કાળુ નાણું આવ્યું તો દરેક નાગરિક બની જશે લાખોપતિ, જાણો કેવી રીતે

03 Nov, 2014

કેન્દ્ર સરકાર કાળુનાણું પરત લાવવા માટે કહી રહી છે. શું તમને ખબર છે કે જો કેન્દ્ર સરકાર કાળુનાણું વિદેશોમાંથી પરત ભારત લઇને આવે તો તેનાથી તમને શું ફાયદો થવાનો છે. લો અમે તમને જણાવી દઇએ. વિદેશી બેંકોમાં ભારતના એટલા પૈસા જમા છે કે દેશનો નાગરિક લાખોપતિ હશે. તેમાં તે પણ સામેલ હશે જેમણે લાખો રૂપિયા જોયા નથી. એટલે કે તમારી લોટરી લાગી જશે. લાખો કરોડોની કાળી કમાણી ભારતની ઘણી મોટી હસ્તીઓએ વિદેશી બેંકોમાં જમા કરી છે. કાળી કમાણી એટલી વધુ છે કે ભારતની પાસે એટલો સટીક અંદાજો પણ નથી.

કેટલા જમા છે પૈસા
સરકાર પાસે એટલો સટીક અંદાજો નથી કે વિદેશી બેંકોમાં ભારતીય લોકોના પૈસા કાળાનાણાંના રૂપમાં કેટલા પૈસા જમા છે. ઘણા અનુમાન કહે છે કે વિદેશી બેંકોમાં ભારતના અઢી લાખ કરોડ રૂપિયા જમા છે. તાજેતરમાં જ અનુમાન લગાવવામાં આવ્યું છે કે 36 હજાર કરોડ રૂપિયાનો રહ્યો. પરંતુ ઘણા જાણકારો કહે છે કે આ તો નામ માત્રનું અનુમાન છે. વિદેશી બેંકોમાં તો તેનાથી વધુ લાખ કરોડ રૂપિયા જમા છે.

કાળાનાણાંના રૂપમાં કાળી કમાણી વિદેશી બેંકોમાં જમા થવાની શરૂઆત 60-70ના દાયકામાં થઇ હતી. તે સમયે ભારતમાં રાજકીય સ્તરથી માંડીને અર્થવ્યવસ્થાના સ્તર સુધી ઉથલ પાથલ મચેલી છે.

 

Loading...

Loading...