બનાવટની બોલબાલા : માંગો તે લક્ઝરી બ્રાન્ડ હાજર

08 Jan, 2015

ભારતમાં નાઇક, સોની, ડેરી મિલ્ક, ફેર એન્ડ લવલી, એડીડાસ જેવી લક્ઝરી બ્રાન્ડની બનાવટી, નકલી લક્ઝરી પ્રોડક્ટ્સ મુશ્કેલી ઊભી કરી રહી છે. ભારતમાં બનાવટી લક્ઝરી પ્રોડક્ટ્સનું માર્કેટ અસલી લક્ઝરી માર્કેટ કરતાં બેગણા સ્તરે વિકસી રહ્યું છે, કારણકે ઓનલાઇન પોર્ટલ જેવા નવા વિતરણ માધ્યમથી બનાવટી પ્રોડક્ટ્સને વેગ મળી રહ્યો છે. આટલું પૂરતુંહોય તેમ ઓરિજિનલ બ્રાન્ડ્સ ઉત્પાદન કરતી હોય તેવી પ્રોડક્ટ્સ પણ જોવા મળે છે. ભારતમાં માત્ર વિદેશી બ્રાન્ડ્સ નહીં, પરંતુ દેશના મોંઘા ડિઝાઇનરવેરની પણ નકલ થાયછે, મોટાપાયે ઉત્પાદન થાય છે અને નીચા ભાવે વેચાણ થાય છે.

Loading...

Loading...