Gujarat

બરમુંડો, ચદ્દી, ટૂંકા વસ્ત્રો પહેરનારને ડાકોર મંદિરમાં પ્રવેશ નહીં મળે

યાત્રાધામ ડાકોરના રણછોડજી મંદિરમાં હવે બરમુંડો, ચદ્દી તથા આ પ્રકારના બીજા ટૂંકા વસ્ત્રો પહેરીને પ્રવેશવા પર સખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિર્ણયનો અમલ કરાયા બાદ શુક્રવારે આવા ફેશનેબલ વસ્ત્રો પહેરીને કેટલાક યાત્રિકોને મંદિરમાં પ્રવેશવા દેવામાં આવ્યા નહોતા. તેથી હવે ડાકોર મંદિરમાં બરમુંડો તેમજ ચદ્દી જેવા ટૂંકા વસ્ત્રો પહેરનારને પ્રવેશ મળશે નહીં. મંદિર એ ધાર્મિક સ્થળ છે અને તેની ગરિમા જળવાય તે અનિવાર્ય છે. હાલમાં અંબાજી સહિત ગુજરાતના કેટલાક મંદિરોમાં આવા ટુંકા વસ્ત્રો પહેરનાર લોકોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવતો નથી. હવે ડાકોરના રણછોડજી મંદિરમાં પણ બરમુંડો અથવા ચદ્દી જેવા ટૂંકા વસ્ત્રો પહેરનાર જેન્ટસ તેમજ લેડીઝ કોઈને પ્રવેશ ન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મંદિરના દરવાજાની બહાર આ અંગેના બોર્ડ લગાવી યાત્રિકોને જાણ પણ કરવામાં આવી છે. તેથી ડાકોરના રણછોડજી મંદિરમાં હવે આ પ્રકારના ફેશનેબલ વસ્ત્રો પહેરનારે ચેતવું પડશે.

Releated News