Gujarat

નોકરી, ધન, વૈભવ બધુ આપી શકે છે બુધદેવ, આજથી શરૂ કરો ઉપાય

- બુધ ગ્રહ બુદ્ધિ, નોકરી, વેપાર વગેરેનો કારક છે, બુધ ગ્રહ નબળો હોય ત્યારે અશુભ ફળ પ્રદાન કરે છે
- બુધ બળવાન હોય ત્યારે જાતકને આ બધામાં શુભ ફળ મળે છે

બુધ ગ્રહના ગ્રહોમાં રાજકુમારની ઉપાધી આપવામાં આવી છે. બુધ ભગવાન વિષ્ણુનું પ્રતિનિધિત્વ કહેવામાં આવે છે. એટલા માટે ધન, વૈભવ વગેરે સંબંધમાં બુધને જોડીને જોવામાં આવે છે. બુધની દિશા ઉત્તર છે તથા ઉત્તરની દિશા કુબેરનું પણ સ્થાન છે. બુધ સાથે જોડાયેલ મહત્વપૂર્ણ ગુણ ધર્મ છે. અનુકૂળનશીલતા દરેક સ્થિતિમાં પોતાને ઢાળીદેવા તે માત્ર બુધ પ્રધાન વ્યક્તિત્વ કરી શકે છે. બુધને અનેક મહત્વપૂર્ણ તથ્યોનો કારણ માનવામાં આવ્યો છે. જેમ કે વાણી, બુદ્ધિ, ત્વચા, મસ્તિષ્કની તંત્રિકા તંત્ર વગેરે. જન્મ કુંડળીમાં બુધ અશુભફદાયી હોય તો ભગવાન વિષ્ણુનું ધ્યાન કરીને શુક્લ પક્ષના બુધવારથી શરૂ કરી 9000ની સંખ્યામાં બીજમંત્રોનો જાપ કરવો જોઈએ.

બુધદેવની જન્મ કથાઃ-
 
બુધ ગ્રહની ઉત્પત્તિનું વર્ણન પદ્મ, મત્સ્ય, માર્કંડેય, વિષ્ણુ તથા બ્રહ્મ પુરાણોમાં જોવા મળે છે. જગતપિતા બ્રહ્માજીના પુત્ર અત્રિ હતા. અત્રિના પુત્ર ચંદ્રમા થયા. જેમને બ્રહ્માજીએ નક્ષત્રો તથા ઔષધીઓના અધિપતિ બનાવ્યા. ચંદ્રએ રાજસૂય યજ્ઞના અનુષ્ઠાનથી દુર્લભ ઐશ્વર્ય તથા સન્માન મેળવ્યું હતું. તેના મદમાં તેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ અને તેણે અનીતિપૂર્વક દેવગુરુ બૃહસ્પતિ (ગુરુ)ની પત્ની તારાનું અપહરણ કર્યું. દેવો તથા ઋષિ-મુનિઓએ ચંદ્રને સમજાવવાના ઘણા પ્રયત્ન કર્યા, પરંતુ કામના પ્રભાવને કારણે તેમણે કોઈનું ન માન્યું. છેલ્લે દેવરાજ ઇન્દ્ર, રુદ્ર તથા દેવસેનાએ દેવગુરુને ન્યાય અપાવવા માટે ચંદ્ર પર ચઢાઈ કરી. બૃહસ્પતિના વિરોધી હોવાને કારણે શુક્રાચાર્યે દાનવો સહિત ચંદ્રમાનો પક્ષ લીધો. તારકમય નામનો ભીષણ સંગ્રામ થયો. સંપૂર્ણ બ્રહ્માંડ આ ભયાનક દેવાસુર સંગ્રામથી પીડાવા લાગ્યું, ત્યારે બ્રહ્માજીએ મધ્યસ્થતા કરીને બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવવાના પ્રયત્નો કર્યા તથા દેવગુરુને તેમની પત્ની સોંપી.
 
જ્યારે તારા પોતાના પતિ પાસે આવી ત્યારે તે ગર્ભવતી હતી. આ જાણીને બૃહસ્પતિ ખૂબ જ ક્રોધે ભરાયા. તેમણે તારાને ગર્ભ ત્યાગવાનો આદેશ આપ્યો. પતિના આદેશનું પાલન કરતાં તેણે ગર્ભનો ત્યાગ કર્યો. તે બાળક ખૂબ જ સુંદર અને તેજસ્વી હતું. દેવતાઓના પ્રશ્ન કરવા પર તારાએ જણાવ્યું કે આ બાળકના પિતા ચંદ્રમા છે. આ સાંભળીને ચંદ્રએ બાળકને અપનાવી લીધું અને તેનું નામ બુધ રાખ્યું. બ્રહ્માજીએ બુધને નવગ્રહ મંડળમાં સ્થાન આપ્યું. જ્યોતિષશાસ્ત્રમાં બૃહસ્પતિની બુધ સાથે શત્રુતાનું કારણ આ જ કથામાં છુપાયેલું છે.

બુધનું સ્વરૂપ તથા પ્રકૃતિ-
 
મત્સ્ય પુરાણ અનુસાર બુધ કરેણના પુષ્પ જેવી કાંતિવાળા, પીળા રંગના પુષ્પ તથા વસ્ત્ર ધારણ કરનાર મનોહર સ્વરૂપવાળા છે. જ્યોતિષશાસ્ત્રના ગ્રંથો બૃહદ પારાશર, સારાવલી, ફળદીપિકા અનુસાર બુધ સુંદર, હાસ્યપ્રિય, વાત-પિત્ત-કફ પ્રકૃતિના, કાર્ય કરવામાં ચતુર, મધુર ભાષી, રજોગુણી, વિદ્વાન, કલામાં કુશળ, શ્યામ રંગના તથા લીલા રંગનાં વસ્ત્ર ધારણ કરનારા છે.
 
જ્યોતિષશાસ્ત્રમાં બુધઃ-
 
જ્યોતિષશાસ્ત્રમાં બુધને સૌમ્ય ગ્રહની શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે. રાશિ મંડળમાં તેને મિથુન અને કન્યા રાશિનું સ્વામિત્વ મળ્યું છે. બુધ પોતાના સ્થાનથી સાતમા સ્થાનને પૂર્ણ દૃષ્ટિથી જુએ છે. તે સૂર્ય તથા શુક્ર સાથે મૈત્રી, મંગળ, ગુરુ તથા શનિ સાથે સમ તથા ચંદ્ર સાથે શત્રુ સંબંધ ધરાવે છે.
 
કારકત્વ-
 
બુધ બુદ્ધિ, વિદ્યા, ચતુરાઈ, મામા, મિત્ર, વાણી, ત્વચા, લીલા પદાર્થ, પન્ના, દૂત, કર્મ, હાસ્ય, જ્યોતિષ વિદ્યા, ગણિત, કલા-કૌશલ, નોકરી, વેપાર, લેખન, સંચારનાં સાધન, યંત્ર-મંત્ર-તંત્ર, કૂટનીતિ, શિક્ષણ, પુસ્તક વિક્રેતા, આડત-દલાલી વગેરેનો કારક હોય છે.

રત્ન ધારણઃ
 
બુધનું લીલા રંગનું રત્ન પન્ના સોના અથવા ચાંદીની વીંટીમાં આશ્લેષા, જ્યેષ્ઠા, રેવતી નક્ષત્રોમાં જડાવીને બુધવારના દિવસે સૂર્યોદય પછી પુરુષે જમણા હાથની તથા સ્ત્રીઓએ ડાબા હાથની કનિષ્ઠિકા આંગળીમાં ધારણ કરવી જોઈએ. વીંટી ધારણ કરતા પહેલાં બુધ મંત્રનો ૧૦૮ વખત જાપ કરીને તેની પ્રાણ-પ્રતિષ્ઠા કરવી.
 
દાન, વ્રત અને જપઃ બુધવારના દિવસે કપૂર, ઘી, ખાંડ, લીલા રંગનું વસ્ત્ર અને ફળ, કાંસાનું વાસણ, આખા મગ વગેરેનું દાન કરવું. તુલસીને જળ ચઢાવીને ત્યાં દીવો પ્રગટાવવો તથા શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામસ્તોત્રનો પાઠ કરવો પણ શુભ રહે છે. બુધવારના દિવસે ઉપવાસ કરવો. બુધ મંત્ર 'ॐ ब्रां ब्रीं ब्रौं स: बुधाय नम:।' મંત્રનો એક હજાર વખત જાપ કરવો.

બુધ અને રોગ-
 
જન્મકુંડળીમાં બુધ અસ્ત, નીચ અથવા શત્રુ રાશિમાં હોય કે પાપગ્રહોથી યુક્ત હોય તો જાતકને ઉદર રોગ, ત્વચા વિકાર, તાવ, ગળાના રોગ, કાન તથા નાકના રોગ, પાંડુરોગ, સંગ્રહણી, માનસિક રોગ વગેરે જેવા રોગ થાય છે.
 
ફળ આપવાનો સમય-
 
બુધ પોતાનું શુભાશુભ ફળ ૩૨થી ૩૬ વર્ષની ઉંમરે અને પોતાની દશાઓ તથા ગોચરમાં પ્રદાન કરે છે. કુમાર અવસ્થા પર તેનો અધિકાર માનવામાં આવે છે.
 
બુધ ગ્રહની શાંતિના ઉપાય-
 
જો જન્મકુંડળીમાં બુધ નિર્બળ હોવાને કારણે અશુભ ફળ આપનારો હોય તો તેને બળવાન બનાવવાના ઉપાયો કરવા જોઈએ. તેનાથી બુધ બળવાન બની શુભ ફળ પ્રદાન કરે છે.

Releated News