મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાની આજે છઠ્ઠી વરસી

26 Nov, 2014

છ વર્ષ પહેલા મુંબઈમાં ૨૬ નવેમ્બરના રોજ થયેલા આતંકી હુમલાની યાદો આજે પણ લોકોના દિલોમાં તાજા છે. ૨૬ નવેમ્બર ૨૦૦૮ના રોજ આતંકવાદીઓએ મચાવેલા આતંકમાં ૧૬૬ નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ચાર દિવસો સુધી ચાલેલા આ ખૂની ખેલ પાછળ લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓ જવાબદાર હતા. હુમલા માટે જવાબદાર આ તમામ આતંકવાદીઓમાંથી ફક્ત એક આતંકવાદી અજમલ કસાબ જ જીવતો પકડાયો હતો.

આતંકવાદીઓએ મુંબઈમાં હોટલ તાજ, ઓબેરોય ટ્રાઇડેંટ, છત્રપતિ શિવાજી ર્ટિમનલ સ્ટેશન, લિયોપોર્ડ કેફે અને કામા હોસ્પિટલને ટાર્ગેટ બનાવ્યા હતા. આતંકવાદીઓએ રસ્તા પર ખુલ્લેઆમ ગોળીઓ વરસાવી હતી. આ આતંકવાદી હુમલાને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકારે ૨૦૦ એનએસજી કમાન્ડો, સેનાના ૫૦ કમાન્ડો અને સાથે-સાથે સેનાની પાંચ ટુકડીઓ મોકલી હતી.

ત્રણ દિવસો સુધી સુરક્ષાજવાનો આતંકવાદીઓ સામે ઝઝૂમતા રહ્યા. આ ત્રણ દિવસો દરમિયાન બોંબ બ્લાસ્ટ, આગજની, બંધકોના છુટકારા અંગે અનેક શંકા-કુશંકાઓ વહેતી રહી. આ સમગ્ર ઓપરેશનને પૂરું કરવામાં ચાર દિવસ લાગી ગયા. આ હુમલામાં પકડાયેલા અજમલ કસાબને લાંબા કેસ બાદ આખરે ફાંસીની સજા આપવામાં આવી.

Loading...

Loading...