આ ગુજરાતી કપલની એટીએમ કાર્ડ જેવી અનોખી કંકોત્રી તમે ક્યારેય નહિ જોઈ હોય

01 Dec, 2014

ગુજરાતી લગ્ન પ્રથા જ અન્ય જ્ઞાતી અને સમાજના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર હોય છે અને તેમાં પણ તેની શરૂઆત થાય છે લગ્નની કંકોત્રીથી. આજકાલ લોકો તેમની કંકોત્રી અને રિસેપ્શન કાર્ડ હંમેશા વિશેષ હોય તેવો જ પ્રયત્ન કરતા હોય છે. આવી જ એક કંકોત્રી વસઈમાં રહેતા આ ગુજરાતી કપલની જોવા મળી છે. આ કંકોત્રી જોઈને પહેલા તો એવુ લાગશે કે આ કોઈ બેન્કનું એટીએમ કાર્ડ હશે પરંતુ જ્યારે તેને ધ્યાનથી જોશો ત્યારે ખ્યાલ આવશે કે આ ચો નિકુંજ અને સોનમના રિસેપ્શનન અને લગ્નની કંકોત્રી છે.

તેમની આ અનોખી કંકોતરીએ લોકોનાં મન મોહી લીધાં છે અને અને તે અનોખી કંકોત્રીની વાત ફેલાતા તેને જોવા લોકો ઘરે આવી રહ્યા છે.. લગ્નની સીઝન આવી જ ગઈ છે ત્યારે હવે બીજા ઘણા લોકો આવી કંકોતરી બનાવશે એની પાકી ખાતરી છે. નાલોસાપારા (ઈસ્ટ)ના તુલિંજ રોડ પર આવેલા નારાયણનગરમાં રહેતા પ્રોફેસર નિકુંજ સોનીએ તેમની કંપનીમાં કામ કરતી સોનમ સાથે શુક્રવારે ૨૮ નવેમ્બરે ગામમાં લગ્ન કર્યા હતાં અને આજે સાંજે રિસેપ્શન રાખવામાં આવ્યું છે. લગ્ન અને રિસેપ્શનની કંકોતરી તો અનોખી છે જ અને સાથે વૉટ્સઍપ પર આમંત્રણ આપતો વિડિયો પણ બનાવવામાં આવ્યો છે. વાઇફને સ્પેશ્યલ ફીલ કરાવવા કંઈક કરવું હતું એમ જણાવતાં નિકુંજ સોનીએ જણાવ્યું હતું.

નિકુંજે વધુમાં કહ્યું હતું કે ‘અગાઉ મારા ભાઈનાં લગ્નમાં સોનમ સાથે મારી ઓળખાણ થઈ અને ત્યાર બાદ અમે બન્ને એકબીજાને પસંદ કરવા લાગ્યાં હતાં. છેલ્લાં સાડાપાંચ વર્ષથી અમે એકબીજાની સાથે છીએ. બે વર્ષ અમે એકબીજાને સમજવામાં અને મિત્ર બનીને વિતાવ્યાં અને ત્રીજા વર્ષે પરિવારને જાણ કરી. ચોથા વર્ષે સોનમના ફાધર એક્સપાયર થયા અને ત્યાર બાદ તેમના સંબંધી ગુજરી ગયા અને આમ સાડાપાંચ વર્ષ પછી અમારાં લગ્ન થયાં છે. જોકે સોનમનાં લગ્ન તેના કાકાએ કરાવ્યાં હોવાથી સાદગીથી જ કર્યા હતાં. પરંતુ મારે સોનમને કઈંક સ્પેશ્યલ ફીલ કરાવવું હતું અને મને પણ લગ્નમાં કંઈક અલગ કરવું હતું એટલે મેં અમારાં લગ્નની કંકોતરી કંઈક અલગ જ બનાવી હતી. છેલ્લા અમુક મહિનાથી ડિઝાઇન શોધીને કન્સેપ્ટ વિચાર્યો હતો અને પછી કંકોતરી મેં પોતે જ બનાવી લીધી હતી. લગ્ન શુક્રવારે ગુજરાતના બાલાસિનોર ગામમાં કર્યા હતાં અને એમાં વધુ લોકોને બોલાવ્યા નહોતા, પરંતુ આજે યોજાનારા રિસેપ્શનમાં બધાને બોલાવ્યા છે. સાંજે 3 થી 6 વાગ્યા દરમ્યાન પારંપરિક ગરબા અને પછી રિસેપ્શન રાખવામાં આવ્યું છે.’

Loading...

Loading...