હવે બેટ દ્વારકા હોડીમાં નહીં જવું પડે કારણ કે...

02 Jan, 2015

હાલમાં મળી રહેલા અહેવાલ પરથી માહિતી મળી છે કે બેટ દ્વારકા અને ઓખા વચ્‍ચે મુંબઈના બાંદરા-વરલી સી લીંક જેવો એક પૂલ બનાવવાનો ગુજરાત સરકારે નિર્ણય લીધો છે. આ પૂલ પાછળ કુલ 400 કરોડનો ખર્ચ થશે. બે કિ.મી. લાંબો આ પૂલ 2016માં તૈયાર થઈ જશે અને પ્રવાસીઓ ઓખાથી બેટ દ્વારકા મોટરમાં જઈ શકશે. અત્‍યાર સુધી બેટ દ્વારકા જવા માટે હોડીમાં બેસીને જવુ પડે છે. દેશ માટે આકર્ષણનું કેન્‍દ્ર બનેલ મુંબઈના બાંદરા-વરલી સી લીંક જેવો જ આ પૂલ બનશે.

ઓખા અને બેટ દ્વારકાને જોડતા આ પૂલનો ફીઝીબીલીટી અભ્‍યાસ પૂરો થઈ ગયો છે અને એવુ જણાવ્‍યુ છે કે, આ પૂલ બાંધવામાં કોઈ ટેકનીકલ કે નાણાકીય સમસ્‍યા ઉભી થાય તેમ નથી. ટૂંક સમયમાં આ પૂલનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવશે અને 2016ના પ્રારંભે તે પૂર્ણ પણ થઈ જશે. આ પ્રોજેક્ટ અંગે જવાબદાર વ્યક્તિએ માહિતી આપી છે કે આ સી લીંક અંગેની દરખાસ્‍ત ગુજરાત સરકારને મોકલવામાં આવી હતી બાદમાં સરકારે તે માર્ગ અને બિલ્‍ડીંગ વિભાગને સોંપ્‍યુ હતું જે મંજુર કરી દેવામાં આવેલ છે. આ પ્રકારનો આ ગુજરાતનો સૌ પ્રથમ પૂલ હશે.

નોંધનીય છે કે, બેટ દ્વારકા દ્વારકાથી 36 કિ.મી. દૂર છે અને તે ભગવાન કૃષ્‍ણનું કીંગડમ ગણાય છે. જે પહોંચવા ઓખાથી બોટમાં બેસીને જવુ પડે છે.  બેટ દ્વારકામાં ભગવાન કૃષ્‍ણનું સુંદર મંદિર છે અને કહેવાય છે કે, ભગવાન કૃષ્‍ણ અહીં રાણી રૂક્ષ્મણી સાથે વધુ સમય રહ્યા હતા.

Loading...

Loading...