સ્વીચ દબાવો દૂધ મળશે, રાજકોટમાં મોબાઇલ મિલ્ક વેનનો પ્રારંભ

16 Nov, 2014

મોટા શહેરોમાં લોકોને દૂધ લેવા માટે દુકાને કે મિલ્ક કંપનીની એજન્સીએ જવું પડે છે. ગામડાઓમાં શુધ્ધ દૂધ મળે છે પણ શહેરોમાં શુધ્ધ દૂધ મેળવવા માટે લોકો ડેરી કે મિલ્ક કંપનની એજન્સીએ જતા હોય છે. સવાર સવારમાં વહેલા ઉઠીને લોકો દૂધ માટે દોડતા હોય છે. પરંતુ માહી દૂધની ડેરી દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌપ્રથમવાર ઓટોમેટીક મશીનથી ગુણવતાયુક્ત દૂધ ઘરઆંગણે ઉપલબ્ધ થાય તે હેતુથી મોબાઇલ મિલ્ક વેન માહી કામધેનુનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
 
આ મોબાઇલ વેનમાં જેટલું દૂધ જોઇએ તે પ્રમાણની માપ સાઇઝનું બટન સાથેનું મશીન ગોઠવવામાં આવ્યું છે. સ્વીચ દબાવતા જ દૂધ મળી રહે છે. માહી કામધેનુના પ્રારંભ વખતે જ રાજકોટમાં મોટી સંખ્યામાં લોકો દૂધ લેવા અને મશીનને જોવા ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે માહી ડેરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મોબાઇલ વેનમાંથી દૂધ લેવા માટે લોકોની પડાપડી થઇ હતી.

Loading...

Loading...