આનંદો! હવે નહીં ખોવાય આપનો સ્માર્ટફોન!

21 Nov, 2014

ગૂગલની મોટોરોલા મોબિલ્ટીએ એક એવું ડિવાઇસ લોંચ કર્યું છે જે માત્ર આપના ફોનને ગુમ થવાથી બચાવશે પરંતુ તેને આપ કિચેઇન તરીકે પણ યૂઝ કરી શકશો. આ કિચેઇનમાં આપ આપનો કંઇપણ જરૂરી સામાન લગાવી શકો છો, જેમ કે આપના ઘરની ચાવી અથવા બાઇકની ચાવી.

મોટોરોલા કીલિંક નામના આ નાનકડા ડિવાઇસની મદદથી આપ 100 ફૂટની અંદર પોતાનો સ્માર્ટફોન સર્ચ કરી શકો છો. મોટોરોલા કીલિંકની કિંમત 24.99 ડોલર છે એટલે કે માત્ર 1500 રૂપિયા. આશા સેવવવામાં આવી રહી છે કે ભારતમાં તેની કિંમત 2000 રૂપિયાની અંદર મળશે. કંપનીનું કહેવું છે મોટોરોલા ડોટ કોમ અને ટી-મોબાઇલમાં ઓનલાઇન મોટોરોલા કીલિંક મળવું શરૂ થઇ જશે.

કીલિંક એક નાનકડી બ્લૂટૂથ એસેસરીઝ છે જેને આપ પોતાના એંડ્રોઇડ સ્માર્ટફોન સાથે એટેચ કરી શકો છો. આ ઉપરાંત આ આઇઓએસના 7.1 અને તેનાથી હાયર વર્ઝનને પણ સપોર્ટ કરે છે. આના માટે આપને માત્ર સ્માર્ટફોનમાં મોટોરોલા કનેક્ટ એપ ડાઉનલોડ કરવી પડશે. એપ ડાઉનલોડ કર્યા બાદ આપ ફોનમાં ઘણા ફીચર્સ યૂઝ કરી શકો છો જેમ કે જો આપનો ફોન ઘરમાં કોઇ બેડ અથવા તો સોફાની નીચે પડી ગયો હોય અને આપને મળી ના રહ્યો હોય તો મોટોરોલા કીલિંકની મદદથી આપ ફોનમાં રિંગ પણ કરી શકો છો.

Loading...

Loading...