શિમલા અને કેદારમાં થઇ મૌસમની પહેલી હિમવર્ષા

13 Dec, 2014

દેશના સૌથી લોકપ્રિય પ્રવાસન સ્થળ શિમલામાં આજે મૌસમની પહેલી બરફ વર્ષા થઇ છે. આ વર્ષાને કારણે સ્થાનિકો અને પ્રવાસીઓમાં ખુશીની લહેર દોડી ગઇ છે. હિમાચાલ પ્રદેશના મેદાની અને ઉંચા પહાડવાળા વિસ્તારોમાં બરફ વર્ષા થઇ રહી છે. જેનાથી દેશમાં ઠંડીનું પ્રમાણ વધવાની આશંકાઓ છે. આ સાથે જ ચાર ધામ કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીમાં બરફ વર્ષા છઇ છે, જ્યારે બદરીનાથના પર્વતિ વિસ્તારોમાં બરફ વર્ષા થઇ છે. શિમલમાં બરફ વર્ષાના કારણે પર્યટન અને હોટલ વ્યવસાયના લોકો ઘણા ખુશ થયા છે. સુત્રોનું કહેવું છે કે શિમલા સાથે સાથે કુફરી, ફાગૂ અને નરકંડામાં બરફ વર્ષા થઇ છે.

હવામાન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે હિમાચાલ પ્રદેશમાં મંડી અને કિન્નોકના નજીક આવેલા પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થઇ રહી છે. શિમલામાં ન્યૂનતમ તાપમાન 3.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. લાહોર અને સ્પીતિ જિલ્લામાં કેલૌગ સૌથી ઠંડો વિસ્તાર થઇ ગયો છે જ્યાંનું તાપમાન હાલમાં માઇનસમાં નોંધાયું છે. તો ઉત્તરાખંડમાં સામાન્ય ઠંડીમાંથી એકાએક વાતાવરણ પરિવર્તન થઇને હિમવર્ષા થતાં ઠંડીનો પાર નીચો આવી ગયો છે.

Loading...

Loading...