અમદાવાદના મહેમાન બનેલા બીગ-બીની ક્યાંય ન વાંચી હોય એવી વાતો

05 Dec, 2014

માલવણ હાઇવે પર ચાલતા પીકુ ફિલ્મનાં શૂટિંગમાં બોલિવૂડના શહેનશાહ એક અદભૂત અદામાં જોવા મળ્યા હતા. અમિતાભ બચ્ચને ખાટલા ઉપર સાવ દેશી સ્ટાઇલમાં આરામ ફરમાવતા નજરે પડ્યા હતા. પીકુ ફિલ્મના શૂંટિંગ દરમિયાન આવો બીગ-બીનો અદભૂત અદાનો નજારો સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. માલવણ હાઇવે પર અમિતાભ બચ્ચન, દિપીકા પાદુકોણ અને ઇરફાનખાન સહિતના કલાકારોને ચમકાવતી પીકુ ફિલ્મનું હાઇવે પર વિવિધ ઢાબા બનાવીને જોરશોરમાં શૂટિંગ ચાલી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય દિવસથી અમિતાભ બચ્ચન અને પુકી ફિલ્મના સ્ટારકાસ્ટ અમદાવાદના મહેમાન બન્યા છે. એમએસએમ મોશન પિક્ચર્સ, સરસ્વતી એન્ટરટેઇનમેન્ટ ક્રિયેશન લિમિટેડ, સૂજિત સરકાર અને રોની લાહિડીની રાઇઝિંગ સન ફિલ્મ્સની આગામી ફિલ્મ 'પીકુ' 2015માં 30 એપ્રિલના દિવસે રજૂ થશે એવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ ફિલ્મમાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ અને ઇરફાન ખાન જેવા ટોચના કલાકારો કામ કરી રહ્યા છે. અગાઉ જોન અબ્રાહમ સાથે 'મદ્રાસ કાફે; જેવી જબરદસ્ત ફિલ્મ બનાવી ચૂકેલા સૂજિત સરકાર ઘણા સમયથી 'પીકુ' બનાવવા ઉત્સુક હતા. આ શૂટિંગ માટે અમિતાભ બચ્ચન એક અઠવાડિયાનું શૂટિંગ શેડ્યુલ હતું.

તાજેતરમાં મહાનાયક અમિતાભ બચ્ચન હાલ સુરેન્દ્રનગર નજીક માલવણ ચોકડી પાસે 'પીકુ' ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે ત્યારે તેઓ ગુજરાતના વખાણ કરવાનું ચૂક્યા ન હતા. તેમણે અહીં શૂટિંગ બાદ ટ્વિટ કર્યું હતું કે, 'કામ પરથી પાછો ફર્યો...લોકેશન- ખુબ જ પહોળા અને કન્ફર્ટેબલ રસ્તાઓ....અ ડિલાઈટ!! ખુશ્બુ ગુજરાત કી...:))))' બિગ બીની આ ટ્વિટ અનેક લોકોએ રિટ્વિટ કરી હતી. પોતાની આ ગુજરાત મુલાકાત વખતે આજે અમિતાભ બચ્ચને ગુજરાતના મુખ્યપ્રધાન આનંદીબહેન સાથે મુલાકાત કરી હતી અને તેમની સાથે સમય ગાળીને અનેક મુદ્દાઓની ચર્ચા કરી હતી.

Loading...

Loading...