શિવે પાર્વતીને જણાવેલું મોરપીંછનું મહત્વ, આવા દોષો કરે છે આપમેળે દૂર!

06 Jun, 2015

 શ્રીકૃષ્ણનો શૃંગાર મોરપંખ વિના અધૂરો છે. તેઓ પોતાના મુકુટમાં મોર પંખ વિશેષરૂપથી ધારણ કરે છે. મોરપંખનો સંબંધ માત્ર શ્રકૃષ્ણથી જ નહીં, પરંતુ અન્ય દેવી-દેવીતાઓ સાથે પણ છે. શાસ્ત્રના મુજબ મોર પાંખમાં બધા જ દેવી-દેવતાઓનો અને બધા જ નવ ગ્રહોનો વાસ હોય છે. પ્રાચીન કાળમાં એક મોરના માધ્યમથી દેવતાઓએ સંધ્યા નામના રાક્ષસનો વધ કર્યો હતો. પક્ષી શાસ્ત્રમાં મોર અને ગરૂડની પાંખને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. શાસ્ત્રમાં જણાવેલ વિધિથી મોર પાંખને સ્થાપિત કરવામાં આવે તો ઘરના વાસ્તુ દોષ દૂર થઇ જાય છે અને કુંટળીના નવ ગ્રહોના દોષ પણ શાંત થાય છે.

 
મોર પાંખનું આ મહત્વ શિવજીએ પાર્વતીજીને જણાવ્યું
 
પ્રચલિત કથાઓને મુજબ ભગવાન શિવ માતા પાર્વતીને પક્ષી શાસ્ત્રમાં વર્ણવાયેલ મોરના મહત્વ વિશે જણાવી રહ્યા છે. પ્રાચીન કાળમાં સંધ્યા નામનો એક રાક્ષસ હતો. તે રાક્ષસ  ખૂબ જ તપસ્વી અને અસુર હતો. ગુરૂ શુક્રાચાર્યને કારણે સંધ્યા પણ દેવતાઓનો દુશ્મન બન્યો હતો. 
 
સંધ્યા રાક્ષસે કઠોર તપ કરીને શિવજી અને બ્રહ્માને પ્રસન્ન કરી લીધા હતા. બ્રહ્માજી અને શિવજી પ્રસન્ન થઇ ગયા અને સંધ્યાએ ઘણી શક્તિઓ વરદાનના રૂપમાં પ્રાપ્ત કરી. શક્તિઓને કારણે સંધ્યા ખૂબ જ શક્તિશાળી બની ગયો હતો. શક્તિશાળી સંધ્યાએ ભગવાન વિષ્ણુના ભક્તોને હેરાન કરવાનું શરૂ કરી દીધુ હતું. અસુરે સ્વર્ગ પર પણ પોતાનું આધિપત્ય પ્રાપ્ત કરી લીધુ હતું અને દેવતાઓને  કેદી બનાવી લીધા હતા. જ્યારે કોઇપણ રીતે દેવતાઓ સંધ્યાને જીતી શકતા નહતા ત્યારે તેમણે એક યોજના બનાવી.
 
યોજનાના મુજબ બધા જ દેવતાઓ અને બધા જ નવ ગ્રહ એક મોરની પાંખોમાં વિરાજમાન થઇ ગયા. હવે તે મોર ખૂબ જ શક્તિશાળી બની ગયો હતો. મોરે વિશાળ રૂપ ધારણ કર્યું અને સંધ્યા રાક્ષસનો વધ કરી દીધો. ત્યારથી જ મોરને પણ પૂજનીય અને પવિત્ર માનવામાં આવે છે.
 
ઉપાય- જો તમારી કુંડળીમાં સ્થિત ગ્રહોના ખરાબ પ્રભાવને દૂર કરવા માંગો છો અથવા જો તમને મંગળ, શનિ, રાહુ અને કેતુ પરેશાન કરી રહ્યા છે તો મોર પાંખ પર 21વાર મંત્ર સાથે પાણીનો છંટકાવ કરવો. ત્યાર પછી તે મોર પાંખને ઘરમાં કોઇપણ શ્રેષ્ઠ સ્થાન પર સ્થાપિત કરો. અહીં જાણો ક્યા ગ્રહ માટે ક્યો મંત્ર જાપ કરવો જોઇએ...
 
રવિવારના દિવસે નવ મોર પાંખ લઇને આવવું અને તે પાંખને મરૂન રંગના દોરા વડે બાંધી લેવા. ત્યાર પછી એક થાળીમાં આ મોર પાંખની સાથે નવ સોપારી રાખી ગંગાજળનો છંટકાવ કરી સાથે આ મંત્રોનો જાપ 21 વાર કરવો.
 
ऊँ सूर्याय नमः जाग्रय स्थापय स्वाहा:
- બે નારિયેળ સૂર્ય ભગવાનને અર્પણ કરવા
 
ચંદ્ર માટે ઉપાય
 
સોમવારે આઠ મોર પંખ લઇને આવવા, પાંખની નીચે સફેદ રંગની દોરી બાંધી લેવી. ત્યાર પછી એક થાળીમાં પાંખોની સાથે આઠ સોપારીઓ રાખવી. ગંગાજળનો છંટકાવ કરતાની સાથે 21વાર આ મંત્રોનો જાપ કરવો.
 
ऊँ सोमाय नमः जाग्रय स्थापय स्वाहा:
- પાંચ પાનનાં પાન ચંદ્રમાંને અર્પણ કરવાં અને બરફીનો પ્રસાદ પણ ચડાવવો.
 
મંગળ માટે ઉપાય
 
મંગળવારે સાત મોર પાંખ લાવવી, પાંખની લાલ રંગના દોરા વડે બાંધી લેવા. ત્યાર પછી એક થાળીમાં પાંખોની સાથે સોપારીઓ રાખવી. ગંગાજળનો છંટકાવ કરતા-કરતા 21વાર આ મંત્રોનો જાપ કરવો..
 
ऊँ भू पुत्राय नमः जाग्रय स्थापय स्वाहा:
-બે પીપળાના પાન પર ચોખા રાખીને મંગળ ગ્રહને અર્પણ કરવા અને બૂંદીનો પ્રસાદ ચડાવવો.
 
બુધની માટે ઉપાય
 
બુધવારે છ મોર પાંખને લેવા અને તેને લીલા રંગના દોરા વડે બાંધી લેવા. એક થાળીમાં આ મોર પાંખની સાથે છ સોપારીઓ પણ રાખવી. ગંગાજળનો છંટકાવ સાથે આ મંત્રનો 21વાર જાપ કરવો.
 
ऊँ बुधाय नमः जाग्रय स्थापय स्वाहा:
- જાંબુ બુદ્ધ ગ્રહને અર્પણ કરવાં અને કેળાના પાન પર રાખીને મીઠી રોટી(પુરણ પોળી)નો પ્રસાદ અર્પણ કરવો.
 
ગુરૂ માટે ઉપાય
 
ગુરૂવારે પાંચ મોર પાંખ લઇને તેને પીળા રંગના દોરા વડે બાંધી દેવા. એક થાળીમાં પાંખની સાથે પાંચ સોપારીઓ પણ રાખવી. ગંગાજળના છંટકાવ સાથે 21  વાર આ મંત્રનો જાપ કરવો.
 
ऊँ ब्रहस्पते नमः जाग्रय स्थापय स्वाहा:
- અગિયાર કેળા બૃહસ્પતિ દેવતાને અર્પણ કરવા.
- ચણાના લોટનો પ્રસાદ લગાવવો.
 
શુક્ર માટે ઉપાય
 
શુક્રવારે ચાર મોર પંખ લઇને તેને ગુલાબી રંગના દોરા વડે બાંધી લેવા. એક થાળીમાં પાંખની સાથે ચાર સોપારીઓ પણ રાખવી. ગંગાજળના છંટકાવ સાથે આ મંત્રનો 21 વાર જાપ કરવો.
 
ऊँ शुक्राय नमः जाग्रय स्थापय स्वाहा:
-ત્રણ મીઠા પાન શુક્ર દેવતાને અર્પણ કરવાં.
- ગોળ અને ચણાનો પ્રસાદ બનાવીને ચડાવવો.
 
શનિની દશાથી મુક્તિ
 
શનિવારે ત્રણ મોર પંખ લઇને તેને કાળા રંગના દોરા વડે બાંધી લેવા. એક થાળીમાં પાંખોની સાથે ત્રણ સોપારીઓ પણ રાખવી. ગંગાજળના છંટકાવ સાથે 21 વાર આ મંત્રોનો જાપ કરવો.
 
ऊँ शनैश्वराय नमः जाग्रय स्थापय स्वाहा:
- ત્રણ માટીના દિવા તેલ સાથે શનિદેવતાને અર્પણ કરવા.
- ગુલાબ જાંબુનો પ્રસાદ બનાવીને ચડાવવો.
 
રાહુ માટે ઉપાય
 
શનિવારે સૂર્ય ઉદય પહેલાં બે મોર પાંખ લઇને આવવું. પાંખને વાદળી રંગના દોરા વડે બાંધી લેવાં. એક થાળીમાં પાંખની સાથે બે સોપારીઓ પણ રાખવી. ગંગાજળના છંટકાવ સાથે 21વાર આ મંત્રનો જાપ કરવો.
 
ऊँ राहवे नमः जाग्रय स्थापय स्वाहा:
- ચારમુખ ધરાવતો દિવો કરી રાહુને અર્પણ કરવો.
- કોઇપણ મીઠાઈને પ્રસાદ બનાવીને ચડાવવી.
 
કેતુ માટે ઉપાય
 
શનિવારે સૂર્યાસ્ત થયા પછી એક મોર પાંખ લઇને આવવી. પાંખને સ્લેટી રંગના દોરા વડે બાંધી લેવાં. એક થાળીમાં પાંખની સાથે એક સોપારી રાખવી. ગંગાજળના છંટકાવ સાથે 21 વાર આ મંત્રોનો જાપ કરવો. 
 
ऊँ केतवे नमः जाग्रय स्थापय स्वाहा:
- પાણીના બે કળશ ભરીને રાહુને અર્પણ કરવા.
-  ફળનો પ્રસાદ લગાવવો.
ઘરના વાસ્તુ દોષ ઠીક કરવાનો ઉપાય....
ઘર જો વાસ્તુ વિરૂધ્ધ છે તો ઘરના મુખ્ય દ્વાર પર ત્રણ મોર પંખ સ્થાપિત કરવા.

Loading...

Loading...