Gujarat

પતિના અનૈતિક સંબંધ ને કારણે પત્ની બની રણચંડી, જુઓ વીડિયો

જો આપના લગ્ન થઇ ગયા હોય, અને આપ આપની પત્નીને છેતરીને કોઇ અન્ય સ્ત્રીના પ્રેમમાં પડ્યા હોવ, અને તમારી પત્નીની પીઠ પાછળ તમારી અને તમારી પ્રેમીકા વચ્ચે કંઇક રંધાઇ રહ્યું હોવ તો સાવધાન થઇ જજો. કેમકે આપની પત્ની પણ બની શકે છે રણચંડી...

વડોદરામાં એક પુરષ પોતાની પત્નીને બે બાળકો સાથે નોધારી છોડી દઇને પોતાની પ્રેમીકા સાથે રહેતો હતો. પરંતુ આ વ્યક્તિની હિમ્મત તો જુઓ કે તેણે પોતાની પત્નીને છૂટાછેડા પણ આપ્યા ન્હોતા. છતા તે પરસ્ત્રી સાથે સહવાસ કરતો હતો.

પછી શું આ શખ્શની પત્ની પોતાના ભાઇઓ સાથે આવી ચડી આ શખ્સના ઘરમાં જ્યાંથી તેને ધકેલી કાઢવામાં આવી હતી. અને તેણે પોતાના પતિની પ્રેમીકા અને પોતાના પતિ બંનેને બરાબરનો મેથીપાક ચખાડ્યો. પોતાની પત્ની આવી હોવાના ભયથી આ શખ્શ બાથરૂમના માળીયા ઉપર ચડી ગયો હતો.

Source By : Oneindia

Releated News