જોર લગા કે હૈસો, મુસાફરોએ નીચે ઉતરીને વિમાનને ધક્કો માર્યો

27 Nov, 2014

ગાડીને ધક્કો મારતા લોકોને તો જોયા જ હશે પરંતુ ઈગારિકા આર્કટિક સર્કલમાં સાઈબેરિયા એરના એક વિમાનમાંથી મુસાફરોને નીચે ઉતરીને ધક્કો મારવો પડ્યો હતો. મંગળવારે માઈનસ 52 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ચેસિસ બ્રેક જામ થઈ જતા મુસાફરોએ ટેક્સીવે સુધી વિમાનને ધક્કો મારવો પડ્યો હતો. પશ્ચિમ સાઈબેરિયાના અધિકારીએ જણાવ્યું હતું કે આ અંગે તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.