આ રીતે ભોજન કરવાથી વધશે ઉંમર, દેવી-દેવતાઓની પણ મળશે કૃપા

04 Jun, 2015

 ભોજન કરતી વખતે જો અમુક વાતોનું ધ્યાન રાખવામાં આવે તો સ્વાસ્થ્ય લાભની સાથે સાથે દેવી-દેવતાઓની કૃપા પણ પ્રાપ્ત કરી શકાય છે. આજે આપણે વાત કરીશું શાસ્ત્રોમાં જણાવેલી ભોજન સાથે જોડાયેલી અમુક એવી જ પ્રાચીન માન્યતાઓની જેનું ભોજન કરતી વખતે ધ્યાન રાખવું જોઈએ...

1. આ ઉપાય કરવાથી વધે છે ઉંમર
 
ભોજન કરતા પહેલા પાંચ અંગો (બંને હાથ, બંને પગ અને મુખ)ને સારી રીતે ધોઈ લેવા જોઈએ. તેના પછી જ ભોજન કરવું જોઈએ. ભીના પગની સાથે ભોજન ગ્રહણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ભીના પગ શરીરના તાપમાનને નિયંત્રિત કરે છે, તેનાથી આપણાં પાચનતંત્રની સંપૂર્ણ ઉર્જા ભોજનને પચાવવામાં લાગી જાય છે. પગ ભીના કરવાથી શરીરની વધારી ગર્માહટ ઓછી થાય છે, જે ગેસ અને એસિડિટીની શક્યતાઓને ખતમ કરી દે છે. તેનાથી સ્વાસ્થ્ય લાભ થવાની સાથે-સાથે ઉંમર પણ વધે છે.
 
2. ભોજન ગ્રહણ કરતી વખતે દિશાઓનું ધ્યાન રાખો
 
પૂર્વ અને ઉત્તર દિશાની તરફ મુખ કરીને ભોજન ગ્રહણ કરવું જોઈએ. આ ઉપાયથી આપણાં શરીરને ભોજન દ્વારા મળવાવાળી ઉર્જા પૂર્ણ રૂપથી પ્રાપ્ત થાય છે.
દક્ષિણ દિશાની તરફ મુખ કરીને ભોજન ગ્રહણ કરવું અશુભ માનવામાં આવ્યું છે.
પશ્ચિમ દિશાની તરફ મુખ કરીને ભોજન કરવું અશુભ માનવામાં આવે છે, તેનાથી રોગોમાં વૃદ્ધિ થાય છે.
 
3. આ સ્થિતિમાં ભોજન ન કરવું જોઈએ
 
ક્યારેય પણ પથારીમાં બેસીને ભોજન ન કરવું જોઈએ.
જમવાની થાળીને હાથમાં લઈને ભોજન ન કરવું જોઈએ.
ભોજન કાયમ જમીન પર અથવા ટેબલ ખુરશી પર બેસીને જ ગ્રહણ કરવું જોઈએ.
થાળીને કોઈ બાજોટ અથવા લાકડાના પાટલા ઉપર રાખીને ભોજન કરવું જોઈએ.
વાસણ સાફ હોવા જોઈએ તથા તે ક્યાંયથી પણ તૂટેલા હોય તો તેમાં ભોજન ન કરવું જોઈએ.
 
4. ભોજન કરતા પહેલા આ ઉપાયો પણ કરો
 
ભોજન ગ્રહણ કરતા પહેલા અન્ન દેવતા, અન્નપૂર્ણા માતાનું સ્મરણ કરવું જોઈએ.
દેવી-દેવતાઓનો ભોજન માટે આભાર વ્યક્ત કરતા ભોજન ગ્રહણ કરવું જોઈએ. સાથે જ ભગવાનને પ્રાર્થના પણ કરવી જોઈએ કે બધા ભૂખ્યાંને ભોજન પ્રાપ્ત થાય.
ક્યારેય પણ પીરસાયેલા ભોજનની નિંદા ન કરવી જોઈએ, તેનઆથી અન્નનું અપમાન થાય છે.
 
5. ભોજન બનાવવાવાળા વ્યક્તિએ ધ્યાન રાખવી જોઈએ આ વાતો
 
રસોઈ બનાવનાર વ્યક્તિએ સ્નાન કરીને અને સંપૂર્ણ રીતે પવિત્ર થઈને જ ભોજન બનાવવું જોઈએ.
રસોઈ બનાવતી વખતે મન શાંત રાખવું જોઈએ. સાથે જ આ દરમિયાન કોઈની પણ બુરાઈ ન કરવી જોઈએ.
શુદ્ધ મન સાથે રસોઈ બનાવશો તો ભોજન સ્વાદિષ્ટ બનશે અને અન્નનો અભાવ પણ નહીં આવે.
રસોઈ બનાવવાનું શરૂ કરતા પહેલા ઈષ્ટદેવનું ધ્યાન કરવું જોઈએ. કોઈ દેવી-દેવતાઓના મંત્રના જાપ પણ કરી શકાય છે.
 
6. આ ભાવની સાથે ન ગ્રહણ કરવું ભોજન
 
ભોજન કરતી વખતે આપણાં મનમાં કોઈ પણ વ્યક્તિના પ્રત્યે ઈર્ષ્યાનો ભાવ ન હોવો જોઈએ.
ડરતા-ડરતા પણ ભોજન ન કરવું જોઈએ.
જો આપણે કોઈ વાત ઉપર ક્રોધિત છીએ તો ક્રોધના ભાવની સાથે પણ ભોજન ગ્રહણ ન કરવું.
જો મનમાં બીજાની સંપત્તિ અથવા ધનનું લાલચ જાગી ગયું હોય તો આ ભાવ સાથે પણ ભોજન ન કરવું જોઈએ.
આ ભાવ સાથે કરેલું ભોજન ન તો સરખી રીતે પચે છે અને ન તો તે આપણાં સ્વાસ્થ્ય માટે લાભદાયક હોય છે.