ગોલ્ડ મોનેટાઇઝેશનથી ઘટી શકે છે સોનાની કિંમત, જ્વેલરી ઉદ્યોગને પણ ફાયદો

11 Sep, 2015

 કેન્દ્ર સરકાર દ્ધારા ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમને મંજૂરી મળવાથી એક્સપોર્ટને પ્રોત્સાહન મળવાની સંભાવના છે. આનાથી સરકારની સાથે-સાથે જ્વેલરી કારોબારી અને આમ આદમીને પણ ફાયદો થશે. સ્કીમથી સૌથી વધુ ફાયદો નાના જ્વેલરી કારોબારીઓને થશે, કારણ કે તેમને હવે ઓછા વ્યાજે લોન મળી શકશે. આ પગલાથી જ્વેલર્સ માટે સરળતાથી સોનું ઉપલબ્ધ થઇ શકશે. આ સ્કીમને ઘરમાં પડેલા સોનું બહાર આવશે, જેનાથી ગ્લોબલ માર્કેટમાં ડિમાન્ડ ઘટશે અને કિંમતોમાં ઘટાડો થશે. આમ થવાથી જ્વેલર્સનું વેચાણ વધશે અને કમાણીમાં વધારો થશે.

જ્વેલરીનો વધશે એક્સપોર્ટ
 
રાજેશ એક્સપોર્ટના ચેરમેન રાજેશ મહેતાએ મનીભાસ્કરને જણાવ્યું કે ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ સામાન્ય માણસ, ઉદ્યોગ અને સરકાર માટે ફાયદાકારક છે. દેશમાં તેનાથી સોનાની આયાત ઘટશે અને સાથે જ ઘરમાં રહેલું સોનું સામાન્ય લોકોને વ્યાજ પણ આપશે. ઉદ્યોગોને સરળતાથી જ્વેલરી બનાવવા માટે સોનું ઉપલબ્ધ હશે. મહેતાએ કહ્યું કે આ સ્કીમથી જ્વેલરી એક્સપોર્ટને પ્રોસ્તાહન મળશે.
 
ગોલ્ડ ઇમ્પોર્ટ ઘટવાથી કરોડો રૂપિયા બચાવી શકે છે સરકાર
 
રિદ્ધિસિદ્ધિ બુલિયન્સના એમડી પૃથ્વીરાજ કોઠારીના જણાવ્યા અનુસાર ગોલ્ડમોનેટાઇઝેશન પ્લાન દ્ધારા સરકારે ઘણું સારૂ પગલું ભર્યું છે. તેમના જણાવ્યા અનુસાર આ નિર્ણય જો યોગ્ય રીતે લાગૂ થાય છે તો ગોલ્ડ ઇમ્પોર્ટને નિયંત્રિત કરીને કરોડો રૂપિયા બચાવી શકાય છે.