ગુજરાતનું એક અનોખું ગામ:પરિવારોની સંખ્યા કરતા ત્રણ ગણી છે મોરની સંખ્યા

22 Dec, 2014

‘મન મોર બની થનગટ કરે... મેઘાણીની આ પંક્તિ અને ગીત સાંભળીને આપણે અનેકવાર ઝૂમી ઉઠયાં છે પરંતુ કયારેય નજરો સમક્ષ સાગમટે 1500 મોરને થનગનાટ કરતા જોવા મળે તેવી કલ્પના પણ આપણે નહિ કરી હોય. આવો લહાવો પ્રત્યક્ષ માણવો હોય તો ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર નજીક આવેલા સેંગપુર ગામ મુલાકાત અવશ્ય લેવી પડે. આ ગામમાં મોરના ટોળે ટોળાને બારેમાસ થનગનાટ કરતા જોવા મ‌ળે છે. ગામમાં માંડ 450 પરીવાર વસવાટ કરે છે પણ અહીં મોરની સંખ્યા 1500 જેટલી છે.

એક રીતે જોવા જઇએ તો લગભગ દરેક ઘરદીઠ 3 મોર છે તેમ કહી શકાય. દરેક ફળિયામાં સવારે ઉઠતાં જ પહેલા દર્શન મોરનાં થાય છે. ગામમાં ડગલે ને પગલે જોવા મળતા મોર માટે ગ્રામજનોએ પણ રાષ્ટ્રીય પક્ષી માટે સુવિધાજનક અને સાનુકૂળ વાતાવરણ અહીં વિકસાવ્યું છે. વહેલી સવારથી અન્ય રોજિંદા કામકાજની સાથે મોરની દેખરેખ કરવાનું પણ ગામ લોકોની જીવનશૈલીમાં વણાઇ ગયું છે. સેંગપુરમાં મોર માટે ગામના લોકોએ ઉભા કરેલા સુમેળભર્યા વાતાવરણ ઉપરાંત કુદરતી રીતે પણ આ પ્રદેશ મોરને માફક આવી ગયો છે. ગામની પાસેથી વહેતી અમરાવતી નદી બારેમાસ ભરેલી રહેતા પાણીની સમસ્યાં પણ મોરને નડતી નથી. ગ્રામજનોએ 4 વર્ષ પહેલા જ ગામને મોરનું અભયારણિય જાહેર કરવા સાથે સુવિધાઓ વધારવા માંગણી કરી હતી.
 
-યે દિલ માંગે ‘મોર’: વર્ષાઋતુમાં સંખ્યાબંધ મોર કળા કરીને નાચી ઊઠે છે

- શ્વાન મોરનો દુશ્મન હોવાથી ગામમાં કોઇ તેને પાળતુ નથી. રખડતા કૂતરા પણ મોરને નુકસાન ન પહોંચાડે તેનું ધ્યાન ગામ લોકો જ રાખતા હોય છે.
- ખેડૂતો પણ મોરને કોઇ પણ પ્રકારે નુકસાન નહિ પહોંચે તે માટે પાકમાં જંતુનાશક દવાઓનો પણ છંટકાવ કરતા નથી. જેથી કરી મોરને પાક ખાવાથી ઝેરી અસર થઇ શકે.
 
મોરથી થતા ફાયદા

- મોર સાપનો દુશ્મન હોવાથી ગામમાં ભાગ્યે જ સાપ દેખા દે છે. એટલે ગ્રામજનોને સાપથી રક્ષણ મળે છે.
- ઉંદરોનો પણ મોર સફાયો બોલાવી દેતા હોવાથી ખેતરમા ઉગાડેલો પાક પણ ઉંદરથી સુરક્ષિત રહે છે.

Loading...

Loading...