કચ્છ નહી દેખા તો કુછ ભી નહી દેખા.....કચ્છના જોવાલાયક સ્થળોની સફર....

06 Dec, 2014

1. છતરડી
 ભુજના રાજા દ્વારા બનાવાયેલી છતરડી જે શિલ્પ સ્થાપત્ય છે જે ભુજમાં જ આવેલું છે.
 
 2. કેરા
 કેરામાં પ્રાચીન શિવ પુર્વાભીમુખ મંદિર આવેલું છે જે મહાગુર્જર શૈલીનું છે, પ્રસિધ્ધ મંદિરોમાં આ મંદિર ઉત્તમ મનાય છે.ભુજથી ઉત્તર તરફ 20 કિ.મી
 
3. કોટાય
 ભુજથી દક્ષિણ તરફ ખાવડા જતાં 35 કિ.મી ના અંતરે છે. અહીં સુર્યમંદિર છે. મંદિરની બાંધણી અને શિલ્પો ખજુરાહોની યાદ અપાવે છે. સોલંકીયુગમાં મંદિરનું નિર્માણ થયું હોય તેવું અનુમાન તારવી શકાય છે.આ જગ્યાએ અન્ય મંદિરો પણ આવેલા જે કાળક્રમે નાશપામેલા છે.
 
4. પુંખરો ગઢ
 
 5. લખપત
 ભુજથી 156 કિ.મી છે., અહીં શીખના ગુરુદ્વારામાં રહેવા-જમવાની સગવડ મળી શકે છે.,અહીં ઐતિહાસીક કિલ્લો,પીર ધોષ મહંમદનો કુબો જેનું બાંધકામ 13 વર્ષ ચાલેલું.અહીં આવેલા કુંડના પાણીથી ચામડીના દર્દ મટે તેવી માન્યતા છે.1855માં આનું બાંધકામ થયેલું. હાટેકશ્વર મંદિર,કિલ્લા પરથી અફાટ રણનુ સૌદર્યં, બૌધ્ધ ગુફાઓ,ગુરૂદ્વારા કે જયાં ગુરૂ નાનક બે વખત આવી ગયેલા છે. ઉદાસીન સંપ્રદાય દ્વારા ગુરુદ્વારા બનાવાયેલું છે. અહીં લખપત કિલ્લામાં પ્રવાસન વિભાગ દ્વારા રીસોર્ટ બનાવાયો છે જે ટુંક સમયમાં ખુલ્લો મુકાશે.
 
6. કંથકોટ
 ભુજથી 125 કિ.મી દુર છે. અહીં ઐતિહાસીક મહેલાના અવશેષ્ છે.
 
7. તેરાનો કિલ્લો
 ભુજથી 90 કિ.મી દુર છે

8. મણીયારો ગઢ
 ભુજથી 46 કિ.મી

9.ધોળાવીરા
 હડપ્પન સંસ્કૃતિના અવશેષ સમી  ધોળાવીરા ભુજથી 250 કિ.મી દુર છે.
 
10. કોટેશ્વર
 પુરાત્તવીય અવશેષ મળેલા છે. 130 કિ.મી ભુજથી દુર
 
11.આંધૌ
 ભુજથી 88 કિ.મી દુર 
 
12.આયના મહેલ
 ભુજમાં આવેલો છે રાજા દ્વારા બનાવાયેલો ઐતિહાસીક મહેલ છે.
 
13. પ્રાગમહેલ
 ભુજમાં સ્થાનિકે છે જયા ં અમિતાભે કચ્છ નહીં દેખા કુછ નહીં દેખાનું શુંટીગ પણ કર્યું હતું.ગ્રીક શેલીથી આ મહેલબનેલો છે.
 
14.વિજયવિલાસ
 ભુજના રાજા દ્વારા હવાખાવા માટે માંડવીમાં દરીયાકાંઠે આ મહેલ બનાવાયેલો છે. જયાં હમ દિલ ચુકે સનમ,આર.રાજકુમાર જેવીઅનેક ફીલ્મોના શુંટીંગ થયા છે. અહીં ખાનગી બીચ પણ છે. જયાં રૂ.550ની એન્ટ્રીથી નાહવા-જમવાની સુવિધા છે. તથા બીચ પર રહેવા માટે ટેન્ટ પણ ઉપલબ્ધ છે. જે ભુજથી માંડવી નજીક 67 કિ.મી છે.
 
15.નારાયણ સરોવર,કોટેશ્વર મહાદેવ
 ભુજથી 160 કિ.મી થાય. જે તીર્થધામ છે. ભારતના પાંચપવિત્ર સરોવર પૈકી નારાયણ સરોવરનો સમાવેશ થાય છે. તેના દશર્નવગર હિન્દુઓની યાત્રા પુરી નથી ગણાતી.અહીં દ્વારકાધીશનું મંદિર આવેલું છે. કોટેશ્વર મહાદેવ મંદિર ના.સરોવરથી તદન નજીક છે. દંતકથા મુજબ ગાયને બચાવવા હાથમાં ઉપાડેલું લીંગ રાવણે જમીન પર મુકતા ત્યાં એક કરોડ લીંગ ફુટી નીકળયા અને અસલ લીંગ શોધવું મુશ્કેલ બનતા રાવણે એ સ્થળે જ શિવમંદિરની સ્થાપના કરેલી.ભારતન પચ્છિમ છેડાનું છેલ્લું મંદિર છે. ના.સરોવરમાં રહેવા-જમવાની સુવિધા મોજદુ છે.

16. માતાનો મઢ
 કચ્છના કુળદેવી મા આશાપુરાનું સ્થાનક મઢ ભુજથી 100 કિ.મી છે.અહીં માતાજી સ્વયંભુ પ્રગટ થયેલા છે.દર નવરાત્રીએ લાખો માનવી પૈદલ યાત્રા કરીને ભારતભરમાંથી અહીં શીશ ઝુકાવાઆવે છે. અહીં રહેવા-જમવાની વ્યવસ્થા છે.
 
17.વાંઢાય
 ભુજથી 28.કિ.મી દુર છે. જયાં રહેવા-જમવાની વ્યવસ્થા છે.તીર્થધામ છે.
 
18.ધ્રંગ
 ભુજથી 38 કિ.મી દુર છે. તીર્થધામ છે અને મેકરણદાદાનુ મંદિર છે. રહેવા-જમવાની સગવડ છે. દાદા લક્ષ્મણજીનો અવતાર ગણાય છે. તેમનો લાલીયો ગધેડો અને મોતીયો કુતરો હતા જેઓને લઇને તેઓ રણમાં જતાં અને તરસ્યાઓને પાણી પીવડાવતા. સાહીત્યની નો અમુલ્ય ખજાનો તેઓ આપી ગયા છે.
 
19. જેસલતોરલની સમાધી
 ઐતિહાસીક સમાધી ભુજથી 40 કિ.મી દુર અંજાર શહેરમાં આવેલી છે.તોરલના સતીત્વ અને ભકિત થકી જેસલ જોડેજો નામનો બહારવટીયો જેસલપીર બની પુજાયો. અહીં મેળો પણ ભરાય છે.

20.રવેચીમાનું મંદિર
 રહેવા-જમવાની સગવડ છે. ભુજથી 168 કી.મી દુર છે. તીર્થધામ છે.દર વર્ષે મોટો મેળો ભરાય છે

21. પીંગલેશ્વર મહાદેવ
 ભુજથી 145 કિ.મી દુર છે. અહીંનો દરીયો બહું ખતરનાક મનાય છે. શંકરભગવાનું મંદિર આવેલું છે.જયાં લીંગ કપાયેલું અડધું છે. અહીંના દરીયો કુંવારીકાઓને તેમાં પણ લાલરંગના પકડામાં સજ્જ હોય તેને લઇ જતો હોવાની વાયકા છે. આ દરીયો કુંવારો હોવાની વાયકા છે. દરીયોની બાજુમાં આવેલી જમીન ઉંચી છે તેથી આ બાજુ ઉભા હોય તો દરીયો હોવાનો અહેસાસ જ ન થાય. તેવી ભૌગોલિક રચના છે.
 
22.હાજીપીર
 મુસ્લીમ ધર્મસ્થાન છે પણ અહીં વર્ષમાં હીન્દુ અને મુસ્લીમો સાથે જ શીશી નમાવે છે.ભુજથી 123 કિ.મી છે. માતાના મઢ તરફ જતાં જ આવે છે. હાજીપીર વલ્લીએ ગાયોનેબચાવવવા માટે પોતાની જીવ આપી દીધો હતો. તેમના મેળામાં 1 લાખથી વધુ હિન્દુ-મુસ્લીમ ભાવિકો આવતા હોય છે.
 
23.યક્ષ બૌંતેરા(મોટાયક્ષ)
 માતાના મઢ તરફ જતાં જ વચ્ચે આવે છે. જે ભુજથી 37 કિ.મી છે. અહીં રેફયુજીનું શુંટીગ પણ થયું હતું.અહીં ભરાતો મેળો મીની તરણેતર કહેવાય છે.
 
24.યક્ષબૌંતરેમ(નાનાયક્ષ)
 ભુજથી 3 કિ.મી દુર માધાપર ગામ નજીક છે. અહીં રેહવા-જમવાની સુવિધા છે.
 
25.પુંઅરેશ્વર મહાદેવ
 ભુજથી 33 કિ.મી દુર છે નખત્રાણા પહેલા અવી જાય છે. પુરાત્વીય મહત્વ ધરાવતું મંદિર પડવાની કગાર પર છે.800 વર્ષથી પણ જુનુ મંદિર છે.

26.બિલેશ્વર મહાદેવ
ભુજથી 47 કિ.મી દુર આવેલું છે. જે પર્યટન અને ધાર્મિક સ્થળ છે.
 
27.ધોંસા
ભુજથી 12 કિ.મી દુર છે અને પર્યટનઅને ધાર્મિક સ્થળ છે.
 
28.કાળો ડુંગર
ભુજથી 90 કિ.મી દુર છે. રહેવા-જમવાની સુવિધા છે.
 
29.ધીણોધર
ધાર્મિક સ્થળ સાથે પ્રાકૃતિક સૌંદર્યથી ભરપુર છે.70 કિ.મી દુર છે. રહેવા-જમવાની સુવિધા છે.1267 ફુંટ ઉચો છે. દાદા ધોરમનાથે સોપારી પર ઊંધા માથે 12 વર્ષ તપસ્યા કરેલી છે. કચચ્છનો જુનામો જુનો ડુંગર છે. પ્રવાસ અને ટ્રેકીંગ માટે ઉત્તમ જગ્યા છે. અહીં કચ્છ કમાંગરી શૈલીના ચિત્રો જોવા મળે છે જે જાગીરના મહંતના રહેવાની જગયાએ જોવા મળે છે.આ જગ્યાનો વહસવટ કલેકટર હસ્તક છે.અહીં મેળો યોજાય છે.

30.ઝારાનો ડુંગર
 કચ્છ પર સિંધના સુલતાન ગુલામ શાહ કલોરાએ ચઢાઇ કરેલી ત્યારે કચ્છના લશ્કરે તેનો બહાદુરી પુર્વક સામનો ઝારાના મેદાનમાં કર્યો. લશ્કરની સંખ્યા 60 હજારની હતી. તેમાં 30 હજાર જેટલા મુસ્લિમો હતા.એક જ દિવસમાં એક લાખ માણસો કપાઇને માદરે વતનનના રક્ષણ માટે હોમાઇ ગયા હતા. દુનિયાની જે ભયંકર 18 લડાઇઓ કહેવાય છે તેમાં ઝારાના યુધ્ધનો સમાવેશ થાય છે.જેમાં હિન્દુ-મુસ્લીમ એક થઇને લડયા હતા. જેભુજથી 65 કિ.મી દુર છે.
 
31. સુરખાબ(મોટું રણ)
 સુરખાબનગર કચ્છની ઓળખ છે. વિદેશી પ્રવાસીઓ દર વર્ષે લાખો કિ.મીનો પ્રવાસ કરીને કચ્છમાં આવે છે.અહીં પ્રજનન કરે છે.ચોમાસા અને શિયાળામાં તેઓ અતિથિ બને છે.કચ્છનું મોટું રણ તેની પ્રજનન ભુમિ છે. ભુજથી 125કિ.મી દુર કચ્છના મોટારણમાં 10 કિ.મી વિસ્તારમાં સુરખાબનગર વિસ્તરેલું છે. ટાપું જેવા પ્રદેશમાં તેઓ રહે છે હોડી દ્વારા ત્યાં જવું પડે છે. કારણકે અહીંની જમીન કાદવકીચડ વાળી છે.

32.ધુડખર(નાનું રણ)
 દુનિયામાં એકમાત્ર ધુડખર કચ્છમાં જ જોવા મળે છે. જેને જંગલી ગધેડા પણ કહેવાય છે. આ પ્રાણીની એશિયામાં પ જાતો હતી તેમાંથી 4 નામશેષ થઇ છે. અને એકમાત્ર બચેલી જાત કચ્છના નાના રણમાં જોવા મળે છે. 1946માં ડો.સાલીમઅલીએ ધુડખરની ગણતરી કરતા 3 થી 4 હજાર જેટલી સંખ્યા હોવાનું તારણ કાઢયું હતું. પણ હવે 1 હજારથી પણ ઓછી વસ્તી છે. આ પ્રાણી 70 થી 80 કિ.મીની ઝડપે દોડી શકે છે.આ વિસ્તારને ધુડખર અભયારણ્ય જાહેર કરાયું છે.
 
33. ભદ્રેશ્વર
 ભુજથી 50 કિ.મી દુર આવેલું છે. જૈનોનું તીર્થધામ છે. રહેવા-જમવાની સુવિધા છે. મુન્દ્રા-અંજાર વચ્ચેઆવેલું છે. ભારતમાં સમેત શીખરજી અને શૈત્રંજય જેવા મહાર્તિર્થો પછી ભદ્રેશ્વર(વસહી તિર્થ)નો ક્રમ આવે છે. દેલવાડાના મંદિરો જેવી બાંધણી અહીં છે. દર વર્ષે એક લાખ જેટલા પ્રવાસીઓ અને ભાવિકો અહીં આવે છે.મેળો પણ ભરાય છે
 
34.બહુંતેર જીનાલય
 માંડવી જતાં માર્ગમાં આ જીનાલય આવે છે. રહેવા-જમવાની સુવિધા છે ભુજથી 45 કિ.મી થયા છે.

35.કંડલા
 ભુજથી ગાંધીધામ તરફ 75 કિ.મી છે. દેશનું મહાબંદર છે.
 
36. માંડવી
 ભુજથી માંડવી બીચ 59 કિ.મી થાય છે. જે ગોવાના બીચને ટકકર મારે તેવી સુંદરતા છે. તે સાથે વહાણ બાંધવાનો ઉધોગ પણ વિકસ્યો છે. માંડવી બંદર 450 વર્ષ જુનુ છે. અહીં દરીયાકિનરે કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર છે બાજુમાં વિન્ડફાર્મ પણ છે.
 
37. જખૌ
 115 કિ.મી દુર ભુજથી થાય છે. આ બંદર રાજાશાહી વખતનું છે.અહીં પુરાતન જૈનમંદિર આવેલું છે. માછીમારી ઉધોગ વિકસિત છે.
 
38.મુન્દ્રા
 51 કિ.મી ભુજથી દુર છે.આંતરરાષ્ટ્રીયસ્તરે રાષ્ટ્રના વિકાસમાં આ બંદરે અગત્યનો ભાગ ભજવેલો છે.જોવાલાયક બંદર છે.

Loading...

Loading...