શા માટે જરૂરી છે ગણપતિનું વિસર્જન? પાણીમાં જ વિસર્જન કેમ?

25 Sep, 2015

દરેક દેવી-દેવતાઓમાં ગણેશજીને સૌ પ્રથમ પૂજનીય માનવામાં આવે છે. દરેક મંગળ કાર્યમાં ગણપતિને પ્રથમ મનાવવામાં આવે છે અને તેમની પૂજા પછી જ અન્ય દેવી-દેવતાઓની પૂજા કરવામાં આવે છે. ગણેશોત્સવમાં ભક્તો ગણપતિને અનેક પ્રકારે લાડ લડાવે છે પણ બહુ ઓછા ભક્તો જાણતા હશે કે ગણેશોત્સવ બાદ ભગવાન ગણપતિને જળમાં જ કેમ વિસર્જિત કરવામાં આવે છે. 
 
-ભગવાન ગણેશને બુદ્ધિનાં દેવ માનવામાં આવે છે. આ કારણે તેમનું પૂજન સૌથી પહેલા કરવામાં આવે છે જેથી વ્યક્તિની બુદ્ધિ જાગૃત અને તીવ્ર રહે અને તેમનાં કામમાં વિઘ્ન નથી આવતાં. 
 
-ગણપતિ પૂજા બુદ્ધિ અને વિદ્યા માટે કરવામાં આવે છે જેથી આપણાં કામમાં અડચણો ના આવે. બીજું કારણ છે પૃથ્વીનાં પ્રમુખ તત્વોમાં ગણપતિને જળને અધિપતિ માનવામાં આવે છે.
 
-ગણપતિને આ કારણે બુદ્ધિનાં દેવ પણ માનવામાં આવે છે કારણ કે આ એક વૈજ્ઞાનિક તથ્ય છે કે મનુષ્યનાં મસ્તિષ્કમાં અધિકાંશ તરળ ભાગ જ છે. આ માટે તો ગણપતિને ગણેશોત્સવ બાદ જળમાં વિસર્જિત કરવામાં આવે છે કારણ કે જળ એ ગણપતિનું નિવાસ સ્થાન માનવામાં આવે છે.
 
-મનુષ્યની ઉત્પતિ જળથી માનવામાં આવી છે. ભગવાનનો પહેલો અવતાર (મત્સ્ય અવતાર) પાણીમાં જ અવતરિત થયો હતો. આ માટે જળને પણ માનવ સંસ્કૃતિમાં પ્રથમ પૂજ્ય માનવામાં આવે છે. ભગવાન ગણપતિ જળ તત્વનાં અધિપતિ દેવતા છે આ માટે તેમને પ્રથમ પૂજ્ય માનવામાં આવે છે.
 
- કોઈ જળસ્ત્રોતમાં પાણી ઓછું હોય તો ત્યાં ગણપતિ મૂર્તિઓ ઉપર જળસ્ત્રોતનું પાણી છાંટીને સાંકેતિક વિસર્જન કરી શકાય 
 
-આપણા તહેવારો સાથે અનેક લોકકથાઓ પણ જોડાયેલી હોય છે. દરેક તહેવારની સાથે કોઈ એવી પરંપરા પણ હોય જ છે. જે હવે સમયની સાથે બદલી શકાય છે. એવી જ એક પરંપરા છે ભગવાન ગણપતિની મૂર્તિને તળાવ કે નદીમાં વિસર્જન કરવાની છે. પાણીમાં ગણપતિનો નિવાસ માનવામાં આવે છે, સૃષ્ટિના પંચતત્વોમાંથી જળ તત્વના અધિપતિ પણ ગણેશને માનવામાં આવ્યા છે. આ કારણે તેમનું પાણીમાં વિસર્જન કરવામાં આવે છે.
 
-હાલ દેશમાં અનેક નાના-મોટા શહેરોમાં પાણીની ખોટને લીધે જળસ્ત્રોત પણ સૂકાતા જઈ રહ્યા છે. ધાર્મિક ભાવનાઓને કારણે લોકો પણ ગણપતિની મૂર્તિને જળ સ્ત્રોતમાં જ વિસર્જન કરે છે. આ કારણે મૂર્તિઓની માટીને લીધે જળસ્ત્રોત ખરાબ થાય છે. આપણા ધર્મ ગ્રંથોમાં ક્યાંય પણ આ વાત ઉપર જોર દેવામાં નથી આવતુ કે ગણપતિનું વિસર્જન પાણીમાં જ કરવામાં આવે. હા, આ વાત જરૂર કહેવામાં આવી છે કે, જે મૂર્તિઓ પાણીમાં વિસર્જન કરવામાં આવે તે બાલૂ રેતની બનાવેલી હોય, નહીં કે માટીની. બાલૂ રેત વહીને નદી કે તળાવના કિનારા ઉપર આવી જશે પરંતુ માટી તળવા કે ચટ્ટાઓમાં ચોટી જાય છે. તેની ઉપર કરવામાં આવેલ કેમિકલનો રંગ-રોગાન પણ પાણીને નુકસાન પહોંચાડી શકે છે.
 
-અનેક વિદ્વાનોનું માનવું છે કે જો તમારા વિસ્તારમાં પાણીની ખોટ હોય તો, કે કોઈ જળસ્ત્રોતમાં પાણી જ ઓછું હોય તો ત્યાં ગણપતિ મૂર્તિઓ ઉપર જળસ્ત્રોતનું પાણી છાંટીને સાંકેતિક વિસર્જન કરી શકાય છે. અનેક શહેરોમાં પર્યાવરણનું રક્ષણ કરવા માટે આ પ્રયોગ થઈ રહ્યો છે. જ્યાં જળસ્ત્રોતને બચાવવા માટે નાગરિકો આ પગલુ ભરે

Loading...

Loading...