એક એવું નગર જ્યાં વસે છે માત્ર સુંદર યુવતીઓ, જેઓને છે યોગ્ય પુરુષની શોધ!

30 Oct, 2014

દક્ષિણ પૂર્વ બ્રાઝીલના નોયવા ડી કોરડેરિયોમાં એક એવું નગર આવેલું, આ નગર એટલા માટે અહીં ફેમશ છે કારણ કે આ નગરમાં 600થી વધારે સુંદર યુવતીઓ રહે છે જેમની ઉંમર 20થી 35 વર્ષની વચ્ચેની છે. આપ વિચારી રહ્યા હશો કે જ્યારે અત્રે વર્ષોથી કોઇ પુરુષ નથી રહેતો તો આટલી યુવતીઓ ક્યાંથી આવી?
ખરેખર, 1890માં એક યુવતીને જબરદસ્તી એવા યુવક સાથે લગ્ન કરવા માટે મજબૂર કરી જેને તે પ્રેમ ન્હોતી કરતી. એવામાં તેણે ગુસ્સામાં આવીને પોતાનું ઘર છોડી દીધું અને અત્રે આવીને વસી ગઇ. તે સમયે આ મેદાની વિસ્તાર હતો જ્યા કોઇ રહેતું ન્હોતું. જેમાં માત્ર એત ચર્ચ હતું. કોઇની સાથે નહીં રહેવાના વિચારથી આ યુવતી અત્રે આવીને વસી ગઇ.
ચર્ચના લોકોની સાથે મળીને આ મહિલાએ અત્રે એક નવી દુનિયા સ્થાપી. જેવું અન્ય યુવતીઓને આ અંગેની જાણ થઇ તેઓ પણ અત્રે આવીને વસવા લાગી.

મહિલાઓએ એકત્રિત થઇને આખા નગરને વસાવી દીધું
ચર્ચના લોકોની સાથે મળીને આ મહિલાએ અત્રે એક નવી દુનિયા સ્થાપી. જેવું અન્ય યુવતીઓને આ અંગેની જાણ થઇ તેઓ પણ અત્રે આવીને વસવા લાગી. આ યુવતીઓમાં કેટલીક એવી પણ હતી જેને પુરુષ જાત સાથે નફરત હતી. અથવા તો તે માત્ર એકલી જ રહેવા માગતી હતી અથવા તો પોતાના બાળકોને એકલી જ ઉછેરવા માંગતી હતી. આવી યુવતીઓ અને મહિલાઓએ એકત્રિત થઇને આખા નગરને વસાવી દીધું.

પોતાના પુરુષ મિત્રોને બોલાવી શકે છે
આ મહિલાઓ એકલા હાથે ખેતી કરે છે, અને જરૂરિયાતના તમામ કાર્યો કરે છે. આ એક એવું નગર છે જેમાં મહિલાઓ પોતાની ઇચ્છાથી અઠવાડીયામાં પોતાના પુરુષ મિત્રોને બોલાવી શકે છે અને બે દિવસ સુધી તેમની સાથે રહી શકે છે.

આંગળીના વેઢે ગણાય તેટલા પુરુષો અહીં આવે છે
આંગળીના વેઢે ગણાય તેટલા પુરુષો અહીં આવે છે અને બે દિવસ બાદ જતા રહે છે. પરંતુ મોટા પાયે જોવામાં આવે તો અહીં માત્ર યુવતીયો અને મહિલાઓ જ વસવાટ કરે છે.

યુવતીઓ ખૂબ જ સુંદર
આશ્ચર્યની વાત એ છે કે અત્રે રહેનારી તમામ મહિલાઓ અને યુવતીઓ ખૂબ જ સુંદર છે.

પુરુષ મિત્રની શોધ પણ છે
અત્રે રહેનારી ઘણી યુવતીઓ મોટી થઇ ચૂકી છે અને તેમને પુરુષ મિત્રની શોધ પણ છે, પરંતુ તેમનું કહેવું છે કે તેઓ આ નગરને છોડવા નથી માંગતી.

ડેટિંગ કરવા માગે છે
અત્રેની યુવતીઓનું કહેવું છે કે તેઓ ડેટિંગ કરવા માગે છે અને ઘર પણ વસાવા માગે છે પરંતુ તેમને એવા પતિની શોધ છે જે તેમને આ જ શહેરમાં રહેવાની પરવાનગી આપે.

Loading...

Loading...