દિલ્હી પોલીસે મહિલાઓને સુરક્ષા આપવા માટે અપનાવ્યો અનોખો રસ્તો

02 Jan, 2015

દિલ્હી પોલીસ દ્વારા મહિલાઓનાં રક્ષણ માટે તથા યુવતીઓને મદદ પૂરી પાડવા માટે અનોખી પહેલ કરવામાં આવી છે. દિલ્હી પોલીસ દ્વારા આ માટે 'હિંમત'એપ શરૂ કરવામાં આવી છે. આ એપની મદદથી યુવતીઓ મુશ્કેલ સમયમાં ગણતરીની સેકન્ડમાં પોલીસનો સંપર્ક સાધી શકશે. ગુરુવારે ગૃહપ્રધાન રાજનાથસિંહ દ્વારા આ સુવિધાને લોન્ચ કરવામાં આવી હતી. આ એપ દિલ્હી પોલીસની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાશે.

આ એપમાં ચોક્કસ બટન આવે છે જે કેટલીક સેકન્ડ માટે દબાવી રાખવાથી તરત જ પોલીસ કન્ટ્રોલરૂમ અને એપ સાથે જોડાયેલા પરિવારના નંબરોને જાણ થઈ જશે. આ એપ પોતાની રીતે જ મહિલા કે યુવતીની તત્કાલીન સ્થિતિને રેકોર્ડ કરીને પોલીસ પાસે પહોંચાડી દેશે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં યુબેર કેબના ડ્રાઇવર દ્વારા મહિલા પેસેન્જર પર કરવામાં આવેલા બળાત્કાર બાદ પોલીસ પર મહિલાઓની સુરક્ષા માટે દબાણ વધી ગયું હતું. આ દબાણને કારણે પોલીસે મોડી રાત સુધી નોકરી કરતી મહિલાને ધ્યાનમાં રાખીને આ સેવા શરૂ કરી છે.

મહિલાઓને સંકટના સમયમાં મદદ કરવા માટે દિલ્હી પોલીસ દ્વારા વિશેષ એપ બનાવવામાં આવ્યું છે જેન 'હિંમત'એપ નામ આપવામાં આવ્યું છે, તેને દિલ્હી પોલીસની વેબસાઈટ  www.delhipolice.nic.in પરથી મફતમાં ડાઉનલોડ કરી શકાશે, તેને અત્યારે એન્ડ્રોઈડ ફોન પર જ ડાઉનલોડ કરી શકાશે બાદમાં અન્ય સિસ્ટમ ધરાવતા ફોન માટે એપ બનાવવામાં આવશે.

Loading...

Loading...