આ ટેણીયાએ 5 વર્ષની ઉંમરે જ પાસ કરી લીધી માઈક્રોસોફ્ટ કોમ્પ્યુટરની ટેસ્ટ, જાણો શું છે રહસ્ય

14 Nov, 2014

સામાન્ય રીતે પાંચ વર્ષની ઉંમરના બાળકો પ્રાઈમરી સ્કુલમાં 'A for Apple' અને 'B for Ball' સીખતા હોય છે પરંતુ લંડનના કોવેંટ્રીમાં રહેતા અયાન કુરેશીએ આ ઉંમરમાં સી ફોર કોમ્પ્યુટરમાં એક આગવી સીદ્ધી મેળવી લીધી છે. તેણે બર્મિધમ સિટી યુનિવર્સિટીમાં માઈક્રોસોફ્ટ વિન્ડોઝ 8.1 કોમ્પ્યુટર ટેસ્ટ પાસ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે.

આ ટેસ્ટને પાસ કરવામાં તે દુનિયાનો સૌથી નાની ઉંમરનું બાળક અને માઈક્રોસોફ્ટ સર્ટિફાઈડ પ્રોફેશનલ બની ગયા છે. આ ટેસ્ટ પાસ કરવા માટે તેણે માત્ર પાંચ મહિના ઘરે જતેના પિતા પાસે ટ્રેનીંગ લીધી હતી. તેણે પાકિસ્તાનના મેહરાજ યાવરનો રેકોર્ડ તોડી દીધો છે. તેણે છ વર્ષની ઉંમરમાં આ ટેસ્ટ પાસ કર્યો હતો. અયાનના પિતા પણ પાકિસ્તાની છે પરંતુ 2009માં તે લંડન જઈને સ્થાઈ થયા હતાં.

અયાનના પિતાએ તેને હાર્ડવેર અને સોફ્ટવેર ઈન્સ્ટોલ કરતા શીખવાડ્યું હતું. અયાનનું ઝુનુન જોઈને તેમણે ઘમાં જ લેબોરેટરી ખોલી દીધી હતી. તે જ્યારે આ ટેસ્ટ આપવા પહોંચ્યા ત્યારે યુવા લોકોની વચ્ચે તે એક માત્ર બાળક હતો. યુનિવર્સિટી વાળાએ પણ માઈક્રોસોફ્ટની ભલામણના કારણે તેને પરીક્ષામાં બેસવા દીધો હતો. તેણે સમય પહેલા જ આ ટેસ્ટ કમ્પલીટ કરી લીધી હતી અને તેણે કહ્યું હતું કે તે તેના પિતાના કારણે જ તે આ જગ્યાએ પહોંચી શક્યો હતો.