હવે હુન્ડઇ પણ ફૂલ સ્પિડે ગુજરાતમાં એન્ટ્રી મારવા તૈયાર

30 Dec, 2014

ગુજરાત હવે ઑટો હબ બનતું જઇ રહ્યુ છે.ટાટા નેનો બાદ ફોર્ડ અને મારૂતી પોતાના પ્લાન્ટ લગાવી રહ્યા છે. સાથે હોન્ડા મોટર્સ પણ ગુજરાતમાં જમીન લઇ ચુક્યું છે ત્યારે હવે હુન્ડઇ પણ ગુજરાતમાં પ્લાન્ટ લગાવા જઇ રહ્યુ છે.

હુન્ડઇ ગુજરાતમાં પોતાનો પહેલો પ્લાન્ટ લગાવ ઇચ્છુક છે. ગુજરાત સરકારથી જમીન ખરીદવા 10 દિવસ પહેલા જ હુન્ડઇ અધીકારીઓની વાતચીત થઇ હતી .  આ પ્રોજેક્ટમાં 300 એકર જમીનની જરૂર પડશે . જયારે  મેહસાણા અથવા સાણંદ નજીક જમીન ખરીદવાની વિચારણા થઇ રહી છે . જોકે  ગુજરાત સરકાર એ પ્રાઇવેટ પાર્ટી પાસેથી  જમીન ખરીદવા કહ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે .

ચેન્નાઇમા આવેલ પ્લાન્ટમાં 2ફેઝ માં કામ થશે ત્રીજા ફેઝના વિસ્તરણ માટે ગુજરાતમાં જમીન ખરીદશે. વાઇબ્રેન્ટ ગુજરાત સમીટમાં હુન્ડઇ મોટર્સ ના ચેયરમેન મોન્ગ કુઓ ચુન્ગ ભાગ લેશે અને તે સમયેજ આ વિશે ઘોષણા થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, હોન્ડા મોટર્સ પણ ગુજરાતમાં જમીન લઇ ચુકી છે અને તેની ઘોષણા પણ વાઇબ્રન્ટ માંજ થશે.

Loading...

Loading...