ચેક બાઉન્સ થશે તો બમણા દંડ સાથે થઇ શકે છે જેલ, આ છે બચવાના ઉપાયો

31 Aug, 2015

 ચેક બાઉન્સ થશે તો બમણા દંડ સાથે થઇ શકે છે જેલ, આ છે બચવાના ઉપાયો

 
બિઝનેસ ચાહે નાનો હોય કે મોટો તેમાં બેન્કોની અગત્યની ભૂમિકા હોય છે. આજના દિવસોમાં કોઇને કોઇ કામ માટે ચેક જારી કરવો પડે છે. ક્યારેક આ ચેક પોતાના કોઇ સપ્લાયરને નાણાંની ચૂકવણી માટે જારી કરવામાં આવે છે, તો ક્યારેક પોતાના કોઇ દોસ્ત કે સંબંધીને નાણાં આપવા માટે. ઘણી વાર એવુ પણ હોય છે કે તમારા એકાઉન્ટમાં પૂરતી રકમ ન હોવાના કારણે તમારો ચેક બાઉન્સ થઇ જાય છે.
 
આવી સ્થિતિમાં કોઇ પણ ચેક જારી કરતા ધ્યાન રાખો કે કોઇનો ચેક બાઉન્સ થાય તો બેન્ક બમણો દંડ કરે છે. એક જ્યાંથી ચેક ઇસ્યુ થાય છે અને બીજો જ્યાં ચેક જમા થાય છે. એટલું જ નહી ચેક બાઉન્સ થવો એક અપરાધ છે જેના માટે જેલ પણ થઇ શકે છે.
 
જ્યારે પણ તમે તમારા કોઇ દોસ્તને ચેક જારી કરો છો તો બે ચીજોનો ધ્યાન રાખવાનું હોય છે -
 
1- તમારા દોસ્ત પર દંડ લાગશે, જ્યાં તે આ ચેકને જમા કરશે.
2- જો તમારો ચેક કોઇ લોનની ચૂકવણીનો છે અને બાઉન્સ થાય છે તો ચેક બાઉન્સ થવાનો દંડ તમારે જ આપવો પડશે. તેની સાથે જ ચૂકવણીમાં વિલંબ માટે પણ વધારાની રકમ ચૂકવવી પડશે.
 
કેવી રીતે બચી શકાય ચેક બાઉન્સ થવાની મુશ્કેલીથી
 
જો સીધી રીતે જ તેનાથી બચવાની વાત કરીએ તો પોતાના ખાતામાં પૂરતી રકમ રાખો અને પોતાના ચેકને બાઉન્સ ન થવા દો. સામાન્યતઃ લોનની ચૂકવણી સમયે તમારા ખાતામાં સેલરી આવ્યા બાદ શરૂ થાય છે. ક્યારેક ક્યારે તમારી તમારી સેલરી આવવામાં વિલંબ થઇ જાય છે તો તમે આ નોટિસ નથી કરતા કે તમારા ખાતામાં પૂરતી રકમ નથી. તે બાબત વધુ ગંભીર ત્યારે થઇ જાય છે જ્યારે તમે અનેક લોન લીધી હોય અને તે દરેકની ચૂકવણી કરવાની હોય છે.
 
દંડની રકમ નથી હોતી નિર્ધારિત
 
> ન તો રિઝર્વ બેન્ક ઇન્ડિયા કે કે ઇન્ડિયન બેન્ક એસોસિયેશન (IBA) એ દંડની રકમની કોઇ મહત્તમ કે ન્યૂનતમ સીમા નિર્ધારિત કરી છે. ચેક બાઉન્સ થવા પર દંડની રકમ બેન્કો દ્વારા જ નિર્ધારિત કરવામાં આવે છે.
> જ્યારે કામ કરવાનનો ખર્ચ વધી જાય છે અને લોનથી મળનારું વ્યાજ ઓછું થવા માંડે છે તો કંપની પોતાના ખર્ચાઓની ભરપાઇ માટે બીજા માર્ગો જુએ છે. જ્યારે કોઇ ગ્રાહક ચેક જારી કરે છે તો તેની એ જવાબદારી છે કે તે પોતાના ખાતામાં પૂરતી રકમ રાખે.
> જો ચેક બાઉન્સ થાય છે તો બેન્કને એ વાતનો કોઇ ફરક નથી પડતો કે તે ચેક તમારા ખાતામાં સેલરી નહી આવવાના કારણે બાઉન્સ થયો છે કે અન્ય કોઇ કારણથી, તેથી તે તો ગ્રાહક પર જ નિર્ભર કરે છે કે તે આ મામલામાં કેટલી સજાગતા દર્શાવે છે.
 
નુકસાનને પૂરું કરવા માટે બેન્ક લે છે બીજી ચીજોનો સહારો
 
બેન્કો દ્વારા ચેક બાઉન્સ થવા પર દંડ લગાવવાનું પણ એક કારણ છે. પહેલાની સિસ્ટમમાં બેન્ક ઘણી છૂપી રીતે કમાણી કરતી હતી. ઉદાહરણ તરીકે પહેલા બેન્ક તમારા ખાતા પર વ્યાજ 10 તારીખથી લઇને મહિનાની આખરની તારીખ સુધી સૌથી ઓછા બેલેન્સ પર વ્યાજ આપતી હતી, પરંતુ હવે આ રકમ રોજના હિસાબથી આપવામાં આવે છે. આ કારણે બેન્ક હવે કોઇ છૂપી કમાણી કરી શકતી નથી અને પોતાના આ નુકસાનને પૂરું કરવા માટે તેને બીજી બધી ચીજોનો સહારો લેવો પડે છે.
 
અપરાધ અને સજા
 
જો કોઇ ચેક પૂરતી રકમ નહી હોવાના કારણે બાઉન્સ થાય તો તે એક અપરાધ છે. જે વ્યક્તિને તમારો ચેક જારી કર્યો હોય, તે તમારી વિરુદ્ધ નેગોશિયેશન ઇન્સ્ટ્રુમેન્ટસ એક્ટની કલમ 138 હેઠળ કેસ નોંધાવી શકે છે. જો ચેક બેન્કની તરફેણમાં જારી કરવામાં આવ્યો તો બેન્ક કેસ કરી શકે છે. આ અપરાધમાં જેલ થઇ શકે છે અને દંડ તરીકે ચેકની પૂરી રકમ લઇ શકાય છે.