બે જણાને મળી સોનું અને ઝવેરાત ભરેલી ટ્રેન, શોધનાર માગે છે 10 ટકા ભાગ

26 Aug, 2015

 પોલેન્ડમાં બે લોકોએ એવો દાવો કર્યો છે કે એમણે ખજાનો ભરેલી ટ્રેન શોધી કાઢી છે. કહેવાય છે કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સરકારે સોના, ઝવેરાત અને અન્ય કિંમતી સામાન ટ્રેનમાં ભરીને છુપાવી દીધા હતા અને આ એ જ ટ્રેન છે.


વર્ષ 1945માં સોવિયત સેના આગળ વધી રહી હતી ત્યારે પોલેન્ડના શહેર વાલબિખ્રની નજીક આ ટ્રેન લાપતા થઈ ગઈ હતી. દક્ષિણી- પશ્ચિમી પોલેન્ડની એક કાનૂની ફર્મનું કહેવું છે કે આ  
બંને લોકોએ એમનો સંપર્ક કર્યો હતો અને  એ લોકો આખા માલમાંથી 10 ટકા ભાગીદારી ઇચ્છે છે.
 
સ્થાનિક પ્રશાસનનું કહેવું છે કે સેના, પોલીસ અને ફાયર વિભાગ સાથે જોડાયેલા લોકો આ દાવાની તપાસ કરી રહ્યાં છે. આ વિસ્તારમાં ક્યારેય ખોદકામ થયુ નથી. પરંતુ સ્થાનિક લોકો એવી વાતો હંમેશા કરતા હોય છે કે એક ટ્રેન સુરંગમાં લાપતા થઈ ગઈ હતી. જેમાં સોનું અને ખતરનાક પદાર્થ મુકવામાં આવ્યાં હતા. આ વિસ્તારમાં આ પહેલાં હાથ ધરાયેલા શોધ અભિયાન નિષ્ફળ નીવડ્યાં હતા.
 
દાવો કરનારા બંનેમાથી એક પોલેન્ડનો અને બીજો જર્મનીનો નાગરિક છે. આ ટ્રેન 150 મીટર લાંબી હતી અને એમાં 300 ટન સોનું હોવાનું કહેવાય છે. આ ટ્રેન દ્વારા નાજી લૂટનો સામાન બર્લિન લઈ જઈ રહ્યા હતા.