સ્માર્ટ ફોનધારકો માટે આવી ગઈ છે સ્માર્ટ ગેઈમ ‘ભાગ મોદી ભાગ’

07 Jan, 2015

એન્ડ્રોઈડ, iOS અને વિન્ડોઝ ફોન પર વિનજિટ ટેકનોલોજીસ દ્વારા ડેવલપ કરવામાં આવેલી ભાગ મોદી ભાગ ગેઈમ સુપરહિટ થઈ રહી છે. ભારતના વિકાસ માટે અવરોધ રુપ રોજગારી, માળખાકીય સુવિધાઓ, ખેતીવાડી જેવા અનેક પ્રશ્ર્નોને હલ કરવા માટેની ગેઈમમાં વડાપ્રધાન મોદી રેસ લગાવે છે. આ ગેઈમ રમતી વખતે બસ તમારે તમારી જાતને મોદીની જગ્યાએ મૂકી દેવાની છે. અને પછી માણો ગેઈમ રમવાની મજા.
ભારતના સર્વાંગી વિકાસ માટે દરેક ભારતીયના દિલની વાતને તેમજ ભારતીય રાજકારણની સાથોસાથ વિકાસની વાત આ ગેઈમમાં છે. દરેક રાજ્યની ખાસ વાતો અને સવાલોને, સરકારી કામ, માળખાકીય સુવિધાઓ, રોજગારી તેમજ ખેતીવાડીના અવરોધોને આ ગેઈમમાં સમાવી લેવાયા છે. અગેઈન, આ સ્ટેજમાં પાવર અપ્સ, અવરોધોને સર કરવા માટે નવી ચેલેન્જીસ મૂકવામાં આવી છે.

એક ગ્લોબલ સ્કોરર તરીકે તમે તમારી જાતને અહીં કલ્પી શકો છો. દોડીને, જમ્પ કરીને કે પછી અવરોધોને પાર કરીને તમે સુપર પાવર ઈન્ડિયાની કલ્પના વર્ચ્યુલી કરી શકો છો. એક આશાવાદી ભારતીયને ભાગ મોદી ભાગ ગેઈમ રોમાંચિત કરી દે તેવી છે. વર્તમાન સિસ્ટમની સામે ઝૂકવું નહીં અને ભારતના વિકાસ માટે સતત દોડતાં રહેવું એ વિચારમાત્ર તમને ઝણઝણાવી મૂકે તેવો છે.

Loading...

Loading...