Gujarat

જાણો સફેદ રણ સિવાય કચ્છમાં શું છે જોવાલાયક, લો એક મુલાકાત

 ‘કચ્છ નહીં દેખા તો કૂછ નહીં દેખા...’ જાણો સફેદ રણ સિવાય શું છે જોવાલાયક

 
‘કચ્છ નહીં દેખા તો કૂછ નહીં દેખા...’ સદીના મહાનાયક  અમિતાભ બચ્ચન ગુજરાત પ્રવાસન વિભાગની ખૂશ્બુ ગુજરાત કીની જાહેરાતમાં આવું કહેતા અનેકવાર આપણને સાંભળવા મળ્યા છે. જેમણે કચ્છની મુલાકાત એક પ્રવાસી તરીકે કે પછી ત્યાંના રહેવાસીઓ આ વાતને ઘણી સારી રીતે સમજી શક્યા હશે, કારણ કે ગુજરાતનો કચ્છ એક એવો જિલ્લો છે, જ્યાં તમને ઐતિહાસિક કિલ્લાઓ, દરિયા કાંઠો, સફેદ રણ, કચ્છનું નાનું રણ સહિતના અનેક એવા દર્શનિય સ્થળો અને નજારાઓ મળી જશે, જેને તમે ચોક્કસપણે કેમેરામાં કંડારવા માગશો. એ જ વાતને ધ્યાનમાં રાખીને અહીં કચ્છ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આવેલા જોવાલાયક સ્થળો અંગેની આછેરી માહિતી આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જે તમને એક પ્રવાસી તરીકે જ્યારે પણ કચ્છની મુલાકાતે જાઓ ત્યારે ત્યાંના દર્શનિય સ્થળોની મુલાકાત લઇ શકો છો અને તમે પણ કહી શકશો કે ‘કચ્છ નહીં દેખા તો કૂછ નહીં દેખા...’
 
કચ્છમાં આવેલો ખૂબજ મહત્વમો ભૂજ તાલુકો
 
કચ્છ જિલ્લામાં આવેલો ભુજ તાલુકો ખૂબજ મહત્ત્વ ધરાવે છે. સદીઓથી કચ્છનું વડું મથક અને પાટનગર આ તાલુકામાં છે. ભુજ જિલ્લાની સ્થાપના સંવત 1605માં થઇ હતી. ભૂજ જિલ્લાની ઉત્તરે મોટું રણ અને પછી પાકિસ્તાનની સીમા શરૂ થાય છે. ભૂજ વિસ્તારની દૃષ્ટિએ સૌથી મોટો તાલુકો છે. આ તાલુકાની રચના ઇ.સ. 1878ના ઠરાવથી થઇ હતી.
 
ભૂજમાં જોવાલાયક સ્થળો
ભૂજ તાલુકામાં જોવાલાયક ગણા સારા સ્થોળો છે જેવા કે કચ્છ મ્યુઝિયમ, પ્રસિદ્ધ આયના મહેલ, પ્રાગમહેલ. રાજવાટિકા તરીકે ઓળખ ધરાવતો શરદબાગ પેલેસ,આશાપુરા માતાનું મંદિર, સ્વામીનારાયણનું મંદિર, ઐતિહાસિક હમીરસર તળાવ વગેરે મથકો આવેલા છે. જ્યા હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાશીઓ આવતા હોય છે.
 
કચ્છનો અંજાર તાલુકો
 
અંજાર પણ ખૂબજ મહત્વ ધરાવતો ઐતિહાસિક તાલુકો છે. આ તાલુકો રાજકીય રીતે પણ ખૂબ સફળ રહ્યો છે. અંજાર તાલુકાની રચના ઇ.સ. 1878માં થઇ હતી.કચ્છના શહેરોમાનો અંજારનો ગઢ સૌપ્રથમ સં. ૧૭૭૫માં મહારાવશ્રી દેશળજી પહેલાએ બંધાવ્યો છે. ૧૯૫૬માં ભૂકંપના કારણે અંજારમાં તારાજી થતાં નયા અંજારની રચના થઈ છે. ભૂકંપના કારણે અંજારમાં ખૂબજ મુશ્કેલીઓ ઉભી થઇ હતી ત્યાબાદ નયા અંજારની રચના કરવામાં આવી હતી.
 
અંજારમાં જોવાલાયક સ્થળો
અંજારમાં પણ ખૂબ સારા ઐતિહાસિક જોવાલાયક સ્થળો છે. અંજારમાં મોટા ડુંગરો નથી પણ અહિયા લતાડાની ધાર, ખેડોઇમાં આવેલી શિણાયની ધાર, ચૌહાણ અજેપાળની ભૂમિ પણ અંજાર જ છે અને બીજી બાજૂ અહિયાના જેસલ - તોરલના ખૂબજ પ્રસિદ્ધ સ્થાનકનો પણ છે. અંજારના મંદિઓ વિશે વાત કરીએ તો, અહિયા ભડેશ્ર્વર મહાદેવનું પ્રસિદ્ધ મંદિર, અજેપાળદાદાનું મંદિર, અને અંબાજીનું મંદિર પણ ખૂબજ મોટો ભાગ ભજવે છે.
 
કચ્છમાં આવેલો મુન્દ્રા તાલુકો
 
મુન્દ્રાને કચ્છનું પેરિસ ગણવામાં આવે છે કારણ કે ત્યાં દરિયાકિનારાના વિસ્તારમાં હવા-પાણી સારાં હોવા છે. આ વિસ્તારને પહેલા ‘કંઠી’ પરગણા કહેવામાં આવતો હતો. ૨૦૦૧ના ભૂકંપ પછી તે ઔદ્યોગિક વિકાસની હરણફાળ ભરી ચૂક્યો છે અને મુન્દ્રા અદાણી બંદર દેશનું અવ્વલ દરજ્જાનું ખાનગી બંદર તરીકે સ્થાન પામી ચૂક્યું છે. મુન્દ્રા નગરની સ્થાપના સંવત ૧૬૯૬માં થઈ હતી.
 
મુન્દ્રામાં જોવાલાયક સ્થોળો
મુન્દ્રામાં પણ જોવાલાયક ખૂબજ પ્રસિશ્ર જગ્યાઓ છે જેવી કે, શાહ બુખારીની દરગાહ અને મનમોહનરાયજીનું પ્રાચિન મંદિર જ્યા શ્રદ્ધાળુની ભારે ભીડ જોવા મળતી હોય છે.એટલુ જ નહિ મુન્દ્રામાં ભદ્રેશ્ર્વર અને વસઇ તેમજે વાંકી જૈન તીર્થ અહિના આસ્થાના કેન્દ્રો છે. ભદ્રેશ્ર્વરની સેલોર વાવ પણ જોવા જેવી છે. ભદ્રેશ્ર્વરમાં પણ ગણા પ્રાચિન મંદિરો આવેલા છે જેવા કે. નાળેશ્ર્વર મંદિર, વાઘુરમાં આવેલુ ફૂલેશ્ર્વર મંદિર, અને આશાપુરા માતાનું મંદિર ખૂબ પ્રસિદ્ધ છે.
 
કચ્છમાં આવેલું માંડવી શહેર
 
માંડવી એ કચ્છ માં આવેલું નાનું શહેર છે. માંડવી ભુજથી લગભગ ૫૦ કી.મી  નાં અંતરે આવેલું છે. માંડવી કચ્છી સંસ્કૃતિ પ્રતિનિધિ તરીકે જાણીતું શહેર છે. અહિંયાંનો સુંદર સાગરકીનારો,  ૨૦ જેટલી પવન ચક્કીઓ તથા સ્વામીનારાયણ મંદીર જોવાલાયક છે. નાગલપુર તથા ભારપુર માંડવીની નજીક આવેલા ગામો છે. બ્રીટીશ રાજ્યના જમાના નો વિજયવિલાસ મહેલ પણ જોવાલાયક છે. માંડવી તેની સ્વાદિષ્ટ ડબલ રોટી માટે પ્રખ્યાત છે. વહાણવટા માટે પણ માંડવી પ્રખ્યાત છે.
 
લખપત, અબડાસા, નખત્રાણા અને માંડવી આમ ચાર તાલુકાનું આ મુખ્ય શહેર છે. માંડવી થી મુંબઈ આવવા જવા માટે જુના જમાનામાં વાહણોની સગવડ હતી અને પછી નિયમિત આગબોટની પણ સગવડ હતી. માંડવી થી અરબસ્તાન અને આફ્રિકા જવા માટે જુના જમાનામાં નિયમિત સગવડ હતી. એટલે ઘણાં કચ્છીઓ અરબસ્તાન અને આફ્રિકામાં વસેલ છે .
 
માંડવીમાં જોવાલાયક સ્થળો
હવે નજર મારીએ માંડવીના પ્રસિદ્ધ સ્થોળો પર. માંડવીના દરિયાકિનારે સૌથી પહેલું વિન્ડફાર્મ લગાવાયું હતું. માડવીમા આવેલી કોડાય ચાર રસ્તા પાસે આવેલું બોંતેર જિનાલય જૌન તીર્થધામ. તલવાણાની રૂકનશાપીર દરગાહ, ગોધરામાં આવેલ અંબેધામ, બિલેશ્ર્વર મંદિર રાજડાની ટેકરી પર આવેલ ગોરખનાથ ધામ જોવાલાયક સ્થોળોમાંના એક છે. માંડવીમાં આવેલું પ્રાચિન સ્વામીનારાયણ મંદિર પણ ખૂબજ મહત્વ ધરાવે છે.
 
કચ્છમાં આવેલો રાપર તાલુકા
 
કચ્છના રાપર તાલુકામાં 97 ગામોનો સમાવેશ કરવામાં આવેલ છે. રાપર તાલુકો 3023 ચો.કિ.મી. વિસ્તાર છે. ભૂકંપ બાદ કચ્છમાં ગણા ઉદ્યોગો આવ્યા પણ રાપર તાલુકામાં એક પણ નથી. અહિયા ઉત્તરે પ્રાંથળ વિભાગમાં લકી, ગોરો, બીલનો અને મોઆણિયો ડુંગર છે. મધ્યમાં વિથ્રોઈયો (વિથરોઈ) તથા રામવાવ અને ચિત્રોડની ધાર છે.આ તાલુકામાં મુખ્ય નદીઓમાં રાપરવાળી, કીડિયાનરવાળી, તથા માલણ છે. આ બધી નદીઓ રણને મળે છે.
 
રાપરમાં જોવાલાયક સ્થળો
રાપરમાં જોવાલાયક પ્રાચિન મંદિરોની વાત કરીએ તો અહિયા, ચિંતામણિનું ખૂબજ મોટુ જૈન મંદિર છે અને દરિયાસ્થાન પણ છે. રાપરના રવ ગામનું રવેચી માતાનું મંદિર આખા કચ્છમાં ખૂબજ શ્રદ્ધાનં સ્થાનક ગણાય છે. ગેડી રાપર તાલુકાનું પ્રાચીન સ્થળ જ્યા ખૂબજ મોટા પ્રમાણમાં લોકમેળા ભરાય છે. અહિના આદિશ્ર્વર મહાદેવનું મંદિર અને ફૂલીવાવની મુલાકાત તો એકવાર લેવી જ જોઇએ. ગેડીમાં આવેલા લક્ષ્મીનારાયણ મંદિરમાં પણ ભક્તોની ભારે ભીડ જામે છે.
 
કચ્છનો ભચાઉ તાલુકો
 
ભચાઉ તાલુકો પણ કચ્છ જિલ્લાનો મહત્વનો તાલુકો છે. ભચાઉ આ તાલુકાનું મુખ્ય મથક છે. ભચાઉ શહેરને કચ્છ વિસ્તારનું પ્રવેશદ્વાર ગણવામાં આવે છે. વાગડ વિસ્તારમાં મુખ્ય શહેર તરીકે વર્ષોથી ભચાઉ જાણીતું છે. ભચાઉ નગરમાં ગણો જુનો ઐતિહાસિક કિલ્લો આવેલું છે જયાં કથડદાદાનુ મંદીર પણ આવેલું છે. જેને ભુકંપના કારણે નુકસાન થયેલ છે. કચ્છ જીલ્લામાંઆવેલા ૨૦૦૧ના ભૂકંપને કારણે ભચાઉ શહેરમાં ઘણું નુકસાન થયું હતું. જેમાં સૂર્યમંદિર અને જૈનમંદિર ભૂકંપમાં ધરાશાયી થયાં છે. ભચાઉની બાજુમાં બાબા રામદેવપીરનું મંદિર આવેલું છે. જ્યા ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે.
 
ભચાઉમાં જોવાલાયક સ્થોળો
ભચાઉમાં પણ ગણી પ્રાચિન અને એતિહાસિક જગ્યાઓ આવેલી છે જેવી કે વોંધમાં આવેલું રામદેવપીરનું જૂનુ સ્થાનક, શિકારામાં આવેલ કાગેશ્ર્વર મહાદેવનું મંદિર, અહિયા ગરીબદાસજીનો આશ્રમ પણ આવેલ છે. એકલવાંઢમાં આવેલું ખૂબજ પ્રખ્યાત મંદિર એટલે એકલ માતાનું મંદિર. રણની વચ્ચે આવેલ સિંધુ સંસ્કુતિ અજોડ છે. જે ભારતના આર્કિયોલોજીકલ સાઇટ્સમાં ખૂબ મહત્વનું સ્થાન છે.

Releated News