છેડતીથી બચવા માટે લોન્ચ કરાઈ નવી એપ, તમે કરી ડાઉનલોડ?

14 Nov, 2014

છોકરીઓ માટે છેડતીમાંથી બચવા માટે કાનપુર પોલીસે એક એવી મોબાઈલ એપ તૈયાર કરી છે જેમાં મોબાઈલનું એક બટન દબાવતા જ પોલીસને સિગ્નલ મળી જશે અને પોલસી તુંરત જ મુસીબતમાં ફસાયેલી છોકરીની મુલાકાત માટે પહોંચી જશે.

ગુરુવારે પ્રખ્યાત બેડમિંટન ખેલાડી જ્વાલા ગુટ્ટાએ કાનપુર પોલીસ કંટ્રોલ રૂમમાં આ એપને લોન્ચ કરી છે. આ સમયે જ્વાલાએ કહ્યું હતું કે, મુસીબતમાં ફસાયેલી છોકરીઓ માટે આ એપ ખૂબ મહત્વની સાબીત થશે. અમે ઈચ્છીએ છીએ કે આ એપ કાનપુરની સાથે સાથે ઉત્તર પ્રદેશ અને દેશના અન્ય વિસ્તારમાં પણ વિકસીત કરવામાં આવે જેથી મુસીબતના સમયમાં ફસાયેલી મહિલાઓ અને છોકરીઓને પોલીસની મદદ મળી શકે. ગટ્ટાએ વધુમાં કહ્યું હતું કે આજકાલ દરેક છોકરીના હાથમાં મોબાઈલ હોય છે અને ગમે તે મુસીબતમાં ફસાય ત્યારે તે આ મોબાઈલ એપનો ઉપયોગ કરી શકે છે.

કાનપુરના એસપીએ આ એપ વિશે માહિતી આપતા જણાવ્યું છે કે, આ એક એન્ડ્રોઈડ આધારિત એપ છે. જ્યારે કોઈ પણ મુશ્કેલી આવે ત્યારે એન્ડ્રોઈમાં આ એપ પર ક્લિક કરવાથી ઓટોમેટીક રીતે કંટ્રોલ રૂમમાં સીધો સંપર્ક થશે. એપના માધ્યમના કારણે તે છોકરીની લોકેશન ટ્રેક કરી શકાશે અને સંબંધિત નજીકના પોલીસ સ્ટેશન પર 100 ડાયલ કરીને જાણ કરી દેવામાં આવશે અને પોલીસને ગાડી તુંરત ઘટના સ્થળ પર પહોંચી જશો. અહિં પોલીસ છેડતી અથવા પરેશાન કરનાર વ્યક્તિની અટકાયત કરી લેશે. અન્ય પણ કોઈ મુશ્કેલી હશે તો પોલીસ તે મહિલાને મદદ કરી શકશે.

Loading...

Loading...