વિશ્વની સૌથી ઉંચી ઇમારત બનશે સુરતમાં, જાણી લો કેટલા કરોડનો થશે ખર્ચ

01 Jan, 2015

‘ડાયમંડ સીટી' તરીકે ઓળખાતા સુરત શહેર હવે વધુ એક કારણે ચર્ચામાં છે. મુંબઇના એક બિલ્‍ડરે સુરતમાં વિશ્વની સૌથી ઉંચી ઇમારતના નિર્માણ માટે એક મહત્‍વકાંક્ષી પ્‍લાન તૈયાર કર્યો છે. જો તેમનુ સપનું સાકાર થાય તો તમારે દુબઇ જઇને બુર્જ ખલીફા જોવાની કોઇ જરૂર નહી પડે. વિશ્વની સૌથી ઉંચી ઇમારતના દર્શન તમે તમારા દેશમાં જ કરી શકશો.

મુંબઇમાં રહેતા રિયલ એસ્‍ટેટ ડેવલોપર હરીહર મહાપાત્રાએ ૧.ર કિ.મી. ઉંચી એક ઇમારતના નિર્માણ અંગે વિચાર્યુ છે. તેમનો દાવો છે કે, આ વિશ્વની સૌથી ઉંચી ઇમારત હશે. મહાપાત્રએ આ ઇમારતના નિર્માણ માટે ખાજોડ ખાતે પ્રસ્‍તાવિત ડ્રીમ સીટીને પસંદ કર્યુ છે. આ ઇમારતના નિર્માણમાં લગભગ ૧ર૦૦ કરોડનો ખર્ચ થશે. મહાપાત્રની કંપનીએ આ બિલ્‍ડીંગ માટે એક ચોરસ કિલોમીટરના વિસ્‍તારની માંગણી કરી છે.