ખમીરવંતા સફળ ગુજરાતીઓ:વિદેશની ધરતી પર જેમણે દેખાડી ‘ગુજરાતી તાકાત’

10 Jan, 2015

વિશ્વભરમાં એવા અનેક NRG છે જેમણે વિદેશમાં પરિવારનો વારસો જાળવ્યો છે અને વતનમાંથી વિદેશની વાટ પકડીને ભારે સંઘર્ષ કરીને સફળતા મેળવી છે તથા દાખલો પૂરો પાડ્યો છે
 
બેંગકોક| થાઇલેન્ડમાં ઝળક્યો ગુજરાતી ‘જેમ્સ’
અતુલ જયંતીલાલ જોગાણી
ચેરમેન, જોગાણી ગ્રૂપ
-વતન : હિંમતનગર
-જન્મ : કલકત્તા
-કાર્ય સ્થળ : બેંગકોક (થાઈલેન્ડ)
 
અતુલભાઇને જોગાણીને ઉદ્યોગ સાહસિક તરીકે 2006માં હિન્દ રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. 1964માં કલકત્તામાં તેમનો જન્મ થયો હતો. છેલ્લા 27 વર્ષથી બિઝનેસ થાઇલેન્ડમાં જમાવ્યો છે. તેમણે હેલ્થ , ફિટનેસ, સ્પોટર્સ, સ્પા જેવા સેકટરમાં ધંધઓ ફેલાવ્યો છે. થાઇલેન્ડ આવ્યા પછી તેમણે ડાયમન્ડ અને લીવીગ સ્ટોનનો સફળ બિઝનેસ શરૂ કર્યો હતો.
 
કેલિફોર્નિયા:17 વર્ષની ઉંમરે  શરૂ કર્યો હતો સંઘર્ષ
-અનિલ શિવચરણ યાદવ
-પ્રેસિડેન્ટ અને CEO, JIEB મેનેજમેન્ટ
-વતન : વડોદરા
-જન્મ : વડોદરા
-કાર્ય સ્થળ : ફોરમેન્ટો (કેલિફોનિયા)

અનિલભાઇ 17 વર્ષની ઉંમરે અમેરિકા ગયા હતા. તેમણે સૅન જૉસ સ્ટેટ યુનિવર્સિટીમાંથી ઇલેકટ્રોનિક એન્જિનિયરીંગનો અભ્યાસ શરૂ કર્યો પણ ફૂડ ચેઇનમાં બિઝનેસમાં તક સારી દેખાતા અભ્યાસ પડતો મૂકીને રેસ્ટોરાં સેકટરમાં કામ શરૂ કર્યુ. તેમની પોતાની અમેરિકામાં 270 રેસ્ટોરેન્ટ છે, જેમાં 6 હજાર કર્મચારીઓ કામ કરે છે. તેઓ પોતાના કર્મચારીને કરવા માટે હંમેશા પ્રયત્નશીલ રહેતા હોય છે.

દુબઈ :ગરીબી  છતાં સંઘર્ષ કરીને સફળ થયા

ભરતભાઈ શાહનો જન્મ 1932માં સુરેન્દ્રનગરમાં થયો હતો. પિતા 65 રૂપિયાના પગારમાં 7 બાળકોનું ઘર ચલાવતા. 1948માં તેઓ એડન પહોંચ્યા તથા ઘરઘાટીનું કામ કર્યું. ભરતભાઇએ ઇલેકટ્રોનક્સમાં પોતાનો વ્યવસાય શરૂ કર્યો બાદમાં સાઉદી અરેબિયામાં ભારતીય બ્રાન્ડનું વેચાણ શરૂ કર્યું હતું. આજે દુબઇ ખાતે અલ-મુસ્તનીર ટ્રેડિગ કંપની ચલાવે છે.

ભરતભાઇ જયંતિલાલ શાહ
-ચેરમેન, અલ-મુસ્તાનીર ટ્રેડિગ કંપની
-વતન - જન્મ : સુરેન્દ્રનગર
-કાર્ય સ્થળ : દુબઈ (યુએઈ)

નૈરોબી: કેન્યાની સુપર માર્કેટના બેતાબ બાદશાહ

- અતુલ (હકુ) નેમચંદ શાહ MD, નકુમત હોલ્ડીગ
- વતન : જામનગર
- જન્મ : કિસીમુ
- કાર્ય સ્થળ : નૈરોબી (કેન્યા)

જામનગરના વતની પરંતુ કિસીમુ કેન્યા ખાતે 1961માં અતુલ શાહનો જન્મ થયો છે. તેઓે હકુના હુલામણા નામે તેમજ કેન્યા સુપર માર્કેટના કિંગ તરીકે ઓળખાય છે. 10 વર્ષની ઉંમરે પિતાની દુકાનમાં કામ શરૂ કર્યું હતું. તેમણે 70ના દાયકામાં બેડશીટનો બિઝનેસ શરૂ કર્યો હતો અને અમેરિકામાં બેસ્ટ રિટેલર બન્યા હતા. હાલ નતેઓ કહે છે કે મારા માટે મારા પિતા પ્રેરણામૂર્તિ રહ્યાં છે.
 
અલ્કેશ રણછોડભાઇ પટેલ
પ્રેસિડેન્ટ પેસિફિક નોર્થવેસ્ટ હોટલ મેનેજમેન્ટ
-વતન : સોજીત્રા
-જન્મ : નડિયાદ
-કાર્ય સ્થળ : વૅનકુવર (વોશીંગટન)

1986માં અમેરિકામાં એક વિદ્યાર્થી તરીકે આવ્યા હતા અત્યારે હોટલ ઉદ્યોગમાં તેમનું બહું મોટુ નામ બની ગયું છે. તેમના પિતા એક સામાજીક કાર્યકર તેમજ રાજકારણી હતા. અલ્કેશભાઇએ મોટલમાં કામ શરૂ કર્યુ અને માત્ર 22 વર્ષની ઉંમરે જ પોતાનો બિઝનેસ શરૂ કર્યો. અલ્કેશભાઇ એશિયન અમેરિકન હોટલ ઓનર એસોસિએશનમાં એક્ઝિક્યુટીવ તરીકે બોર્ડમાં જોડાયા હતા.
 
અનિલકુમાર જયંતિલાલ વાઢેર
MD, ઈન્તીસાર કોર્પોરેશન
-વતન : હડમતીયા
-જન્મ : ઓમદુરમેન
-કાર્ય સ્થળ : મસ્કત (ઓમાન)

અનિલભાઇનો જન્મ ગુજરાતમાં નથી થયો પરંતુ તેઓ દર વર્ષે ગુજરાતમાં આવતા રહે છે. ઓમાનમાં તેમનો બિઝનેસ છે અને તેઓ જામનગરની એકલ વિદ્યાલય ફાઉન્ડેશનની પડખે રહ્યા છે. 1960માં સુદાનમાં રાજકીય અશાંતિ સર્જાતા તેઓ 1971માં ભારત આવ્યા પણ પછી ઓમાન જઈને બિલ્ડીગ મટિરિયલનો વ્યવસાય શરૂ કર્યો હતો તેમણે  ભાગીદારીમાં અલ-તકદિર ફેશન નામનો વ્યવસાય શરૂ કર્યો હતો.

Loading...

Loading...