ગિરનાર પરિક્રમા દરમ્યાન એસ.ટી. વધારાની બસો દોડાવશે

30 Oct, 2014

આગામી તા ૩ થી શરુ થનારી ગિરનારની પરિક્રમા અનુસંધાને જૂનાગઢ એસ.ટી. ડીવીઝન દ્વારા વધારાની એકસો ઉપરાંત બસ દોડાવશે. આ અંગે વિભાગીય નિયામક જયદીપ સોલંકીના જણાવ્યા અનુસાર, આવતીકાલ તા ૩૦ થી ૬ નવેમ્બર સુધી, આ બસો અમરેલી, ભાવનગર, દ્વારકા, સોમનાથ, પોરબંદર, રાજકોટ, સતાધાર અને પરબથી જૂનાગઢના રૂટ ઉપર આ બસો દોડાવાશે આ માટે રાજ્યના એસ.ટી. ડીવીઝનોમાંથી બસો મગાવવામાં આવી છે. પરિક્રમામાં લાખોની સંખ્યામાં ભાવિકો દેશભરમાંથી આવે છે. તેમની સુવિધા માટે વધારાની બસો દોડાવવાનું નક્કી કરાયું છે. તાજેતરના દિવાળીના તહેવારોમાં એસ.ટી. એ આ રીતે, રૂ. બે કરોડની આવક પાંચ દિવસોમાં મેળવી હતી.

Loading...

Loading...