ઘરના મંદિરમાં આ વાતો ધ્યાન રાખશો, તો ઘરમાં બની રહેશે સુખ-સમૃદ્ધિ

05 Jun, 2015

મોટાભાગે ઘરમાં દેવી-દેવતાઓ માટે એક જુદું સ્થાન હોય છે. અમુક ઘરમાં નાના-નાના મંદિર બનાવવામાં આવે છે. નિયમિતપણે ઘરના મંદિરમાં પૂજન કરવા પર ચમત્કારિક રીતે શુભ ફળ પ્રાપ્ત થાય છે. વાતાવરણ પવિત્ર બન્યું રહે છે, જેનાથી મહાલક્ષ્મી સહિત બધી જ દેવીય શક્તિઓ ઘર પર પોતાની કૃપા દૃષ્ટિ બનાવી રાખે છે. અહીં અમુક એવી વાતો બતાવવામાં આવી રહી છે, જે ઘરના મંદિરમાં ધ્યાનમાં રાખવી જોઈએ. જો આ નાની-નાની વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવે તો પૂજનનું શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થઈ શકે છે અને લક્ષ્મી કૃપાથી ઘરમાં ધન-ધાન્યનો અભાવ નથી આવતો.

1. પૂજા કરતી વખતે કઈ દિશામાં હોવું જોઈએ મુખ
 
ઘરમાં પૂજા કરનાર વ્યક્તિનું મુખ પશ્ચિમ દિશાની તરફ હશે તો ખૂબ જ શુભ રહે છે. તેના માટે પૂજાસ્થળનો દ્વાર પૂર્વની તરફ હોવો જોઈએ. જો આવું શક્ય ન હોય તો પૂજા કરતી વખતે વ્યક્તિનું મુખ પૂર્વ દિશામાં હશે તો પણ શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થશે.
 
2. કઈ મૂર્તિઓ રાખવી જોઈએ મંદિરમાં
 
ઘરના મંદિરમાં વધુ મોટી મૂર્તિઓ ન રાખવી જોઈએ. શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે કે જો આપણે મંદિરમાં શિવલિંગ રાખવા ઈચ્છા હોય તો શિવલિંગ આપણાં અંગૂઠાના આકાર કરતા મોટું ન હોવું જોઈએ. શિવલિંગ ખૂબ જ સંવેદનશીલ હોય છે અને આ જ કારણોસર ઘરના મંદિરમાં નાનું શિવલિંગ રાખવું શુભ હોય છે. અન્ય દેવી-દેવતાઓની મૂર્તિઓ પણ આકારમાં નાની રાખવી જોઈએ. વધુ મોટી મૂર્તિઓ મોટા મંદિરો માટે શ્રેષ્ઠ રહે છે, પરંતુ ઘરના નાના મંદિરમાં નાની-નાની મૂર્તિઓ શ્રેષ્ઠ માનવામાં આવી છે.
 
3. મંદિર સુધી પહોંચવો જોઈએ સૂર્યનો પ્રકાશ અને હવા
 
ઘરમાં મંદિર એવા સ્થાન પર બનાવવું જોઈએ જ્યાં આખા દિવસમાં ક્યારેય પણ થોડી વાર માટે સૂર્યનો પ્રકાશ ચોક્કસ પહોંચતો હોય. જે ઘરોમાં સૂર્યનો પ્રકાશ અને તાજી હવા આવતી રહેતી હોય છે તે ઘરના કેટલાય દોષ આપમેળે જ શાંત થઈ જાય છે. સૂર્યના પ્રકાશમાં વાતાવરણની નકારાત્મક ઉર્જા ખતમ થાય છે અને હકારાત્મક ઉર્જામાં વધારો થાય છે.
 
4. પૂજન સામગ્રી સાથે જોડાયેલી વાતો
 
પૂજામાં વાસી ફૂલ, પત્તા અર્પિત ન કરવા જોઈએ. સ્વચ્છ અને તાજા પાણીનો ઉપયોગ કરવો. આ સંબંધમાં આ વાત ધ્યાન રાખવા યોગ્ય છે કે તુલસીના પત્તા અને ગંગાજળ ક્યારેય વાસી નથી માનવામાં આવતા. એટલે તેનો ઉપયોગ ક્યારેય પણ કરી શકાય છે. શેષ સામગ્રી તાજી જ ઉપયોગ કરવી જોઈએ. જો કોઈ ફૂલ સૂંઘેલું અથવા ખરાબ છે તો તે ભગવાનને અર્પિત ન કરવું જોઈએ.
 
5. પૂજન કક્ષમાં ન લઈ જવી જોઈએ આ વસ્તુઓ
 
ઘરમાં જે સ્થાન પર મંદિર છે, ત્યાં ચામડાની વસ્તુઓ, બૂટ-ચંપલ ન લઈ જવા જોઈએ. મંદિરમાં મૃતકો અને પૂર્વજોનું ચિત્ર પણ ન લગાવવું જોઈએ. પૂર્વજોના ચિત્ર લગાવવા માટે દક્ષિણ દિશાનો ક્ષેત્ર યોગ્ય માનવામાં આવ્યો છે. ઘરની દક્ષિણ દિશાની દીવાલ પર મૃતકોના ચિત્ર લગાવી શકાય છે, પરંતુ મંદિરમાં ન રાખવા જોઈએ. પૂજન કક્ષમાં પૂજા સંબંધી વસ્તુઓ જ રાખવી જોઈએ. અન્ય કોઈ વસ્તુઓ રાખવાથી બચવું જોઈએ.
 
6. પૂજન કક્ષની આજુબાજુ શૌચાલય ન હોવું જોઈએ
 
ઘરના મંદિરની આજુબાજુ શૈચાલય હોવું પણ અશુભ રહે છે. એટલે એવા સ્થાન પર પૂજન કક્ષ બનાવો જ્યાં આજુબાજુમાં શૌચાલય ન હોય. જો કોઈ રૂમમાં પૂજા સ્થળ બનાવવામાં યું હોય તો ત્યાં અમુક સ્થાન ખુલો હોવો જોઈએ, જ્યાં સરળતાથી બેસી શકાય.
 
7. દરરોજ રાત્રે મંદિરના પરદા ઢાંકી દો
 
દરરોજ રાતના સૂતા પહેલા મંદિરને પરદાથી ઢાંકી દેવું જોઈએ. જે રીતે આપણે સૂતી વખતે કોઈ પ્રકારના અવરોધ પસંદ નથી કરતા એવા જ ભાવથી મંદિર પર પરદો ઢાંકી દેવો જોઈએ.
 
8. બધા મુહૂર્તમાં કરો ગૌમૂત્રનો આ ઉપાય
 
વર્ષ દરમિયાન જ્યારે પણ શ્રેષ્ઠ મુહૂર્ત આવે છે, ત્યારે ઘરમાં ગૌમૂત્રનો ઉપયો કરવો જોઈએ. ઘરમાં ગૌમૂત્ર છાંટવાથી પવિત્રતા બની રહે છે અને વાતાવરણ હકારાત્મકતા થઈ જાય છે. શાસ્ત્રો મુજબ ગૌમૂત્ર ખૂબ જ ચમત્કારી હોય છે અને આ ઉપાય ઘર પર દેવીય શક્તિઓના વિશે કૃપા થાય છે.
 
9. ખંડિત મૂર્તિઓ ન રાખવી
 
શાસ્ત્રોમાં જણાવ્યાં મુજબ ખંડિત મૂર્તિઓની પૂજા વર્જિત કરવામાં આવી છે. જે પણ મૂર્તિ ખંડિત થઈ જાય છે તેને પૂજાના સ્થળથી હટાવી દેવી જોઈએ અને કોઈ પવિત્ર નદીમાં વિસર્જિત કરી દેવી જોઈએ. ખંડિત મૂર્તિઓની પૂજા અશુભ માનવામાં આવી છે. આ સંબંધમાં આ વાત ધ્યાન રાખવા યોગ્ય છે કે માત્ર શિવલિંગ ક્યારેય પણ કોઈ પણ અવસ્થામાં ખંડિત નથી માનવામાં આવતું.
 
10. પૂજન પછી સંપૂર્ણ ઘરમાં થોડી વાર ઘંટડી વગાડવી
 
જો ઘરમાં મંદિર છે તો દરરોજ સવારે અને સાંજે પૂજન કરવું જોઈએ. પૂજન સમયે ઘંટડી ચોક્કસ વગાડવી. સાથે જ એક વખત સંપૂર્ણ ઘરમાં ફરીને ઘંટડી વગાડવી જોઈએ. આવું કરવા પર ઘંટડીના અવાજથી નકારાત્મકતા નષ્ટ થઈ જાય છે અને હકારાત્મકતા વધે છે.