National

સરકાર આવતા મહિને ઇ પેમેન્ટ પોર્ટલ લોન્ચ કરશે

પાસપોર્ટ અને સરકારી નોકરીઓની અરજીથી લઇને અન્‍ય સરકારી સેવાઓના ચુકવણા માટે હવે તમારે બેન્‍ક ડ્રાફટ કે પોસ્‍ટલ ઓર્ડર બનાવવાની ઝંઝટ નહીં રહે. સરકારે આ પ્રકારના બધા ચુકવણા માટે એક ઇ-પેમેન્‍ટનું પોર્ટલ તૈયાર કર્યુ છે. તેના પાઇલોટ પ્રોજેકટનો પ્રારંભ આવતા મહિને નાણામંત્રી અરૂણ જેટલી કરશે.

આ પોર્ટલ સીએજી કાર્યાલયે તૈયાર કર્યુ છે. હાલ આ પોર્ટલની ટ્રાયલ ચાલી રહી છે. ખુદ સીજીએ જવાહર ઠાકુરનું કહેવુ છે કે, આ વ્‍યવસ્‍થાથી દુર-દુરના વિસ્‍તારોમાં રહેતા અને સરકારી નોકરી માટે ઇચ્‍છુક યુવાનોને મદદ મળશે. અત્‍યારે અરજીની સાથે જમા કરવામાં આવનાર ફી માટે પોસ્‍ટલ ઓર્ડર મેળવવા માટે યુવાનોને ઠેર-ઠેર ભટકવુ પડે છે કારણ કે નાના શહેરોમાં મોટાભાગની પોસ્‍ટ ઓફિસોમાં જરૂરીયાત મુજબના પોસ્‍ટલ ઓર્ડર મળતા નથી હોતા.

નવા પોર્ટલમાં ભારતીય સ્‍ટેટ બેન્‍કને ભાગીદાર બનાવવામાં આવેલ છે પરંતુ બાદમાં તેમાં અન્‍ય સરકારી બેંકોને પણ જોડવાની યોજના છે. ત્રણ મહિના પાઇલોટ પ્રોજેકટ ચલાવ્‍યા બાદ સરકારની યોજના આ પોર્ટલને પુર્ણરૂપથી 1 એપ્રિલ 2015 લોન્‍ચ કરવાની છે.

આ પોર્ટલ થકી શરૂઆતમાં પાસપોર્ટ ફી જેવી સરકારી સેવાઓના ચુકવણાની સાથે-સાથે સરકારી નોકરીઓની પરીક્ષામાં અરજીની ફી પણ આપી શકાશે. ઠાકુરના જણાવ્‍યા પ્રમાણે પ્રારંભમાં બે મોટા મંત્રાલયો અને બે નાના મંત્રાલયોને આ પોર્ટલની સાથે જોડવામાં આવી રહ્યા છે.

પોર્ટલમાં ચુકવણાના બે વિકલ્‍પ હશે. પ્રથમ, જેમાં તમે કોઇપણ અરજીના પુર્વે જ ચુકવણું કરી શકશો. એવામાં તમને એક પાવતી (એકનોલેજમેન્‍ટ) મળશે, જેનો ઉલ્લેખ એ અરજી કરતી વેળાએ કરવાનો રહેશે, તેમાં તેનો નંબર લખવાનો રહેશે.

બીજા વિકલ્‍પ હેઠળ જયારે તમે કોઇ ઓનલાઇન અરજી કરતા હો તો ચુકવણા માટે વેબસાઇટ આ પોર્ટલ પર ખુદ લઇ જશે. અત્‍યારે અલગ-અલગ સેવાઓ માટે અલગ-અલગ પેમેન્‍ટ પોર્ટલ છે પરંતુ નવુ પોર્ટલ જયારે સંપુર્ણ રીતે કામ કરતુ થઇ જશે તો તમામ સરકારી સેવાઓ માટે ચુકવણા આના થકી જ થશે.

આ પોર્ટલનો એક લાભ એ પણ હશે કે, તમામ સરકારી સેવાઓનું ચુકવણું એક જ સ્‍થળેથી થશે. બીજી સરકારી સેવાઓ થકી આવતી આવક ઉપર નજર રાખવાનું સરળ બનશે. એક અનુમાન મુજબ આ સેવાઓથી લગભગ 4 લાખ કરોડ રૂપિયાની આવક સરકારને મળે છે જે બીનકર આવક તરીકેની હોય છે.

Source By : Oneindia

Releated Events