ફેસબુક પર ભારતનો દબદબો, અમેરિકા પછી નંબર 2

18 Dec, 2014

સોશિયલ મીડિયા એ વિચારોની અભિવ્યક્તિની દુનિયાની સૌથી વિશાળ માધ્યમ તરીકે ઉભરી આવ્યું છે અને ભારત સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનાર અમેરિકા પછી બીજા નંબરનો દેશ છે. સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકનો ઉપયોગ કરનાર લોકોની સંખ્યા અમેરિકા પછી સૌથી વધારે ભારતીયો આવે છે. અમેરિકા પછી સૌથી વધારે ફેસબુકનો ઉપયોગ કરનાર યુઝર્સ ભારતમાં છે. ભારતમાં ફેસબુકનો ઉપયોગ કરનાર લોકોની સંખ્યા 11.2 કરોડ સુધી પહોંચી ગઇ છે, જે અમેરિકા પછી દુનિયામાં સૌથી વધારે છે. ગયા વર્ષે ભારતમાં સક્રિય ફેસબુક યુઝર્સની સંખ્યા 10 કરોડ હતી જે સપ્ટેમ્બર મહિનામાં 11.2 કરોડ સુધી પહોંચી ગઇ છે. ફેસબુક યુઝર્સની સંખ્યા છે અને ભારતમાં રોજના 5.2 કરોડ લોકો ફેસબુક ઉપર સક્રિય થાય છે. તો દુનિયા ભરમાં ફેસબુક યુઝર્સની સંખ્યા 135 કરોડ છે અને જે રોજના 86.4 કરોડ લોકો સક્રિય થાય છે.

અમેરિકાની બહાર ફસબુકનો ઉપયોગ કરનાર લોકોની સંખ્યા સૌથી વધારે ભારતમાં છે અને રોજના 4.5 કરોડ લોકો મોબાઇલ ફેસબુકનો ઉપયોગ કરે છે. 11.2 કરોડ ભારતી ફેસબુક યૂઝર્સમાંથી 9.9 કરોડ યુઝર્સ મહીનામાં ઓછામાં ઓછું એક વખત પોતાના મોબાઇલમાં ફેસબુક શરૂ કરે છે તો બીજી તરફ 4.5 કરોડ લોકો ફેસબુકનો રોજ ઉપયોગ કરે છે. હાલમાં કરવામાં આવેલા એક અભ્યાસ પ્રમાણે 77 ટકા ફેસબુક યુઝર્સ 13 થી 14 વર્ષના છે. આ યુઝર્સમાંથી 63 ટકા લોકોએ એવું સ્વીકાર્યું હતું કે તેઓ ટીવીને છોડીને મોબાઇલ ઉપર ફેસબુકને પ્રાથમિકતા આપે છે. આ અભ્યાસમાં સામે આવ્યું છે કે યુવાનો સાંજે ટીવી જોવાની સાથે ફેસબુકનો પણ ઉપયોગ કરતા હોય છે.

Loading...

Loading...