અમદાવાદમાં ઈન્ડિયન હેન્ડવર્ક શીખવા આવ્યા ફોરેન સ્ટુડન્ટ્સ

03 Dec, 2014

નેશનલ ઇન્સ્ટિ‌ટયુટ ઓફ ડિઝાઇન, અમદાવાદમાં જર્મની, ફ્રાન્સ,સ્વિટ્ઝર્‍લેન્ડ, યુ.કે અને સ્વિડનનાં 15-20 વિદ્યાર્થીઓ એક્સચેન્જ સ્ટડીઝ આવ્યાં છે. ફોરેનમાં ડિઝાઇનિંગનાં પર્સપેક્ટિવ્ઝમાં અને ભારતમાં ડિઝાઇનિંગ અને ઇન્ડસ્ટ્રીનાં પર્સપેક્ટિવ્ઝ વચ્ચેનો ભેદ જોઈને પોતે એનઆઇડી પર પસંદગી ઉતારી હોવાનું કહ્યું હતું. ફોરેનમાં કોમ્પ્યુટર બેઝ્ડ વર્ક અને ડિઝાઇનિંગ થાય છે જ્યારે ભારતમાં અમે જોયું કે ડિઝાઇન ઇન્સ્ટિટયુટ્સ અને ઇન્ડસ્ટ્રીમાં હેન્ડવર્ક અને હેન્ડમેડ વસ્તુઓનું ચલણ વધારે હોય છે, જેમાં ખરેખરી ક્રિએટિવિટી બહાર આવતી હોય છે.

આ વિશે વાત કરતાં બર્લિ‌ન, જર્મનીમાં ઇન્ટિરિયર ડિઝાઇનિંગનો અભ્યાસ કરતી સુઝાન ક્રેપલિને જણાવ્યું હતું કે, ભારતીય ડિઝાઇન વિશે વાત કરીએ તો હેન્ડવર્ક અને ક્રાફ્ટ્સ મને ખૂબ આકર્ષતા હતાં. જેથી એક્સચેન્જ પ્રોગ્રામની વાત આવી ત્યારે મેં એનઆઇડી પર પસંદગી ઉતારી.અહીંયા હું હાલ ટકાઉ ફર્નિ‌ચર વિશે શીખી રહી છું. વળી, અહીંયા ટેક્સટાઇલ,મેટલ, હેન્ડક્રાફ્ટ વિશે ઊંડાણમાં શીખવા મળી રહ્યું છે.

જ્યારે ઇન્ડસ્ટ્રી ડિઝાઇનનો વિદ્યાર્થી બેન સ્કાફેરે જણાવ્યું કે, હું અમદાવાદ શહેરનું ફાયરબ્રિગેડ સ્ટેશન જોવા ગયો હતો અને જાણવા ગયો હતો કે અહીંયા શહેરનું સ્ટ્રક્ચર કયા પ્રકારનું છે અને અમે ત્યાં લોકોનાં ઇન્ટરવ્યુઝ પણ કર્યાં હતાં. ત્યારે મેં જોયું કે, સ્ટ્રક્ચર અને ટેકનોલોજી ચોક્કસથી વિકસિત છે. પરંતુ હજુ પણ તેમાં વિકાસને અવકાશ છે, હજુ પણ કેટલીક ટેકનોલોજીને ઉમેરી શકાય તેમ છે.

નેટ પર ભારતીય ડિઝાઇન જોઇને ઇમ્પ્રેસ થઇ

મેં જોયું છે કે ભારતીય વિદ્યાર્થીઓની ડિઝાઇનિંગ સ્ટાઇલ જુદી છે, અહીંયા તેઓ તેમનાં મગજમાં જે ડિઝાઇન્સ હોય તેને ડ્રોઇંગ કરીને પછી તેની બનાવટમાં લાગે છે. જે બનાવટનાં સમયે ઘણું સહેલું રહે છે. જ્યારે અમારા વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર બેઝ્ડ ડિઝાઇન્સ બનાવે છે. હું મૂળ અહીંયા રહીને ડ્રોઇંગ પર વધારે પ્રેક્ટિસ કરીશ. અત્યાર સુધી ભારતીય સંસ્કૃતિનાં એનઆઇડીમાં ક્લાસિસ થયાં,જેમાં મેં જોયું કે અહીંયા ટ્રાયબલ ડિઝાઇન્સ અત્યંત રસપ્રદ અને સુંદર છે. હું આગળ તેમાં રિસર્ચ કરવા માગું છું.
- નિકોલ પ્લોક

પેકેજિંગ ડિઝાઇનિંગ શીખવું

ભારતીયો એવી ડિઝાઇન્સ બનાવે છે જે માત્ર લક્ઝરી નથી, પરંતુ ખરેખર જરૂરિયાતની વસ્તુઓ છે જે મારે શીખવું છે. જર્મનીમાં ડિઝાઇનર્સ એવી ડિઝાઇન્સમાં માત્ર ઇમ્પ્રોવાઇઝેશન હોય છે અને લક્ઝરી માટે બનાવાય છે. હું અહીંયાથી પેકેજિંગ ડિઝાઇનિંગ શીખીને જઇશ, કારણ કે વિશ્વમાં વેસ્ટ મેનેજમેન્ટનો મુદ્દો ખૂબ જ ગંભીર છે.
એલેક્ઝાન્ડ્રા મેથિસે