુડીથી ટ્રેન પોતાની યાત્રા ફરીથી શરૂ કરીને દાર્જિલિંગ છેલ્લું સ્ટેશન હશે.

ઉલ્લેખનીય છે કે આ રેલવે ટ્રેકના તૂટેલા ભાગને ફરીથી સાજા કરી દેવામાં આવ્યા છે. આ ટ્રેકને ટ્રેન પસાર થાય તેવો કરી દેવામાં આવ્યો હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ ટ્રેક ઉપર પરિક્ષણ માટે ટ્રેન ચલાવી લેવામાં આવી હતી.

2010માં બંધ થઇ હતી આ ટ્રેન


જૂન 2010માં રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર 55 ઉપર ગયાબાડી અને કુર્સિયાંગ વચ્ચે ધરતીકંપ થયો હોવાના કારણે સિલીગુડી અને કુર્સિયાંગ વચ્ચેની ટોય ટ્રેન સેવા બંધ કરવામાં આવી હતી. ધરતીકંપના કારણે આશરે 500 મીટરનો ભાગ તૂટી ગયો હતો. આ સાથે રાજમાર્ગના કિનારે રહેલો ટોયટ્રેનનો ભાગ પણ તૂટી ગયો હતો. ત્યારબાદ સિલીગુડીથી ગયાબાડીનો 34 કિલોમિટરના ભાગમાં આ ટ્રેન ચાલી રહી હતી. જોકે, સપ્ટેમ્બર 2011માં ફરી આવેલા ભૂકંપમાં રાજમાર્ગ ચૂનાભટ્ટી અને પગલાફોરા વચ્ચેનો કેટલોક ભાગ તૂટી ગયો હતો. જેના કારણે આ ટ્રેનની સંપૂર્ણસેવા બંધ કરી દેવામાં આવી હતી.

નોંધ : આ વેબસાઇટમાં મુકવામાં આવતી માહિતી, લેખો, જાહેરાત તથા રીત અમને મળેલ માહિતીને આધારે છાપવામાં આવે છે. જે તે વ્યકિતએ માહિતી લેખ કે રીતનો ઉપયોગ કરતાં પહેલા પૂરે પૂરી ચકાસણી કરવી. નહીંતર માહિતી, લેખ, જાહેરાત કે રીત દ્વારા કોઇપણ વ્યકિત ગેરમાર્ગે દોરાઇ તો તેની જવાબદારી જે તે વ્યકિતની રહેશે.
Loading...

Releated News