એક મિસ્ડ કોલથી પતાવો બેન્કના આ કામ, મોબાઈલ પર મળશે માહિતી

05 Oct, 2015

 ગ્રાહકો માટે હવે બેન્કિંગ એકદમ સરળ બની રહ્યું છે. બેન્કો હવે તેમના ગ્રાહકોને ઓનલાઈન બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગની સર્વિસ આપી રહી છે. તેનાથી તમે સરળતાથી એકાઉન્ટ બેલેન્સ જાણી શકો છે, મિની સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરી શકો છો કે એટીએમ ખોવાઈ જવાના સંજોગોમાં અરજી પણ કરી શકો છે. મોબાઈલ બેન્કિંગ દ્વારા તમે ક્યા કામ પતાવી શકો છો તે અંગે મનીભાસ્કર તમને જણાવી રહ્યું છે. મોબાઈલ દ્વારા બેન્કની સર્વિસ લેવા માટે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી બેન્કને એક મિસ્ડકોલ કરવો પડશે. આ સર્વિસ ફ્રી છે.

 
શું છે પદ્ધતિ
 
તમે જેવા બેન્ક દ્વારા આપવામાં આવેલા નંબર પર ફોન કરશો તો પ્રથમ રિંગ બાદ ફોન કટ થઈ જશે અને થોડા સમયબાદ એસએમએસ દ્વારા તમને જાણકારી મળશે. જો તમારો મોબાઈલ નંબર ખાતાની સાથે રજિસ્ટર્ડ નહીં થયેલો હોય તો આ સુવિધાનો લાભ તમે નહીં મેળવી શકો. આ સુવિધાનો લાભ લેવા માટે તમારો મોબાઈલ નંબર બેન્કમાં રજિસ્ટર્ડ થયેલો હોવો જરૂરી છે.
 
એસબીઆઈ આપી રહી છે આ સુવિધા
 
ભારતીય સ્ટેટ બેન્ક તેના ગ્રાહકોને મોબાઈલ દ્વારા અનેક પ્રકારની સુવિધાઓ આપે છે. આ બેન્કમાં તમે તમારો નંબર સીધો જ રજિસ્ટર્ડ કરાવી શકો તેવી પણ સુવિધા છે. નંબર રજિસ્ટર કરાવવા માટે તમારે એક એસએમએસ કરવાનો હોય છે. તમારે મેસેજ બોક્સમાં (REG Space A/C ) એટલે REG લખી સ્પેસ આપ્યા બાદ એકાઉન્ટન નંબર લખવો પડશે. આ મેસેજને 09223488888 નંબર પર મોકલવો પડશે. જે બાદ તમારો મોબાઈલ નંબર રજિસ્ટર્ડ થઈ જશે. આ રીતે બેલેન્સ ઈન્કવાયરી માટે તમારે મેસેજ બોક્સમાં BAL લખીને તેને 09223766666 નંબર પર મોકલવો પડશે.
 
મિની સ્ટેટમેન્ટ માટે MSTMT ટાઈપ કરીને 09223866666 નંબર પર મોકલવો પડશે.
 
જો તમારું એટીએમ કાર્ડ ખોવાઈ જાય કે ચોરી થઈ જાય તો તેને બ્લોક કરાવવા માટે તમારે મેસેજ બોક્સમાં BLOCK લખીને એટીએમ કાર્ડના છેલ્લાં ચાર આંકડા લખવા પડશે. આ મેસેજને 567676 પર મોકલવો પડશે.
 
કાર, હોમ લોનની જાણકારી માટે CAR or HOME લખીને 09223588888/567676 पर SmS કરવો પડશે.