આજે લાભ પાંચમ : દિવાળી મહા પર્વનો છેલ્લો દિવસ

28 Oct, 2014

આજથીશહેરમાં ધંધા રોજગારની શરૂઆત થશે. લાભપાંચમના દિવસે શહેરના ધંધા-રોજગાર ધમધમતા થશે. સાથોસાથ આજે જૈનોનો પવિત્ર તહેવાર જ્ઞાનપંચમી પણ છે અને તેની પણ ખાસ રીતે પૂજા-અર્ચના કરવામાં આવશે.વાઘબારસથી શરૂ થયેલા દિવાળીના પાંચદિવસીય પર્વનો અાજે છેલ્લો દિવસ છે.
પાંચદિવસીય પર્વમાં દરેક દિવસે માતા મહાલક્ષ્મીની પૂજા-અર્ચના કરવામાં આવે છે. જેમાં લાભપાંચમના દિવસે માતા મહાલક્ષ્મીની સાથે માતા મહાસરસ્વતીની પણ પૂજા કરાશે. આજે ધંધા-રોજગારનું મુહૂર્ત કરીને આખું વર્ષ ધંધા-રોજગાર શુભદાયી નીવડે તે માટે પ્રાર્થના કરાશે.
ધુમાં આજે જૈન સમાજ દ્વારા પણ જ્ઞાનપંચમીની ઉજવણી કરાશે. જેમાં જિનાલયો ખાતે જ્ઞાનની પૂજા કરાશે. જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો જિનાલયો ખાતે ઊમટી પડશે.