આ મહિને લૉન્ચ થશે આ કંપનીના સ્માર્ટફોન્સ, જાણો કયા ફિચર્સ હશે નવા

01 Sep, 2015

 આ મહિને લૉન્ચ થશે આ કંપનીના સ્માર્ટફોન્સ, જાણો કયા ફિચર્સ હશે નવા

 
ઓગસ્ટ મહિનો પુરો થઇને હવે સપ્ટેમ્બર મહિનો શરૂ થયો છે. સ્માર્ટફોન મેકર કંપનીઓ માટે સપ્ટેમ્બર મહિનો ખાસ હોય છે. આ મહિને યોજાતી વિવિધ ઇવેન્ટ્સમાં સ્માર્ટફોન મેકર કંપનીઓ પોતાના નવા સ્માર્ટફોન્સની સાથે નવા નવા ગેજેટ્સને પણ માર્કેટમાં લૉન્ચ કરે છે. આ મહિને પણ કેટલીક કંપનીઓ પોતાના સ્માર્ટફોન લૉન્ચ કરવા જઇ રહી છે. 
 
divyabhaskar.com તમને બતાવે છે સપ્ટેમ્બર મહિનામાં લૉન્ચ થનારા સ્માર્ટફોન્સ વિશે.
 
Sony Xperia Z5
લૉન્ચિંગ ડેટઃ 2જી સપ્ટેમ્બર (અંદાજે)
 
સોનીના આ Sony Xperia Z5 ફોન ખુબ ચર્ચિત રહ્યો છે અને ગયા મહિને આ ફોનનું એક ટીઝર પણ ટ્વીટર પર પોસ્ટ કર્યું હતું. સમાચારોનું માનીએ તો આ ફોન 2 સપ્ટેમ્બરે લૉન્ચ થઇ શકે છે. 
 
ટ્વીટર પર સોનીએ એક બ્લર કરીને એક ઇમેજની પોસ્ટ કરી હતી જેમાં હેન્ડસેટથી સાંજના સમયે એક બિલ્ડિંગનો ફોટો લેતો એક્સપીરિયા Z5 બતાવાયો હતો અને ટ્વીટમાં લખ્યું હતું કે "Get ready for a smartphone with greater focus. All will become clear on 02.09.2015," (તૈયાર થઈ જાઓ, બેસ્ટ ફોકસવાળા સ્માર્ટફોન માટે, આ બધુ 02.09.2015 ક્લિયર થઈ જશે.)
 
સ્પષ્ટ છે કે આ લૉન્ચ ઇવેન્ટ 2 સપ્ટેમ્બરે થશે. ટ્વીટમાં ગ્રેટર ફોકસ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેથી એવું માનવામાં આવે છે કે આ સારું ફોકસ આપનારો હાઈબ્રિડ AF (ઑટોફોક્સ) ટેકનોલોજીનો ઉપયોગ થઈ શકે છે. આ ટેકનિક ફેસ (Phase) ડેટેક્શન અને કોન્ટ્રાસ્ટ ઑટોફોકસ આપે છે.
 
---
 
iPhone 6S
લૉન્ચિંગ ડેટઃ 9મી સપ્ટેમ્બર (અંદાજે) 
 
એપલના આ લેટેસ્ટ સ્માર્ટફોન iPhone 6Sની લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આ ફોનની સાથે કંપની બીજા કેટલાક ગેજેટ્સ પણ લૉન્ચ કરી શકે છે. આ ઉપરાંત ફોનમાં નવા નવા ફિચર્સ આપીને યૂઝર્સને નવી ગિફ્ટ આપી શકે છે. કંપનીએ ઇવેન્ટના આમંત્રણ પણ આપવાના શરૂ કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે એપલ દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં જ નવા આઇફોનને લૉન્ચ કરે છે.
 
iPhone 6Sના લીક થયેલા ફિચર્સ પ્રમાણે
 
* આઇફોન 6ના જેવી જ છે ડિઝાઇન.
* બેજલ (સ્ક્રીનની સાઇડ બૉડી) બહુ જ પાતળી હશે. 
* એજ ટુ એજ સ્ક્રીન હશે જે દેખાવમાં ખુબ જ સ્ટાઇલિસ્ટ હશે. 
* ટચ આઇડી અને હોમ બટન સ્ક્રીન પર જ હશે. 
* બેક સાઇડ પર કેમેરા પ્લેસમેન્ટ અને સેન્સર ડિઝાઇન બદલાયેલી હશે. 
* iOS 9 (ઓપરેટિંગ સિસ્ટમ)
નવા આઇફોનમાં એપલની લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ iOS 9 આવી શકે છે. iOS 9નું બીટા વર્ઝન પહેલાથી જ ડાઉનલોડીંગ માટે ઉપલબ્ધ છે અને હવે તેનું અપડેટેડ વર્ઝન નવા આઇફોનમાં આવી શકે છે.  
 
* કિંમત  
iPhone 6Sની કિંમત ભારતમાં 53,000 રૂપિયાની આસપાસ હોઇ શકે છે. જોકે, આની કોઇ સત્તાવાર માહિતી નથી. કિંમતમાં મોટો ફેરફાર પણ આવી શકે છે. 
 
---
 
Google Huawei Nexus 
 
ગુગલના નવા નેક્સેસ સ્માર્ટફોનની કેટલાક ફોટા છેલ્લા થોડા દિવસોથી લીક થઇ રહ્યા છે હવે હ્યુવાઇ (Huawei) મેડ નેક્સેસની કેટલીક ઇમેજીસ પણ સામે આવી છે. આ સ્માર્ટફોન આ મહિનામાં લૉન્ચ થઇ શકે છે. આ ફોનમાં ગુગલ એન્ડ્રોઇડના નવા વર્ઝન 6.0 M (માર્શમેલો) ઓપરેટિંગ સિસ્ટમ આપી શકે છે. 
 
નેક્સેસ સ્માર્ટફોનના આ ફિચર્સ લીક થયા
 
> સ્લિમ સ્માર્ટફોન 
> 3.5 ઓડિયો જેક 
> LED ફ્લેશ અને કલર LED
> ડ્યુલ ફ્રન્ટ સ્પીકર 
 
LG નેક્સેસ ફોનના ફિચર્સ 
 
LG નેક્સેસ સ્માર્ટફોનના ડિઝાઇનની સાથે જે ફિચર્સ લીક થયા છે તેના અનુસાર, આ ફોનમાં 5.2 ઇંચની ડિસ્પ્લે હશે અને તેનું ડાયમેન્શન 146.9x72.9x8mm જેટલું હશે. આ ફોન 9.8mm પાતળો પણ હોઇ શકે છે. સમાચારોનું માનીએ તો ફોનમાં USB Type-C પોર્ટ પણ આવી શકે છે. ફોનના કેમેરા, પ્રોસેસર, રેમ, મેમરી, બેટરી જેવા હાર્ડવેર ફિચર્સની કોઇ માહિતી શેર કરાઇ નથી.
 
Huawei નેક્સેસ ફોનના ફિચર્સ 
 
લીક થયેલા ફિચર્સ પ્રમાણે Huawei નેક્સેસ સ્માર્ટફોનની 5.7 ઇંચ હશે. સાથે સાથે ફ્રન્ટ-ફેસિંગ સ્પીકર હશે. તેની સાથે USB Type-C કનેક્ટર હશે જે 3.0 વર્ઝનું હોઇ શકે છે અને તેની સાથે ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ હોઇ શકે છે. જોકે, આ ફોનના પણ કેમેરા, પ્રોસેસર, રેમ, મેમરી, બેટરી જેવા હાર્ડવેરની કોઇ માહિતી આપી નથી.
 
---
 
Moto X Style
 
મોટોરોલાએ હમણાં જ પોતાનો નવો સ્માર્ટફોન મોટ G (જનરેશન 3)ને માર્કેટમાં લૉન્ચ કર્યો છે હવે કંપની એક નવા સ્માર્ટફોન Moto X Styleને પણ ભારતીય માર્કેટમાં સપ્ટેમ્બરમાં લૉન્ચ કરી શકે છે. જોકે, કંપનીએ આ ફોનની લૉન્ચિંગ ડેટ વિશે કોઇ માહિતી શેર નથી કરી. કંપની ગયા વર્ષે પણ પોતાના નવા ફ્લેગશિપ સ્માર્ટફોનને સપ્ટેમ્બરમાં જ લૉન્ચ કર્યા હતા.
 
Moto X Styleના ફિચર્સ
 
કંપનીએ આ ફોનમાં 5.7 ઇંચની ડિસ્પ્લે આપી છે જે 1440 x 2560 પિક્સલનું રિઝોલ્યુશન આપે છે. ફોનમાં ક્વાલકોમ કંપનીનું સ્નેપડ્રેગન 808 હેક્સા-કોર પ્રોસેસર આપ્યું છે. જે 1.8 GHzની સ્પીડ પર કામ કરે છે અને તેની સાથે કંપનીએ 3GB રેમ આપી છે. 
 
ફોનના મેમરી ફિચર્સની વાત કરીએ તો આ ફોન 16 GB, 32 GB અને 64 GB મેમરી વેરિએન્ટમાં આવે છે. માઇક્રો એસડી કાર્ડની મદદથી તેની મેમરી વધારી પણ શકાય છે. ફોનમાં કંપનીએ 21 મેગાપિક્સલનો રિયર અને 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપ્યો છે. ફોનની બેટરી 3000 mAh પાવરની છે. ફોન એન્ડ્રોઇડની લૉલીપોપ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.
 
---
 
Xiaomi Mi5
 
ચીનની વેબસાઇટ AnTuTuના આધારે શ્યાઓમી એક નવા હેન્ડસેટને આ મહિને માર્કેટમાં મુકી શકે છે. AnTuTuએ બેન્ચમાર્ક રિઝલ્ટ (AnTuTu નામની વેબસાઇટ સ્માર્ટફોનનું રેન્કિંગ નક્કી કરે છે.) સાઇટ્સે દાવો કર્યો છે જેમાં શ્યાઓમીના Mi 5 ફોનને AnTuTuના રિઝલ્ટમાં 73,075 પોઇન્ટ આપ્યા છે.  
 
શ્યાઓમી Mi 5માં આ ફિચર્સ હોઇ શકે છે 
 
એક મીડિયો રિપોર્ટ અનુસાર Mi 5ને 'Libra' કૉડનેમ આપ્યું છે સાથે એવો પણ દાવો કર્યો છે કે કંપની આમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ આપશે. જોકે, રિપોર્ટમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર વિશે કોઇ માહિતી આપી નથી. રિપોર્ટનુ માનીએ તો ફોનમાં ડુયલ LED ફ્લેશની સાથે 20 મેગાપિક્સલનો રિયર કેમેરો આપી શકે છે. તો વળી બીજીબાજુ 13 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપી શકે છે. મેમરી વિશે કોઇ ખાસ માહિતી નથી મળી શકી.