થર્ટી ફર્સ્ટની પાર્ટીમાં રેડિયમ ટેટુ ચમકશે

19 Dec, 2014

થર્ટી ફર્સ્ટની ન્યૂ યર પાર્ટી માટે  સ્પેશિયલ ટેટુની ડિઝાઇન ચિતરાવવાનો ક્રેઝ વધી રહ્યો છે. ખાસ કરીને યંગસ્ટર્સ નાઇટ પાર્ટીમાં અલગથી પર્સનાલિટી રિફલેકટ થાય તે માટે ટેટુ ચિતરાવે છે. તો બીજી બાજુ કેટલાક યંગસ્ટર્સ ફેમિલી મેમ્બર પોતાના ભાઇ- બહેન અને માતા -પિતાના નામના ટેટુ પણ હાથ પર ચિતરાવે છે. હાલના સમયમાં આલ્ફાબેટ, કસ્ટમ, એમ.ડી. ગ્રામ અને રેડિયમ ટેટુની માર્કટમાં વધારે ફેમસ છે.
ટેટુ અંગે માહિતી આપતા જાગૃતિ પરમાર કહે છે આજના સમયમાં ભારતીય લોકોમાં કુટુંબના તમામ સભ્યોના નામ ચિતરાવી રહ્યા છે પરંતુ થર્ટી ફર્સ્ટના કારણે યંગસ્ટર્સ રેડિયમ  ટેટુ ચિતરાવવાનો ક્રેઝ જોવા મળે છે. જોબ કરતા યંગસ્ટર્સની ઓફિસમાં ટેટુ ચિતરાવવા માટે અલાઉડ ન હોવા છતાં હાથમાં લોંગ બોયના શર્ટ પહેરીને સંતાડી રાખે છે. કેટલાક યંગસ્ટર્સ પોતાના પ્રોફેશન પ્રમાણે ટેટુ ચિતરાવે છે. રેડિયમ ટેટુની શરૃઆત ૨૦મી સદીના શરૃઆતના ભાગમાં થઇ ગઇ હતી. આ દરમિયાન રેડિયમની નવી શોધથી અનેક વિવાદો પણ થયાં હતાં.

ફેમિલી મેમ્બરમાં આલ્ફાબેટ ટેટુ ફેવરિટ

ભારતીય સંસ્કૃતિમાં વસુદેવ કુટુંબકમ્ની ભાવના ખૂબ જ ઉજળી છે. કેટલીક વખત નવી ફેશન આવી હોય ત્યારે ભારતીય સંસ્કૃતિનીમાં ઝલક જોવા મળે છે. તાજેતર યંગસ્ટર્સમાં આલ્ફાબેટ ટેટુ ચિતરાવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. જેમાં ફેમિલી મેમ્બરના નામ હાથ પર ચિતરાવે છે.

લવર્સ માટે કસ્ટમ ટેટુ ફેવરિટ
હાલના સમયમાં કસ્ટમ ટેટુ લવર્સમાં ખૂબ ફેમસ છે. કસ્ટમ ટેટુની ખાસિયત એ છે કે ડિઝાઇનમાં અનોખી રીતે નામ લખવામાં આવે છે. પોતાના લવર્સ સિવાય કોઇ નામ જાણી શકતું નથી.આ ટેટુ ખુલ્લા તડકામાં વધારે ચમક ધરાવે છે.જ્યારે એમ. ડી ટુમાં બે નામ મિશ્રણ હોય છે.જમણી બાજુ હાથ કરીએ ત્યારે અન્ય નામ દેખાતું હોય છે ડાબી બાજુ અલગ નામ દેખાય છે.

થર્ટી ફર્સ્ટ માટે સ્પેશિયલ રેડિયમ ટેટુ 
 યંગસ્ટર્સ ન્યુ યરમાં નજીક આવવાની સાથે અવનવા પ્લાનિંગ બનાવતા હોય છે. આ વખતે થર્ટી ફસ્ટમાં રેડિયમ ટેટુની અત્યંત નવી ફેશન આવી છે. આ ટેટુ માત્ર નાઇટમાં થતી પાર્ટીમાં ટેટુ પર લાઇટ પડવાથી તેની ચમક વધારે દેખાઇ આવે છે. ખાસ કરીને યંગસ્ટર્સ થર્ટી ફસ્ટમાં થતી નાઇટ પાર્ટી માટે ટેટુ વધુ ચિતરાવે છે.

Loading...

Loading...