૧૬ વર્ષથી કથક નૃત્ય કરતી બ્રાઝિલિયન મહિલા

20 Dec, 2014

કળાને કોઇ સરહદ કે સિમાડા નડતા નથી આ વાત ને બ્રાઝીલના કથક નૃત્યના શોખીન મહિલા મેન્યુલા બેનિનિએ પણ સાબીત કરી છે. આજે યુવાપેઢી હિપ-હોપ જેવા વેસ્ટર્ન ડાન્સ તરફ  વળી છે ત્યારે વેસ્ટર્ન મ્યુઝીકનો ગઢ ગણાતા બ્રાઝીલની આ મહિલા છેલ્લા ૧૬ વર્ષથી કથ્થક નૃત્ય કરે છે. મેન્યુલા બેનિનિ કહે છે કે, હું વર્ષો પહેલા ટુરિસ્ટ તરીકે ઈન્ડિયા આવી ત્યારે પહેલી વાર મેં ઇન્ડીયન ડાન્સ કથક શિખવાનો પ્રયત્ન કર્યો હતો એટલું જ નહી કથક વિષે જાણીને મેં તેના પર રીસર્ચ સર્ચ કર્યું હતું. ત્યાર બાદ હું કુમુદીની લાખિયા પાસેથી કથક શીખી હતી.આ નૃત્યમાં ઈન્ડિયન કલ્ચર સાફ દેખાય છે.જેવી રીતે ચહેરાના વિવિધ હાવભાવ, પ્રેયર ઓફ  ગણેશજી, રાધા-કૃષ્ણ વગેરે કથકમાં થઈ શકે છે. આ સાથે તા તા થઈ તત થઈ અને તબલાના તાલે ઘુંઘરુંનો અવાજ પણ આ નૃત્યની મજા છે. હું વિવિધ કન્ટ્રીમાં ફરીને આ નૃત્યને લોકો સુધી પહોંચાડંુ છું.
તેને વધુમાં જણાવ્યું કે હું મૂળ બ્રાઝિલમાં ત્રણ મહિના સ્પેન્ડ કરું છું અને લંડનમાં છ મહિના રહીને કેટલીક યુનિવર્સિટીમાં વિઝીટીંગ ફેકલ્ટી તરીકે કોરિયોગ્રાફી પણ શિખવું છું. સાથે ઈન્ડિયા મને વધારે પસંદ હોવાથી હું વર્ષના ત્રણ મહિના અહીને વધારેમાં વધારે આ ક્લાસિકલ ડાન્સને સમજવાનો પ્રયત્ન કરું છું. આ સાથે ભારતને સ્વચ્છતા અંગે જાગૃત કરવા, વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું વગેરેનો મેસેજ પણ આપું છું.
હિન્દુસ્તાની કલ્ચર સાથે જોડાયેલા આ નૃત્યથી પ્રભાવિત થયેલી આ મહિલાએ કથક શીખવાનું શરૃ કર્યું હતું. ભારતના સાંસ્કૃતિક વારસની ઝાંખી મેળવવા વિદેશથી અનેક લોકો આવતાં હોય છે. જેમને અનોખુ જ્ઞાાન મળે છે.

Loading...

Loading...